Navratri 2020: નવરાત્રીની પૂજા અને કળશ સ્થાપનામાં આ રીતે માત્ર 5 મિનિટમાં મેક અપ કરીને થઇ જાવો તૈયાર

સ્ત્રીઓને મેકઅપ કરવા માટે વધુ સમયની જરૂર હોય છે.એમાં પણ જો કોઈ તહેવાર કે લગન-પ્રસંગ હોય તો સ્ત્રીઓ તૈયાર થવામાં કલાકો પસાર કરે છે.સ્ત્રીઓનો મનગમતો તહેવાર એટલે નવરાત્રી.આ સમયમાં તો સ્ત્રીઓ બધા કામો ભૂલી જઈને ફક્ત તૈયાર થવામાં જ તેમનો સમય પસાર કરે છે.

image source

17 ઓકટોબર 2020 એ નવરાત્રી શરૂ થવા જઈ રહી છે.આવી સ્થિતિમાં જ્યારે પણ ઘરમાં તહેવારો અને પૂજાનું વાતાવરણ હોય છે
ત્યારે ઘરની મહિલાઓ તમામ પ્રકારના કામમાં ખૂબ વ્યસ્ત રહે છે.તે ઘરની દરેક નાની-મોટી બાબતોનું ધ્યાન રાખે છે.ઘરની સજાવટ હોય
કે બાળકોનાં કપડાં કે રસોડામાં બનાવવામાં આવતી કોઈપણ મીઠાઈ તે દરેક સ્ત્રીની જવાબદારી હોય છે.સાથે સ્ત્રીઓનું મન પણ હોય
છે,કે ખુબ સુંદર દેખાય અને સરસ તૈયાર થાય,પણ આ દોડા-દોડીમાં તેને પોતાના માટે જરા પણ સમય મળતો નથી.નવરાત્રીની પૂજા
અને કળશ સ્થાપના દરમિયાન મહિલાઓને તૈયાર થવું જરૂરી હોય છે અને આવી સ્થિતિમાં તેમની પાસે બિલકુલ સમય નથી હોતો.તો
ચાલો આજે અમે તમને એવી ટિપ્સ જણાવીએ જેની મદદથી તમે તમારા ઘરનું કામ પણ કરી શકશો અને સરળતાથી સરસ તૈયાર પણ
થઈ શકશો.

પહેલાંથી કપડાં અને દાગીના પસંદ કરો

image source

જ્યારે તમને ખબર હોય કે તમારા ઘરમાં કળશ સ્થાપના થવાની છે અને તમે આખો દિવસ ઘરના કામમાં જ વ્યસ્ત રેહશો,તો પછી
તમારી તૈયારીઓ અગાઉથી કરી લો.તમારે તે પ્રસંગમાં ક્યાં કપડાં પહેરવા છે અને કપડાં સાથે મેચ થાય એવા દાગીના એ બધું પેહલાથી
જ નક્કી કરી લો.જેથી કળશ સ્થાપના સમયે તમારો ઘણો સમય બચી જાય.ધ્યાનમાં રાખો જો તમે તમારી કોઈ જૂની મનપસંદ સાડી
પહેરી રહ્યા છો,તો બ્લાઉઝનું ફીટીંગ અગાઉથી તપાસો.

હેરસ્ટાઇલને સરળ રાખો

image source

પૂજા સમયે,કાં તો વાળ ખુલ્લા રાખીને તમારી પસંદનો પફ બનાવો અથવા તમે વાળને એક સાઈડ પણ બાંધી શકો છો.તમે આખા વાળને
પેક કરીને પણ હેરસ્ટાઇલ બનાવી શકો છો.અહીં તમને જણાવેલી આ હેરસ્ટાઇલ ઓછા સમયમાં જ બની જશે અને હેરસ્ટાઇલ બનાવતા સમયે તમારી કોઈ ભૂલ પણ નથી થાય.કારણ કે આ હેરસ્ટાઇલ ખુબ સરળ અને સુંદર છે.

મેચિંગ એસેસરીઝ

image source

તમારા કપડાને મેચિંગ એસેસરીઝ પહેલાથી નક્કી કરો.જો તમે બંગડીઓ પેહ્રવાના છો તો પેહલાથી જ તે બંગડીઓ સેટ કરીને રાખો.સ્થાપનાના થોડા સમય પેહલા જ ચાંદલો,હેરસ્ટાઇલ અને વાળ માટે પીનો શોધવામાં અને પસંદ કરવામાં સમય બગાડો નહીં.ઘણી વાર તમે તમારી રાખેલી વસ્તુઓ જ ના મળે.તેથી જ સમય પર આ બધી આફતો ટાળવા માટે પેહલાથી જ બધું નક્કી કરીને સેટ કરેલું રાખો.

હળવો મેકઅપ કરો

image source

પૂજા અને તહેવારો માટે તૈયાર થવા માટે ફક્ત તમારી આંખના મેકઅપને વધારે મહત્વ આપો.તમારી આંખો પર યોગ્ય રીતે મેકઅપ કરો
જેથી તે તમારી આંખો સુંદર લાગે અને તમે સરળ લુકમાં પણ સુંદર દેખાઈ શકો.આ સમય પર ચોક્કસપણે વધારે મેકઅપ કરવાની જરૂર
નથી.તેથી સમય પ્રમાણે જ મેકઅપ લગાવો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત