જ્યારે નરેશ કનોડિયાએ મોટા ભાઇ સાથે ગાયું હતું , ‘તેરે બીના ભી ક્યા જીના…’ આ વિડીયો જોઇને તમારી આંખોમાં પણ આસુંથી ભરાઇ જશે

સારસ પક્ષીઓ વિષે એવું કહેવાય છે કે, સારસ પક્ષીની જોડી વિષે એવું કહેવામાં આવે છે કે, જો એક સારસ પક્ષીનું મૃત્યુ થઈ જાય છે તો
બીજું સારસ પક્ષી પોતાના જોડીદારના મૃત્યુના દુઃખમાં જ રીબાઈ રીબાઈને મૃત્યુને પ્રાપ્ત કરે છે. એમ કહેવાય છે કે, સારસ પક્ષીની જોડીમાં
એકબીજા પ્રત્યે અનહદ પ્રેમ ધરાવે છે. એના કારણે એક સારસ પક્ષી બીજા સારસ પક્ષીનું મૃત્યુ સહન કરી શકતા નથી અને તેનું મૃત્યુ થઈ જાય છે. મનુષ્યોમાં પણ આવો જ પ્રેમ જોવા મળે એવી જ બે ભાઈઓની જોડી છે તેમનું નામ મહેશ કનોડિયા- નરેશ કનોડિયા.

image source

મહેશ- નરેશનો થાય છે સ્વર્ગવાસ.

આ બંને ભાઈની જોડી સારસ બેલડી જેવી છે.

ગરીબીમાં દિવસો પસાર કરીને ગરીબો માટે કર્યા કાર્યો.

મહેશ કનોડિયા અને નરેશ કનોડિયાએ ગુજરાતી ફિલ્મને એક લેવલ આગળ વધારી દીધું.

image source

હિન્દી ફિલ્મો તરફ આકર્ષિત થયેલ દર્શકોને ગુજરાતી ફિલ્મો તરફ આકર્ષણ જાળવી રાખવા માટે તેમનામાં અલગ પ્રકારની કળા ધરાવતા હતા. મહેશ કનોડિયા પુરુષ અને મહિલા એમ બંનેના અવાજોમાં ગઈ શકતા હતા.

ઓ સાથી રે તેરે બીના ભી ક્યાં જીના.:

image source

આ ગીતના બોલને યથાર્થ કરતા બે પ્રેમીપંખીડાઓ જેઓ એકબીજાને એકબીજા વિના નહી જીવી શકવાના કોલ આપી રહ્યા હોય છે. જો
એકનું મૃત્યુ થઈ જશે તો બીજાનું તેના દુઃખમાં મૃત્યુ થશે. પણ હવે અમે આ ગીતને સાર્થક કરતા કોઈ પ્રેમીપંખીડાની વાત નહી પરંતુ બે
ભાઈઓ વિષે જણાવીશું. મહેશ કનોડિયા અને નરેશ કનોડિયાની જોડી આવી જ સારસ બેલડી સમાન છે. જેમ કે, મહેશ કનોડિયા- નરેશ
કનોડિયાએ આ ગીત ‘ઓ સાથી રે તેરે બીના ભી ક્યાં જીના’ એકસાથે ગાયું હતું તેવું જ હકીકતમાં થાય પણ છે. તેઓ ખરેખરમાં એકબીજા
વિના જીવી શક્યા નહી. મોટાભાઈ મહેશ કનોડિયાના મૃત્યુ થઈ ગયાના ૩ દિવસમાં જ નાના ભાઈ નરેશ કનોડિયાએ આ દુનિયાને અલવિદા કહી દીધું છે.

ગુજરાતી ફિલ્મોમાં ડિસ્કો શરુ કરનાર સૌપ્રથમ કનોડિયા બ્રધર્સ.

image source

આજના યુવાઓ જ્યાં પાર્ટીમાં ગુરુ રંધાવા, હની સિંહ અને બાદશાહના ગીતો પર ડાંસ કરી રહ્યા છે ત્યારે ગુજરાતી ફિલ્મોમાં પણ આવા જ
પ્રકારના કેટલાક ગીતો આવવા લાગ્યા છે પણ જેવી રીતે મિથુન અને જાવેદ જાફરીએ બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં પોતાનો અલગ પ્રકારના ડાંસ અને ધૂન લાવ્યા છે તેવી જ રીતે મહેશ- નરેશ ગુજરાતી ફિલ્મોના પહેલા એવા કલાકારો છે જેમણે ગુજરાતી ફિલ્મોમાં ડિસ્કોને સ્થાન આપ્યું.

ગુજરાતના ગોવિંદા:

બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં એવા ઘણા કલાકારો આવ્યા છે જેઓ ડાંસને એક અલગ સ્તરે લઈ જવામાં સફળ રહ્યા છે. આવી જ રીતે ગુજરાતી
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નરેશ કનોડિયાને ગોવિંદા તરીકે ઓળખ બનાવી છે આવું એટલા માટે કેમ કે, ફિલ્મોમાં અભિનય તો દરેક કલાકાર કરતા હતા પણ નરેશ કનોડિયાને અન્ય કલાકારોથી અલગ બનાવતો હતો તેમનો ડાંસ.

દાદાસાહેબ ફાળકે એવોર્ડ:

image source

ગુજરાતી ફિલ્મોના એવોર્ડ વિષે જાણીએ તો નરેશ કનોડિયા અને મહેશ કનોડિયા આ બાબતે પણ પાછળ રહ્યા નથી. નરેશ કનોડિયાને વર્ષ
૨૦૧૨માં દાદાસાહેબ ફાળકે એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

જયારે મહેશ કનોડિયા અને નરેશ કનોડિયાની જોડીએ અંદાજીત ૧૫૦ ગુજરાતી ફિલ્મોમાં સંગીત આપ્યું છે.

image source

નરેશ કનોડિયાની કેટલીક પ્રસિદ્ધ ગુજરાતી ફિલ્મોમાં ‘જોગ સંજોગ’, ‘કંકુની કીમત’, ‘ઢોલામારુ’, ‘મેરુમાલણ’, ‘વણજારી વાવ’, ‘જુગલ
જોડી’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. અભિનેતા નરેશ કનોડિયાએ અંદાજીત ૧૨૫ ગુજરાતી ફિલ્મોમાં મુખ્ય પાત્ર અને સહાયક પાત્રની
ભૂમિકામાં કામ કરવાની સાથે જ મોટાભાઈ મહેશ કનોડિયા સાથે મળીને ૧૫૦ જેટલી ગુજરાતી ફિલ્મોને સંગીતથી સુસજ્જ કરી છે. આમ
કનોડિયા બ્રધર્સએ પોતાના જીવનકાળ દરમિયાન ૩૧૪ ફિલ્મોમાં કામ કર્યું છે તેમજ નરેશ કનોડિયાને ગુજરાતી ફિલ્મોમાં પોતાની અનન્ય
સેવા આપવા માટે દાદાસાહેબ ફાળકે એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત