Site icon News Gujarat

સ્વિંમિગ પુલમાં Mouni Royના આ અંદાઝે સોશિયલ મીડિયામાં મચાવ્યો હડકંપ..

બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોય સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે હંમેશાં તેના ફોટા અને વીડિયો દ્વારા લોકોનું ધ્યાન પોતાના તરફ ખેંચે છે. મૌની રોયે માત્ર ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં જ નહીં પરંતુ બોલીવુડમાં પણ એક મોટું નામ કમાવ્યું છે. તાજેતરમાં અભિનેત્રીને સ્વીમીંગ પૂલમાં ફોટોશૂટ કરાવ્યું હતું, જેની તસવીરો તેણે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી. આ તસવીરોમાં મૌની રોય સફેદ રંગની બિકીનીમાં જોવા મળી રહી છે.

એક અલગ જ સ્ટાઇલમાં પોઝ આપી રહી છે

 

image source

તસવીરોમાં મૌની રોય સ્વિમિંગ પૂલમાં સુતી હોય તે રીતે પણ પોઝ આપી રહી છે. આ તસવીરોમાં મૌની રોય એક અલગ જ સ્ટાઇલમાં પોઝ આપી રહી છે. અભિનેત્રીની આ તસવીરો પર ચાહકોએ ઘણી કમેન્ટ કરીને પ્રતિક્રિયા આપી રહ્યા છે. અભિનેત્રીની આ તસવીરો સાડા પાંચ કરોડથી વધુ વખત લાઈક કરવામાં આવી છે.

ટૂંક સમયમાં તે ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ માં જોવા મળશે

મૌની રોયના વર્ક ફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો ટૂંક સમયમાં તે ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ માં જોવા મળશે. આ પહેલા તેની વેબ સિરીઝ ‘લંડન કોન્ફિડેન્શિયલ’ રિલીઝ થઈ હતી, જેમાં તેનું કામ લોકોને ખુબ ગમ્યું હતું. મૌની રોય સ્ટારર આ સિરીઝ ક્રાઈમ અને થ્રિલરથી ભરપૂર છે. અભિનેત્રીના બોલિવૂડ કારકિર્દીની વાત કરીએ તો તેણે અક્ષય કુમારની ફિલ્મ ‘ગોલ્ડ’થી ફિલ્મ જગતમાં પ્રવેશ કર્યો. અભિનેત્રી મેડ ઇન ચાઇના ફિલ્મમાં પણ જોવા મળી હતી, જેમાં તેણે અભિનેતા રાજકુમાર રાવ સાથે મુખ્ય ભૂમિકા ભજવી હતી.

બિગ બોસમાં સલમાન સાથે જોવા મળશે મૌની

બોલિવૂડ અભિનેતા સલમાન ખાનને મૌની રોય સાથે ‘બિગ બોસ 14’ ના ‘વિકેન્ડ કા વાર’ એપિસોડમાં મસ્તિ કરતો જોવા મળશે. તાજેતરમાં જ ચેનલે એક પ્રોમો વીડિયો શેર કર્યો છે, જેમાં સલમાન ખાન અભિનેત્રી મૌની રોય સાથે જોરદાર ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. મૌની રોયનો આ એપિસોડમાં સ્પેશ્યલ હશે. તે તેના ગીતો પર ડાન્સ કરતી જોવા મળશે.

આ પછી, મૌની રોય પણ બિગ બોસ પરિવારને ખોટું બોલવાની સજા આપતી જોવા મળશે. સલમાન ખાન અને મૌની રોય ફિલ્મ ‘મેડ ઇન ચાઇના’ ના ગીત ‘ઓઢણી’ ગીત પર ડાન્સ કરતા જોવા મળશે. તો બીજી તરફ અર્શી ખાન ટોય બુલ પર ખોટુ બોલવા માટે બેસેલી જોવા મળશે. જ્યારે બુલ ફરવાનું શરૂ કરશે ત્યારે તે તેનાથી નીચે પડતી પણ જોવા મળશે. આ એપિસોડમાં મૌની રોય ઘણી મસ્તી કરતી જોવા મળશે

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version