ભગવાન બચાવી લે, સામે આવ્યું કોરોનાનું નવું રૂપ, શ્વાસ ન ચડે અને લક્ષણ ન હોય તો પણ ઓક્સિજન લેવલ 50 સુધી પહોંચે

વાયરસની પહેલી લહેરમાં મોટા ભાગે મોટી ઉંમરનાં લોકો અને ગંભીર બીમારીવાળા લોકો સંક્રમિત થતાં હતાં જ્યારે બીજી લહેરમાં યુવાનો અને બાળકો પણ વાયરસની જપેટમાં આવી રહ્યાં છે. આ સાથે બીજા સ્ટ્રેનમાં લક્ષણો પણ બદલાયા છે અને મોતના આંકડાઓ આકાશ આંબી રહ્યાં છે. આ વચ્ચે અનેક કેસ તો એવા છે કે જેમાં દર્દીમાં કોઈ જ લક્ષણ દેખાતાં નહોતા અને પછી ઓચિંતા જ ઓક્સિજનનું લેવલ ઘટવા લાગે છે. દર્દીને ખબર જ ન પડે કે સેચ્યુરેટેડ ઓક્સિજનનું લેવલ 50 ટકા સુધી પહોંચી ગયું. આ પ્રકારની સ્થિતિ થવા પાછળનું એક કારણ સામે આવ્યું છે જાણીને તમે ચોંકી જશો.

image source

મળતી માહિતી મુજબ જ્યારે દર્દીઓને અહેસાસ થયાં વગર જ ઓક્સિજન લેવલ અચાનક ઘટી જાય તે પાછળનું કારણ છે હેપ્પી હાઇપોક્સિયા. જાણકારોનું કહેવું છે કે એમાં શરીરમાં વાઇરલ લોડ થાય છે અને એને લીધે ફેફસાંને નુકસાન પણ પહોંચે છે. ઓક્સિજનનું લેવલ નીચે આવી જાય છે અને સાવચેતી રાખવામાં ન આવે તો 50 ટકા પણ એ પહોંચી શકે છે. આ પછી અચાનક જ અમુક લક્ષણો સામે આવવા લાગે છે જેવા કે નબળાઈ, પરસેવો છૂટવો, ચક્કર આવવા અને આંખ સામે અંધારા છવાઈ જવા. આવું બે દિવસ સુધી જોવા મળ્યાં બાદ અચાનક જ 48 કલાક માં સામાન્ય દેખાતો દર્દી ઓચિંતા જ વેન્ટિલેટર પર પહોંચી જાય છે.

આ નવું નામ બહાર આવતાં લોકોને સવાલ થઈ રહ્યાં છે કે આ હેપ્પી હાઈપોક્સિયા શું છે અને એ કેવી રીતે સામાન્ય દેખાતાં માણસની હાલત 2 દિવસમાં બગાડી શકે છે? આ અંગે ભોપાલના ડો.વીકે ભારદ્વાજ, એમડી, હેમેટોલોજિસ્ટ સાથે વાતચીતમાં આ વિશે વિગતે માહિતી અપાઈ હતી જે વિશે અહી જણાવ્યું છે. હેપ્પી હાઈપોક્સિયા એ કોરોના વાયરસનું જ એક નવું લક્ષણ છે. વાયરસ સ્ટ્રેન બદલતાં પોતાનું બંધારણ બદલી રહ્યો છે જેથી લક્ષણો પણ બદલ્યાં છે. શરદી, તાવ, ઉધરસથી શરૂ થઈ આ ઈન્ફેક્શન ગંભીર ન્યુમોનિયા અને શ્વાસ લેવામાં સમસ્યા હવે મોટા ભાગનાં દર્દીઓમાં જોવા મળી રહી છે.

image source

કોવિડ-19નાં નવાં લક્ષણો હેપ્પી હાઈપોક્સિયા સામે આવતાં મુશ્કેલીઓમાં વધારો થયો છે. આ અંગે થયેલ એક રિસર્ચમાં સામે આવ્યું હતું કે કેટલાક સમયમાં ડાયરિયા, ગંધ-સ્વાદ ન આવવો, લોહી જામી જવું જેવાં અનેક નવાં લક્ષણ દેખાય છે. લોહીમાં ઓક્સિજન લેવલ ખૂબ જ ઘટી જાય એટલે હેપ્પી હાઈપોક્સિયા થયું હોય છે. જ્યારે કોઈ સ્વસ્થ વ્યક્તિના લોહીમાં ઓક્સિજન સેચ્યુરેશન 95 ટકા અથવા વધારે હોય છે પણ કોરોનાનાં દર્દીમાં ઓક્સિજન સેચ્યુરેશન ઘટીને 50 ટકા સુધી પહોંચી જાય છે. મળતી માહિતી મુજબ હાઈપોક્સિયાને લીધે કિડની, મગજ, હૃદય અને અન્ય મુખ્ય અંગો કામ કરતા બંધ થવા લાગે છે.

કોરોનાનાં દર્દીમાં શરૂઆતી સ્તર પર કોઈ જ લક્ષણ મળ્યાં ન હતાં અને તેઓ હેપ્પી જ દેખાતાં હતાં જેથી આવું નામ રાખવામાં આવ્યું છે. કોરોનાનાં દર્દીમાં ઓચિંતા જ ઓક્સિજન સ્તર શા માટે ઘટી જાય છે તે દર્શાવે છે કે જેતે વ્યક્તિ આમ તો સ્વસ્થ અને હેપ્પી દેખાઈ રહ્યો છે પણ તે આ બીમારીનો શિકાર બનેલ હોય છે. આ અંગે રિસર્ચ કરતાં લોકો અને મેડિકલ નિષ્ણાતોએ જણાવ્યું હતું કે આ બીમારીમાં ફેફસાંમાં લોહીની નસોમાં જામ થઇ જવું તે હેપ્પી હાઈપોક્સિયાનું મુખ્ય કારણ માનવામાં આવે છે. જેમ જેમ આ ઈન્ફેક્શન આગળ વધે છે તેમ તેમ શરીરમાં સોજો વધવા લાગે છે.

image source

આ પછી સેલુલસ પ્રોટીન રિએક્શન ઝડપી બની જાય છે. ત્યારે લોહી જામવા લાગે છે. એનાથી ફેફસાંને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી શકતો નથી અને લોહીમાં ઓક્સિજન સેચ્યુરેશન ઓછું થવા લાગે છે. ઘણાં એવા કિસ્સાઓ સામે આવ્યાં છે જેના પર વિશ્વાસ કરવો નિષ્ણાંતો દ્વારા પણ અઘરો બની જાય છે કારણ કે જેમનામાં કોઈ જ લક્ષણ ન હોય અથવા મામૂલી લક્ષણ છે એ હેપ્પી હાઈપોક્સિયાનાં ભોગ બનેલ હોય છે. ચિંતાનો વિષય એ છે કે આ સમસ્યા યુવાનોમાં જ વધારે દેખાઈ રહી છે.

આ અંગે એક્સપર્ટનું કહેવું છે કે એની પાછળ બે કારણ છે. એક તો યુવાનોની ઈમ્યુનિટી મજબૂત હોય છે. અને બીજું તેમની ઊર્જા પણ અન્ય લોકોની તુલનામાં વધારે હોય છે. તેમની સહનશક્તિ અન્ય લોકોથી વધારે હોય છે. જો ઉંમર વધારે હોય તો ઓક્સિજન સેચ્યુરેશનના 94 ટકાથી 90 ટકા પણ અહેસાસ થાય છે. તેનાથી વિપરીત યુવાનોમાં 80 ટકા ઓક્સિજન સેચ્યુરેશન પર પણ લક્ષણો અનુભવાતા નથી જેથી જાણ ખૂબ જ મોડી થાય છે. કોરોના 85 ટકા લોકોમાં માઈલ્ડ, 15 ટકામાં મોડરેટ અને 2 ટકામાં જીવલેણ થઈ રહ્યા છે. જો કે વધારે યુવાનોમાં માઈલ્ડ લક્ષણ હોય છે.

image source

જો હોસ્પિટલોમાં દાખલ કરવામાં વિલંબ થઈ જાય છે તો ઘણુ અઘરુ બની જાય છે. આ સાથે જાણવા મળ્યું છે કે આ જોખમ વૃદ્ધો અને ઓછી ઈમ્યુનિટી ધરાવતા લોકોને જ છે. કોરોનાનાં નવાં લક્ષણ સામે આવી રહ્યાં છે, માઈલ્ડથી મોડરેટ અને ક્રિટિકલ થઈ રહેલા દર્દીઓને અલર્ટ સિગ્નલની જાણકારી હોવી જરૂરી બની ગઈ છે.

સરકારી અને પ્રાઈવેટ હોસ્પિટલોના ડોક્ટરોની એક સાયન્ટિફિક કમિટી બનાવવી જોઈએ જેથી લક્ષણો અંગે દરરોજ અલર્ટ જારી કરી શકાય. મળતી માહિતી મુજબ રેશેઝ, ડાયરિયા, કન્ઝક્ટિવાઈટિસ, સાંધાના દુખાવા પણ કોરોનાનાં નવાં લક્ષણ છે જેને રાજ્ય અથવા કેન્દ્ર RT-PCR ટેસ્ટિંગ પ્રોટોકોલમાં સામેલ કરવામાં આવતાં નથી. મોટા ભાગે મ્યૂટેન્ટ વેરિયેન્ટને લીધે RT-PCRમાં પણ એ પકડમાં આવતો નથી. ડેઈલી મેડિકલ બુલેટિન જાહેર કરવાથી માઈલ્ડ કેસને ક્રિટિકલ થતાં અટકાવવામાં મદદ મળે છે. આનીથી મોટા ભાગે યુવાનોના જીવ બચાવી શકાશે.

image source

કોરોનાના દર્દીનાં પલ્સ ઓક્સિમીટર પર પોતાના ઓક્સિજનની તપાસ કરવા સલાહ પણ આપવામાં આવે છે. આ સાથે વાત કરીએ તેનાં લક્ષણો વિશેની તો હેપ્પી હાઈપોક્સિયામાં હોઠનો રંગ બદલાવા લાગે છે. એ સામાન્ય લીલો થઈ જાય છે. ત્વચા પણ લાલ થઈ જાય છે અને સતત પરસેવો છૂટવા લાગે છે. આવું દેખાયાં બાદ જ્યારે ચેક કરવામાં આવે ત્યારે લોહીમાં ઓક્સિજનનું ઓછું થયેલ જોવા મળે છે અને હોસ્પિટલમાં દાખલ કરવા સુધીની ફરજ પડે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!