Site icon News Gujarat

કોરોનાને લઈ PM મોદીએ મુખ્યમંત્રીઓ સાથે કરી બેઠક, ચેતવણી આપતાં કહ્યું કે-જો કોરોના શહેરમાંથી ગામડાંમા ગયો તો….

હાલમાં કોરોના ખુબ ગતિથી વધી રહ્યો છે અને સરકારને પણ ચિંતા છે કે પહેલા જેવી પરિસ્થિતિ ઉભી ના થાય. ત્યારે દેશનાં અનેક રાજ્યોમાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે દરેક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ સાથે એક બેઠક યોજીને આ વિશે ચર્ચા કરી હતી.

image source

વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા થયેલી બેઠકમાં પીએમ મોદીએ મુખ્યમંત્રીઓને કોરોનાને લઈ ખાસ સંદેશ આપ્યો હતો. પીએમ મોદી કહ્યું હતું કે, નાના શહેરોમાં કોરોના વાયરસ સંક્રમણને રોકવું જરૂરી છે. કારણ કે જો એવું નહીં થાય તો આ મહામારી આપણા માટે મોટી મુસીબત ઉભી કરી શકે છે.

આ સાથે જ PM મોદીએ કહ્યું કે નાના શહેરોમાં ટેસ્ટિંગ વધારવું પડશે. કોરોનાની રસીના બગાડને લઈને પણ પીએમ મોદીએ કેટકાલ રાજ્યોને ઠપકો આપ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશમાં કોરોના સંક્રમણની સ્થિતિ અને રસીકરણ અભિયાનની સમીક્ષા કરતા કહ્યું હતું કે, લોકો માટે મુશ્કેલીઓ ઉભી નથી કરવી પરંતુ કોરોનાની લહેરને અહીં નહીં રોકીએ તો ચિંતા વધી જશે.

image source

જેમાં તેમણે કહ્યું હતું કે, દુનિયામાં અનેક કોરોના પ્રભાવિત દેશ એવા છે, જ્યાં કોરોનાની અનેક લહેર સામે આવી છે. આપણે ત્યાં પણ કેટલાક રાજ્યોમાં અચાનકથી કેસ વધવા લાગ્યા છે. મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ જેવા રાજ્યોમાં પોઝિટિવ કેસ વધ્યા છે. જો કોરોનાની આ વેવને અહીં જ રોકવામાં નહીં આવે તો દેશવ્યાપી અસર જોવા મળી શકે છે.

આગળ વાત કરતાં PM મોદીએ વધુમાં ઉમેર્યું હતું કે, નાના શહેરોમાં ટેસ્ટિંગ વધારવામાં આવશે. જો કોરોના વાયરસગ ગામડાઓમાં ફેલાઈ જશે તો તેને રોકવો મુશ્કેલ બની જશે. કોરોનાના વેક્સીનેશનની ઝડપ વધારવામાં આવી જોઈએ. તેલંગાના-આંધ્ર પ્રદેશ-ઉત્તર પ્રદેશમાં વેક્સીન વેસ્ટના આંકડા 10 ટકા સુધી પહોંચ્યા છે. આમ બિલકુલ થવું ન જોઈએ.

image source

દેશમાં આપણે લોકો સરેરાશ 30 લાખ વેક્સીન ડોઝ આપી રહ્યા છે. વેક્સીનના બગાડને રોકવો પડશે. PM મોદીએ આ ઉપરાંત કહ્યું હતું કે, ટેસ્ટ-ટ્રેક અને ટ્રીટને ફરીથી ગંભીરતાથી લેવા જોઈએ. ટેસ્ટિંગની સંખ્યાને વધારવી પડશે. RT-PCR ટેસ્ટની સંખ્યા 70 ટકાથી ઉપર લાવવી જોઈએ. કેરળ-ઉત્તર પ્રદેશ-છત્તીસગઢમાં હજી પણ રેપિડ ટેસ્ટિંગ જ કરવામાં આવે છે, જે ચિંતાનો વિષય છે.

આ સાથે જ PM મોદીએ વાત કરી હતી કે હાલ કોરોના પર કાબૂ મેળવવો અત્યંત આવશ્યક છે, નહીંતર સ્થિતિ વણસી શકે તેવી સંભાવનાઓ રહી છે. દેશમાં કોવિડ વેક્સિનેશન સફળતા પૂર્વક ચાલી રહ્યું છે. અત્યારે ભારતમાં કોરોના મહામારીના કારણે મૃત્યુંદર ઘણો ઓછો છે. પરંતુ સ્થિતિની ગંભીરતાને સમજીને કેસોને રોકવા માટે અત્યારથી જ પગલા લેવાની શરૂઆત કરી દેવાનું સૂચન તેમણે કર્યું હતું.

જો આપણે મહામારીને નહીં રોકી શકીએ તો તે એક રાષ્ટ્રીય પ્રકોપ જેવી સ્થિતિ પેદા કરી શકે છે. આપણે જેમ બને તેમ જલદી કોરોના વાયરસની બીજી લહેરને રોકવી જોઈએ. આ માટે આપણે ઝડપથી નિર્ણાયક પગલાં લેવાની જરૂર છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version