ડ્રગ્સ કેસની તપાસ કરતાં 20 અધિકારી કોરોના પોઝિટિવ, હવે અમદાવાદ NCB જશે મુંબઈ, આ અભિનેત્રીઓના પણ થશે કોરોના ટેસ્ટ

માર્ચ માસથી કડક લોકડાઉન કર્યા બાદ પણ જે કોરોના વાયરસ કાબૂમાં ન આવ્યો તે અનલોકની પ્રક્રિયા દરમિયાન તો જાણે કોરોના બ્રેક વિનાની ગાડીની જેમ આગળ વધી રહ્યો છે. દેશમાં રોજે રોજ કોરોનાના નવા 80 હજારથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે જેના કારણે કુલ કેસ હવે 62 લાખથી વધી ચુક્યા છે.

image source

દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ સૌથી વધુ મહારાષ્ટ્રમાં જોવા મળે છે. તેમાં પણ મુંબઈ નગરીના હાલ બેહાલ કોરોનાએ કરી દીધા છે. અહીં સામાન્ય લોકોથી લઈ, નેતાઓ અને ફિલ્મ અભિનેતાઓ પણ કોરોનાથી બચી શક્યા નથી. તેવામાં જાણવા મળ્યું છે કે તપાસ એજન્સી એનસીબીની ટીમ પણ કોરોના સંક્રમિત થઈ ગઈ છે.

image source

મુંબઈમાં કોરોના વાયરસ કાળો કહેર વર્તાવી રહ્યો છે તેવામાં સુશાંતના કેસમાં ડ્રગ્સ કનેક્શનને લઈને તપાસ કરી રહેલી એનસીબીની ટીમના અધિકારીઓ પણ કોરોનાની ચપેટમાં આવી ગયા છે. સુશાંત કેસમાં ડ્રગ્સ એન્ગલની તપાસ કરી રહેલી એનસીબીની ટીમના 20 કર્મચારીના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ વાત સાથે જ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. કારણ કે આ અધિકારીઓ છેલ્લા કેટલાક દિવસની તપાસ દરમિયાન એક્ટિવ હતા અને અભિનેત્રીઓની પુછપરછમાં પણ જોડાયા હતા.

image source

હવે એનસીબીની ટીમના અન્ય સભ્યોના કોરોના ટેસ્ટ કરવામાં આવશે. આ કેસમાં તપાસ અટકે નહીં તે માટે અમદાવાદ, ઇન્દોર, ચેન્નઈથી એનસીબીની ટીમને મુંબઈ બોલાવવામાં આવી છે. આ સાથે જ જાણવા મળ્યું છે કે અત્યાર સુધીમાં જેટલા પણ સેલિબ્રિટીની પુછપરછ કરવામાં આવી હતી તેમના પણ કોરોના ટેસ્ટ કરાવવામાં આવશે.

image source

જણાવી દઈએ કે આ પહેલાં પણ એનસીબીની ટીમના 4 કર્મચારી કોરોના પોઝિટિવ આવ્યા હતા. ત્યારબાદ એક ડ્રગ પેડલરનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. હવે જ્યારે વધુ 20 અધિકારીઓને કોરોના આવતાં હવે અભિનેત્રી દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર, રકુલ પ્રીત સિંહ અને સારા અલી ખાનને પણ તેમના ટેસ્ટ કરાવવા કહેવામાં આવ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત