Site icon News Gujarat

ઓલરાઉંડર ખિલાડી હાર્દિક પાંડયાના નાનકડા પરિવારનો ફોટો હોટ ફેવરિટ છે સોશિયલ મીડિયા પર..

અભિનેત્રી નતાશા સ્ટેનકોવિક (Natasa Stankovic) એ પણ દીકરા અને પતિ હાર્દિક પાંડયા (Hardik Pandya) ની સાથે એક ફોટો શેર કરી છે છે, જેમાં ત્રણેવ એક સાથે જોવા મળી રહ્યા છે.

ઈન્ડીયન ક્રિકેટ ટીમના ઓલરાઉંડર ખિલાડી હાર્દિક પાંડયા (Hardik Pandya) અને પ્રસિદ્ધ અભિનેત્રી નતાશા સ્ટેનકોવિક (Natasa Stankovic) ના ઘરે એક દીકરાએ જન્મ લીધો છે. આ વાતની જાણકારી ખુદ હાર્દિક પાંડયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા પોતાના ફેંસને આપી હતી. તેમજ હાલમાં જ અભિનેત્રી નતાશા સ્ટેનકોવિક (Natasa Stankovic) એ પણ દીકરા અને પતિ હાર્દિક પાંડયાની સાથે એક ફોટો શેર કરી છે, જેમાં ત્રણેવ એકસાથે જોવા મળી રહ્યા છે. આ ફોટોમાં હાર્દિક પાંડયા પોતાના નાના દીકરાને ખોળામાં લઈને જોવા મળી રહ્યા છે તો ત્યાં જ અભિનેત્રી નતાશા સ્ટેનકોવિક પોતાના હાથમાં ગુલાબનો એક ગુલદસ્તો લીધેલ જોવા મળી રહી છે.

image source

અભિનેત્રી નતાશા સ્ટેનકોવિક (Natasa Stankovic) દ્વારા શેર કરવામાં આવેલ આ ફોટો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખુબ જ વાયરલ થઈ રહી છે, આ સાથે જ લોકો દ્વારા પણ ફોટો પર ખુબ જ કમેન્ટ કરવામાં આવી રહી છે. અભિનેત્રી નતાશા સ્ટેનકોવિકએ પતિ હાર્દિક પાંડયા (Hardik Pandya) અને દીકરાની સાથે ફોટો શેર કરતા લખે છે કે,

image source

‘મારો પરિવાર, મારી દુનિયા.’ નતાશા સ્ટેનકોવિકની આ ફોટો પર જ્યાં હાર્દિક પાંડયાએ હાર્ટ શેપ ઈમોજી દ્વારા કમેન્ટ કરી છે તો ત્યાં જ કેટલાક બોલીવુડ અને ટીવી સ્ટાર્સએ શુભકામનાઓ પણ આપી છે. આપને જણાવીએ કે, નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પાંડયાએ નવા વર્ષના અવસર પર સગાઈ કરી હતી. મે મહિનામાં હાર્દિક પાંડયા અને નતાશા સ્ટેનકોવિક લગ્નના બંધનમાં બંધાઈ ગયા હતા.

આપને જણાવીએ કે, અભિનેત્રી નતાશા સ્ટેનકોવિક (Natasa Stankovic) ની પ્રેગ્નેંસીના સમાચાર આપતા ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પાંડયા (Hardik Pandya) એ લખ્યું હતું કે, ‘નતાશા અને મારા સફર સાથેમાં ખુબ જ શાનદાર રહ્યું છે અને આ હવે વધારે ખુબસુરત થવા જઈ રહ્યું છે. એક સાથે હવે અમે પોતાની જીંદગીમાં એક નવા મહેમાનનું સ્વાગત કરવા માટે ખુબ જ ઉત્સાહિત છીએ.’

અભિનેત્રી નતાશા સ્ટેનકોવિકના વર્કફ્રંટની વાત કરીએ તો નતાશા સ્ટેનકોવિકએ ફિલ્મ ‘સત્યાગ્રહ’થી બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું હતું. નતાશા સ્ટેનકોવિકએ રીયાલીટી શો ‘બિગ બોસ- ૮’ (Bigg Boss 8)અને નચ બલિયેથી ઘણી વધારે ચર્ચામાં રહી હતી. એના સિવાય નતાશા સ્ટેનકોવિકએ ‘ડીજે વાલે બાબુ’ ગીતમાં પણ સિંગર બાદશાહની સાથે પોતાના ડાંસથી ખુબ ધમાલ મચાવી હતી.

Source : NDTV.Com

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version