જાણો તમે પણ આ ઇતિહાસ વિશે, જ્યાં એક સમયે હતુ પોર્ટુગલનુ રાજ

ભારતના પશ્ચિમી કિનારે આવેલું મુંબઈ શહેર જેને પહેલા બમ્બઇ તથા બોમ્બે નામથી પણ ઓળખવામાં આવતું. મુંબઈને ભારતનું પ્રવેશદ્વાર પણ કહેવામાં આવે છે અને સપનાઓનું શહેર પણ કહેવામાં આવે છે.

image source

પરંતુ શું તમે જાણો છો કે આ શહેરનું ગઠન સાત અલગ અલગ લાવા દ્વારા નિર્મિત થયેલા નાના નાના ટાપુઓ દ્વારા થયું છે અને આ તે પુલ દ્વારા મુખ્ય ભૂમિ સાથે જોડાયેલા છે. આમ તો મુંબઇનો ઇતિહાસ ઘણો જૂનો છે પરંતુ 17 મી શતાબ્દીમાં આ શહેરમાં એક રોચક ઘટના ઘટી હતી જેના વિષે બહુ ઓછા લોકો જાણે છે. ત્યારે આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં અમે આપને એ રોચક ઘટના વિષે જણાવવા જય રહ્યા છીએ.

image source

ઉત્તરી મુંબઈના કાંદિવલી પાસે મળેલા પ્રાચીન અવશેષો દ્વારા જાણવા મળે છે કે મુંબઈ દ્વીપ સમૂહ પાષાણયુગથી જ અસ્તિત્વમાં છે. અહીં 250 ઈસ્વી પૂર્વે પણ માણસો રહેતા હતા. તેના લેખિત પુરાવાઓ પણ ઉપલબ્ધ છે. ત્રીજી શતાબ્દી ઈસા પૂર્વે સમ્રાટ અશોકના શાશનમાં આ દ્વીપ સમૂહ મૌર્ય સામ્રાજ્યનો ભાગ હતું અને ત્યારબાદ પણ અનેક સામ્રાજ્યો અને રાજાઓએ અહીં શાશન કર્યું હતું.

image source

15 મી સદીમાં જયારે મુંબઈ દ્વીપ સમૂહ ગુજરાત સાથે જોડાયેલું હતું ત્યારે પ્રથમ વખત પોર્ટુગલોએ આ પ્રદેશ પર હુમલો કર્યો. જો કે તે સમયે તેઓ કબ્જો ન કરી શક્યા. ત્યારબાદ 1534 ઈસ્વી માં મુંબઈ દ્વીપ સમૂહ પર ફરી એકવાર તેઓએ હુમલો કર્યો અને તે સમયે અહીં ગુજરાતના સુલતાન બહાદુર શાહનું શાશન હતું. અહીં કબ્જો મેળવી પોર્ટુગલોએ પોતાનો અધિકાર જમાવી દીધો અને ત્યારબાદ અહીં તેઓએ કેટલાય વર્ષો સુધી રાજ કર્યું.

image source

17 મી સદીની શરૂઆતમાં જયારે અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારે તેઓની નજર પણ મુંબઈ દ્વીપ સમૂહ પર પડી કારણ કે તે સમયે મુંબઈ એક મહત્વનું વ્યવસાયિક કેન્દ્ર બની ચૂક્યું હતું. કહેવાય છે એક આ દ્વીપ સમૂહને લઈને અંગ્રેજો અને પોર્ટુગલો વચ્ચે અનેકવાર વિવાદો પણ થયા અને વિવાદોનો અંત ત્યારે આવ્યો જયારે પોર્ટુગલના રાજાએ પોતાની દીકરીના લગ્ન ઇંગ્લેન્ડના રાજા ચાર્લ્સ દ્રિતીય સાથે કરવાનો નિર્ણય કર્યો.

image source

1661 ઈસ્વીમાં પોર્ટુગલની રાજકુમારી કેથરીન અને ઇંગ્લેન્ડના રાજા ચાર્લ્સ દ્રિતીયના લગ્ન થયા. અસલમાં આ લગ્ન એક સમજૂતી પણ હતી. આમ તો આ લગ્નમાં પોર્ટુગલે ઇંગ્લેન્ડને ઘણું બધું આપ્યું પરંતુ સૌથી વધુ મહત્વની જે વસ્તુ હતી તે હતી મુંબઈ દ્વીપસમૂહ. પોર્ટુગલે મુંબઈ દ્વીપસમૂહને દહેજના સ્વરૂપે ઇંગ્લેન્ડના રાજાને આપ્યું. જો કે બાદમાં રાજા ચાર્લ્સ દ્રિતીયએ મુંબઈ દ્વીપ સમૂહને ઇસ્ટ ઇન્ડિયા કંપનીને માત્ર 10 પાઉન્ડ પ્રતિ વર્ષના પાટે આપી દીધું અને આ રીતે અંગ્રેજોનો મુંબઈ દ્વીપ સમૂહ પર કબ્જો થયું અને તે ભારતની આઝાદી સુધી રહ્યો.

source : amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત