વેન્ટીલેટર પર રાખેલી નવજાત બાળકીનું ચમત્કારિક રીતે હૃદય ધબક્યું, ઉનાની ઘટના જાણી રડવું આવી જશે!

ઘણી કહાનીઓ એવી હોય છે કે જેને જોઈને આપણે એમ થાય કે ચમત્કાર હજુ જીવે છે. એવું થાય કે ખરેખર જેનું કોઈ નથી એનો ભગવાન છે. ત્યારે આવી જ કઈક કહાની આજે પણ સામે આવી છે કે જેની હાલમાં સમગ્ર જગ્યાએ ચર્ચા થવા લાગી છે. માતા-પિતાને ત્યાં ત્રીજી પુત્રી જન્મતાં જ તેના હૃદયના ધબકારા બંધ થઇ ગયા હતા. તેને વેન્ટીલેટર પર રાખી હતી. આમ છત્તાં તેને દત્તક લેવા બનેવીએ આગ્રહભરી વિનંતી કરી. પિતાએ ભારે હૈયે હા પાડી. અને થયું એવું કે જેવી જ હા પાડી કે તરત જ પુત્રીનું હૃદય ધબકતું થયું.

image source

પછીની વિગતે વાત કરીએ તો 4 મહિનાની સારવાર બાદ સંપૂર્ણ દત્તક વિધી સાથે બનેવીએ તેને પોતાને ઘેર આવકારી. ગિરગઢડાના સમઢિયાળામાં રહેતા અને કોમ્પ્યુટરનો વ્યવસાય ધરાવતા જતિનભાઈ ઝાલાવાડિયાને સંતાનમાં એકેય પુત્રી નહોતી. બીજી તરફ તેમના સુરત રહેતા સાળા પંકજભાઈ રાખોલિયાને એક દિકરી બાદ બીજીનો જન્મ થયો હતો. એ વખતે જતીનભાઈ અને તેમના પત્ની ધર્મિષ્ઠાબેને પોતાના ભોજાઇ રંજનબેન અને ભાઇ પંકજભાઈ સમક્ષ બીજી પુત્રી પોતાને દત્તક આપી દેવા આગ્રહભરી વિનંતી કરી.

image source

એ સમયે આ રીતે બાળકીને દત્તક દેવાનું રંજનબેન અને પંકજભાઇનું મન ન માન્યું. 2 વર્ષ બાદ રંજનબેન અને પંકજભાઇને ત્યાં ત્રીજી પુત્રીનો જન્મ થયો. હવે જતીનભાઈ અને ધર્મિષ્ઠાબહેને તેમની ત્રીજી નવજાત પુત્રી દત્તક આપવા રીતસર પ્રેમભરી જીદ પકડી. પણ ધર્મિષ્ઠાબેનના ભાઇ-ભાભીની હજુ પુત્રી પોતાની પાસેજ રાખવાની ઇચ્છા હતા. જો કે, ત્રીજી પુત્રી નિવાંશીના જન્મના એકાદ કલાકમાં જ ડોક્ટરે રંજનબેન અને પંકજભાઇને કહ્યું, બાળકના હૃદયના ધબકારા સંપૂર્ણ બંધ થઈ ગયા છે. એને વેન્ટિલેટર પર રાખી છે. રીકવરી આવે તેની રાહ જોવી પડશે.

image source

આગળની પરિસ્થિતિની વાત કરીએ તો ઝાલાવાડિયા દંપતીએ સાળાની દિકરીની પરિસ્થિતિ જાણ્યા બાદ પણ દિકરી પોતાને દત્તક આપવા આજીજી કરી. આખરે બેન-બનેવીને મક્કમતા જોઇ રાખોલિયા દંપત્તિએ નિવાંશીને દત્તક આપવાની હા પાડી. ડોક્ટર આ બાબતે અજાણ હતા. પણ રાખોલિયા દંપતિએ હા પાડ્યાની પાંચજ મિનિટમાં વેન્ટિલેટર પર રાખેલી ઢીંગલીના હૃદયના સ્પંદન શરૂ થઇ ગયા. દસેક મિનિટ બાદ ડોક્ટરે બહાર આવી દિકરી હવે નોર્મલ હોવાના ખુશ ખબર આપ્યા.

image source

એ સાંભળી બન્ને દંપતિની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. વધુ સારવારના અંતે દિકરી ઘેર આવી. આખરે ચારેક મહિના બાદ ઝાલાવાડિયા દંપતિએ દત્તક વિધિ પૂર્ણ કરી અને દિકરી નિવાંશીના માતા-પિતા બન્યા. નિવાંશીનું ઘરમાં ભવ્ય સ્વાગત થયું. ત્યારે હવે આ ઘટના વિશે ચારેકોર વખાણ થઈ રહ્યા છે અને ચર્ચા થઈ રહી છે. તેમજ આ ઘટનામાં લોકો ભગવાનને યાદ કરીને કહાની શેર કરી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત