ક્યાંક તમે નકલી ઘી તો નથી લાવી રહ્યા ને? આ રીતે કરી લો ચેક, નહિં તો હેલ્થને થશે ભયંકર નુકસાન

શહેરોમાં રહેતા મોટાભાગના લોકો બજારમાંથી જ ઘી ખરીદીને ઘરે લાવે છે જેથી તેઓ ઘી નું સેવન કરીને સ્વસ્થ રહી શકે. પરંતુ આ જ ઘી નો ફાયદો ત્યારે જ થાય જ્યારે આ ઘી અસલી હોય. ત્યારે આજના આ આર્ટિકલમાં અમે તમને અમુક એવી ટિપ્સ જણાવીશું જેના દ્વારા તમે ઘર બેઠા જ એ તપાસી શકશો કે તમે જે ઘી ઘરે લાવ્યા છો તે અસલી છે કે નકલી.

image source

દેશી ઘી વગર ભારતીય ભોજનનો સ્વાદ લગભગ અધુરો જ મનાય છે. જુના સમયમાં દેશી ઘી નું ભારતીય વ્યંજનો અને આયુર્વેદમાં પ્રમુખ સ્થાન હતું. એવું પણ કહેવાય છે કે દાળ અને શાકમાં સ્વાદ માટે તેમજ અનેક રોગોમાં આયુર્વેદ દ્વારા છુટકારો મેળવવા દેશી ઘી નો ઉપયોગ કરવામાં આવતો. પરંતુ આ બધું એટલે સંભવ હતું કે તે સમયમાં અસલી ઘી ચલણમાં હતું. જ્યારે આજકાલ બજારમાં વધુ નફો મેળવવા અને વધુ પૈસા કમાવવાના કિમીયાઓ અજમાવીને લોકોને નકલી ઘી પધરાવી દેવામાં આવે છે અને આ ઘી એટલી ચાલાકીથી બનાવવામાં આવે છે કે તે અસલી છે કે નકલી તે પરખવું પણ મુશ્કેલ બની જાય છે. ત્યારે ઘી અસલી છે કે નકલી તે જાણવાના અમુક રસ્તાઓ જાણીએ.

ઉકાળવાથી પડી જશે ખબર

image source

સૌથી પહેલા 4 થી 5 ચમચી ઘી ને કોઈ વાસણમાં લઈ સારી રીતે ઉકાળો. અને બાદમાં એ વાસણને 24 કલાક માટે એમને એમ જ રહેવા દો. જો 24 કલાક બાદ પણ ધી દાણાદાર રહે અને સુગંધિત રહે તો માની લો કે આ ઘી અસલી છે. પરંતુ જો આ બન્ને ચીજો એટલે કે ધી દાણાદાર ન હોવું અને તેમાંની સુગંધ જતી રહે તો સમજી લેવું કે આ ઘી નકલી હોઈ શકે અને તેનો ખાવામાં કે દવા તરીકે ઉપયોગ ન કરવો.

મીઠું ભેળવીને ચેક કરો ઘી નો રંગ

તમે દેશી ઘી ની શુદ્ધતા ચકાસવા માટે મીઠું એટલે કે નમકની મદદ પણ લઈ શકો છો. આ માટે સૌથી પહેલા એક વાસણમાં બે ચમચી ઘી, અડધી ચમચી મીઠું અને એક ચપટી જેટલું હાઇડ્રોફ્લોરિક એસિડ લઈ મિક્સ કરો અને તેને 20 મિનિટ સુધી એમને એમ છોડી દો. 20 મિનિટ બાદ ઘી નો રંગ તપાસવો. જો ઘી માંથી કોઈ રંગ ન છૂટ્યો હોય તો માની લેવું કે ઘી અસલી છે અને જો ઘી માંથી લાલ કે અન્ય રંગ છૂટવા લાગ્યા હોવાનું દેખાય તો સમજી લેવું કે ઘી નકલી છે.

પાણી દ્વારા કરો અસલી નકલી ઘી ની ઓળખ

સૌ પ્રથમ એક ગ્લાસમાં પાણી ભરીને તેમાં એક ચમચી દેશી ઘી નાખી તેને ઓગળો. જો ઘી પાણી પર તરવા લાગે તો સમજી લેવું કે ઘી અસલી છે અને જો ઘી પાણીમાં નીચે બેસી જાય તો સમજી લેવું કે ઘી નકલી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!