New born બાળકનું બનાવી લો Aadhar Card, ઘરે બેઠા કરી લો એપ્લાય, સરળ છે પ્રોસેસ

વૃદ્ધ વ્યક્તિ હોય કે બાળક દરેકને માટે આધાર કાર્ડ જરૂરી બન્યું છે. કોઈ પણ સરકારી કામમાં આ ડોક્યૂમેન્ટ જરૂરી બન્યું છે. આધાર કાર્ડ નંબર એક ખાસ ઓળખ છે. તે સૌથી મહત્વનું ડોક્યુમેન્ટમાંથી એક છે. ભારતમાં દરેક વ્યક્તિ માટે આધાર કાર્ડ જરૂરી છે. પછી બેંક કે સરકારી કામ દરેક જગ્યાએ આધઆર કાર્ડ જરૂરી છે. તમે ઘરમાં પણ નવજાત શિશુને માટે સરળતાથી મિનિટોમાં આધાર કાર્ડ બનાવડાવી શકો છો. તો જાણી લો તેને માટેની પ્રોસેસ.

આ રીતે બનશે ન્યૂબોર્ન બેબીનું આધાર કાર્ડ

image source

યૂઆઈડીએઆઈએ બાળકો માટે આધાર કાર્ડ બનાવવાનું જરૂરી ગણાવ્યું છે. હવે પેરન્ટ્સ ન્યૂબોર્ન બેબીનું આધાર કાર્ડ સરળતાથી બનાવી શકે છે. નવજાત શિશુના આધાર કાર્ડ માટે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે અરજી કરી શકાય છે. ઓફલાઈન પ્રક્રિયા માટે કોઈને નજીકના આધાર નામાંકન કેન્દર પર જવાની જરૂરિયાત રહે છે. દરેક મહત્વના ડોક્યુમેન્ટટને જમા કરાવવાના ફોર્મને ભરી લો.

ઓનલાઈન અરજી કેવી રીતે કરશો.

યૂઆઈડીએઆઈ ફક્ત નવજાત શિશુના આધાર કાર્ડને માટે ઓનલાઈન અરજીની પરમિશન અપા છે. આ માટે અરજદારે વેબસાઈટ પર જવાનું રહેશે, રજિસ્ટ્રેશન માટે લિંક પર ક્લિક કરવાનું રહેશે અને માંગેલી જાણકારી આપવાની રહેશે.

image source

આ છે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

  • સૌ પહેલા તમે યૂઆઈડીએઆઈની વેબસાઈટ uidai.gov.in પર જાઓ. અહીં લોગઈન કરો.
  • આ પછી હોમ પેજ પર આપવામાં આવેલા આધાર કાર્ડના રજિસ્ટ્રેશન લિંક પર ક્લિક કરો.
  • હવે તમે બાળકનું નામ, માતા પિતાના ફોન નંબર, ઈમેલ આઈડી કે અન્ય જરૂરી ડિટેલ્સ ભરો,
  • નવજાત બાળકની ડિટેલ્સ ભર્યા બાદ અન્ય જાણકારી જેમકે સરનામુ, જિલ્લા, રાજ્ય અને નવજાત શિશુ સાથે સંબંધિત અન્ય જનસંખ્યાની જાણકારી ભરો.
  • આ પછી ફિક્સ એપોઈન્ટમેન્ટ ટેબ પર ક્લિક કરો.
  • હવે તમે નજીકના આધાર નામાંકન કેન્દ્રને પસંદ કરો.
image source

આ વાતનું રાખો ધ્યાન

ઓનલાઈન ફોર્મ જમા કરવા અને નવજાત શિશુના આધાર કાર્ડને માટે બેઠકનો સમય નક્કી કરતા પહેલા માતા પિતાને સલાહ આપવામાં આવે છે અને સાથે બાળકની જન્મતિથિની તપાસ કરાય છે. જ્યારે તે 5 વર્ષનું થાય છે તો તેમને ફરીથી બાયોમેટ્રિક જાણકારી આપવાની રહે છે. તો તમે પણ કરી લો ફટાફટ આ પ્રોસેસ અને સાથે જ તમારી અનેક સમસ્યાઓ ઝડપથી સોલ્વ થઈ જશે અને તમારા બાળકનું આધાર કાર્ડ પણ બની જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!