દુનિયામાં આવેલા છે આ 5 સૌથી ખતરનાક અને રહસ્યમયી સ્થાનો પર જીવન જીવવાની શક્યતા છે નહિવત, જાણો તમે પણ વિસ્તારમાં

વિશ્વમાં અનેક એવા સ્થાનો છે જે રહસ્યમયી જગ્યા તરીકે ઓળખાય છે. ઘણીવાર તો તેના પર વિશ્વાસ કરવો પણ મુશ્કેલ બની જાય છે કે શું ખરેખર વિશ્વમાં આવી જગ્યાઓ પણ છે.

image source

જો કે આવા અનેક સ્થાનોના રહસ્યોને ઉકેલવા માટે સમયાંતરે સંશોધનકારો પ્રયત્નો કરતા જ રહેતા હોય છે. તેમ છતાં હજુ પણ એવા કેટલાય સ્થાનો છે જેના પર રહસ્યનો પડદો હજુ સુધી ઢંકાયેલો પડ્યો છે. ત્યારે આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં આપણે વિશ્વના આવા થોડા રોચક સ્થાનો વિષે જાણીશું.

સાપોની ગીચતા ધરાવતો ટાપુ

image source

ઇલાહા દા ક્યૂઈમાદા એક એવો ટાપુ છે જ્યાં અગણિત સાપો રહે છે. આ ટાપુ બ્રાઝીલમાં આવેલો છે. આ ટાપુ સાથે જોડાયેલા રહસ્યો વિષે ઘણી ખરી માહિતીઓ હજુ સુધી જાહેર થઇ નથી. પરંતુ આ ટાપુ પર સાપોની સંખ્યાને કારણે વિશ્વભરમાં પ્રખ્યાત છે અને તેને સાપોનો ટાપુ પણ કહેવામાં આવે છે. અહીં જોવા મળતા સાપોમાં ગોલ્ડન લાન્સહેડ વાઈપર જેવા ઝેરીલા સાપોનો પણ સમાવેશ થાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ ટાપુ પર આવવા – જવા પર બ્રાઝિલની દરિયાઈ સેનાએ પ્રતિબંધ મુક્યો છે. સાઓ પાઉલોથી 20 માઈલ દૂર સ્થિત આ ટાપુ પર સાપોની ગીચતા એટલી છે કે પ્રતિ ત્રણ ફૂટ પર એક થી પાંચ જેટલા સાપો રહે છે.

આંદામાનનો સેન્ટિનલ ટાપુ

image source

આપણે ત્યાં દેશભરમાં ગમે ત્યાં હરવા ફરવાની છૂટ અને આઝાદી છે પરંતુ આંદામાનના સેન્ટિનલ ટાપુ પર દરેકને આવવા પર પ્રતિબંધ છે. અસલમાં સેન્ટિનલ ટાપુ પર ખતરનાક આદિવાસીઓ વસવાટ કરે છે જેનો આપણી દુનિયા સાથે લગભગ નહિવત જેવો જ સંપર્ક છે. આ લોકો પોતે આ ટાપુની બહાર આવતા નથી અને બહારની દુનિયાના કોઈ માણસને પોતાના ટાપુ પર પણ આવવા દેતા નથી. તેના પાછળનું શું કારણ છે તે હજુ સુધી એક રહસ્ય જ બનેલું છે. અહીં જવું એટલે પોતાના જીવને હથેળીમાં લઈને જવા બરાબર છે.

ઇથોપીયાનો દનાકીલ રણપ્રદેશ

image source

ઇથોપિયાના દનાકીલ રણપ્રદેશ વિષે એવું કહેવામાં આવે છે અહીં ગરમી એટલે નર્કની ગરમીનો અનુભવ કરાવે તેવી છે. સામાન્ય રીતે વિશ્વના ઘણા ખરા ભાગોમાં નિયમિત રીતે ઋતુ બદલાતી રહે છે ક્યારેક ઠંડી, ક્યારેક ગરમી તો ક્યારેક વરસાદ પરંતુ ઇથોપિયાના દનાકીલ રણપ્રદેશની વાત જ અલગ છે. અહીં આખું વર્ષ ઓછામાં ઓછું તાપમાન 48 ડિગ્રી જેટલું રહે છે તો વળી ક્યારેક તાપમાન 145 ડિગ્રી જેટલું વધી જાય છે. અગનવર્ષા ઓકતા આ રણપ્રદેશને ક્રુઅલેસ્ટ પ્લેસ ઓન અર્થ પણ કહેવામાં આવે છે અને અહીંના નાના તળાવોનું પાણી પણ ઉકળતું હોય તેવું લાગે છે. નેશનલ જિયોગ્રાફિક દ્વારા આ સ્થાનને વિશ્વના સૌથી ક્રૂર સ્થાનો પૈકી એક ગણવામાં આવ્યું છે. 62000 માઈલથી વધુમાં ફેલાયેલા આ દનાકીલ રણપ્રદેશમાં રહેવું લગભગ શક્ય જ નથી.

અમેરિકાની ડેથ વેલી

image source

આ જગ્યાની સૌથી મોટી સમસ્યા એ છે કે અહીંનું તાપમાન હંમેશા 130 ડિગ્રી આસપાસ જ રહે છે. અને આ એટલી ગરમી છે કે જો કોઈ માણસ અહીં રહે તો અકાળે તેનું મૃત્યુ નિશ્ચિત જ માનવામાં આવે છે. વર્ષ 1913 માં અહીં 134.06 જેટલું રેકોર્ડ તાપમાન નોંધાયું હતું. વળી, અહીં પાણીનું અસ્તિત્વ નહિવત જેવું જ છે અને જો ક્યાંક પાણી મળી પણ આવે તો તે પણ ખારું હોય છે. આ સ્થાનને દુનિયાના સૌથી ગરમ સ્થાનો પૈકી એક ગણવામાં આવે છે અને અહીં જીવનની શક્યતા પણ નહિવત જેવી છે.

source: amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત