તમે પણ રહો છો ન્યૂક્લિઅર ફેમિલિમાં તો આ છે મોટી સાઈડ ઇફેક્ટ્સ

પરિવારની જરૂરિયાત અને તેનું મહત્વ શું છે તે ભારતમાં રહેનારી વ્યક્તિ સારી રીતે જાણી શકે છે. અહીં સંસ્કૃતિના કારણે વ્યક્તિ અન્ય મુલક કરતાં પોતાને વધારે સભ્ય બનાવે છે, આ સમયની માંગ અને બદલાતા સમયે પરિવારોને નાના કરી દીધા છે. અહીં દાદા-દાદી, નાના-નાની, ભાઇ-બહેન વહેંચાઇ ગયા છે અને રહી ગયા છે તો હમ દો, હમારે દો અથવા તો એક પણ નહીં અને હાલ નહીંની ભાવના આવી ચૂકી છે. આ પ્રકારના ન્યૂક્લિઅર ફેમિલિની સંખ્યા વધી રહી છે. મોટા શહેરોમાં નાના ઘરોએ આ ન્યૂક્લિઅર ફેમિલિને લોકપ્રિય બનાવી દીધા છે. લાઇફસ્ટાઇલમાં ન્યૂક્લિઅર ફેમિલિથી વધારે કંઇ વિચારી શકાતું નથી અને સાથે જ આ ફેમિલિના સાઇડ ઇફેક્ટ્સને પણ જાણી લેવા આવશ્યક છે. આ વાત અલગ છે કે આ સાઇડ ઇફેક્ટ્સમાં કેટલીક વાતો સકારાત્મક છે તો કેટલીક નકારાત્મક પણ છે.

કેર કરી શકાતી નથી

image soucre

આજના સમયમાં બંને પેરન્ટ્સ વર્કિંગ હોય છે. એવામાં જો તમારા એક પાર્ટનર કે બાળકોને કોઇ તકલીફ થાય કે કોઇ બીમાર પડે તો તેની દેખરેખ કરવાનો પણ સમય તમારી પાસે હોતો નથી. નોકરી કરવી એ એક મજબૂરી હોય છે. એવામાં બાળકો અને મોટાં બંનેની જવાબદારી સંભાળવી એ એક મુશ્કેલ કામ રહે છે.

અસુરક્ષિતતા અનુભવવી

ન્યૂક્લિઅર ફેમિલિમાં હંમેશાં પેરન્ટ્સને પોતાના ઘર અને બાળકોની સુરક્ષાની ચિંતા રહ્યા કરે છે. ક્યારેક ઘરમાં રાખેલા કિંમતી સામાનની ચોરીનો ડર, ક્યારેક સ્કૂલમાંથી બાળકોના ઘરે પહોંચવાની ચિંતા અને અનેક નાની વાતો તેમના કામને અસર કરે છે. આ જ કારણ છે કે ન્યુક્લિઅર ફેમિલિમાં હત્યા અને ચોરીના બનાવો વધારે જોવા મળે છે. અનેક લોકોનો સામનો કરવાને બદલે ચોર પણ ન્યુક્લિઅર ફેમિલિને પસંદ કરે છે.

બાળકોની કેર કરનાર કોઇ હોતું નથી

image soucre

જ્યારે તમે ન્યૂક્લિઅર ફેમિલિમાં રહો છો ત્યારે પેરન્ટ્સને માટે અનેક વિવિધ પ્રકારની સિચ્યુએશન્સ આવતી રહે છે. અહીં બાળકોની જવાબદારી પણ વધી જતી હોય છે. આ સમયે તેમને લાગે છે કે જો ઘરમાં કોઇ વડિલ હોય તો સરળતા રહે છે. તે તેમને સારી રીતે ગાઇડ કરી શકે અને સાથે તેનાથી બાળકોની કેર પણ સારી રીતે થઇ શકે. પેરન્ટ્સ પણ બાળકોની ચિંતા કર્યા વિના તેમનું કામ કરી શકે છે.

ભાવનાત્મક સહારાની ઊણપ

image soucre

જીવનમાં અનેક એવી ક્ષણો આવે છે જ્યાં તમે પોતાને તૂટેલા અને વિખેરાયેલા પસંદ કરો છો. અહીં તમે ઘરના વડિલની પાસે સહારો શોધો છો અને સાથે તેમનું માર્ગદર્શન લઇ આગળ વધવાની ઇચ્છા રાખો છો. અનેક વાર જ્યારે કપલ્સમાં ઝઘડા થાય છે ત્યારે તેમાંથી પણ અનેક વાતો શીખવા મળે છે. અનેક પરિસ્થિતિને સમજી શકો છો અને સાથે તેને સારી રીતે સંભાળી પણ શકો છો.

મૂળ સંસ્કારોથી જોડાઇ શકતા નથી

image soucre

દરેક જૂની વાતો રૂઢિવાદી હોતી નથી. પરંપરામાં અનેક એવી વાતો છે જેને સમજવું આવશ્યક રહે છે. તહેવારો અને તેની સાથે જોડાયેલી વાતો અનેકગણું શીખવે છે. અને એ ત્યારે જ સંભવ છે જ્યારે મોટાનો સાથ હોય. ન્યૂક્લિઅર ફેમિલિમાં આ વાતોની મદદ મળતી નથી અને લોકો તેનાથી દૂર રહે છે.

શેરિંગ અને કેરિંગ ભાવનાની ખામી

image soucre

પરિવારમાં તમે સુખ કે દુઃખ દરેક વાતને સારી રીતે શેર કરી શકો છો. અને સાથે એકમેકનો ખ્યાલ રાખવાનું પણ શીખી લો છો. અહીં ન્યૂક્લિઅર ફેમિલિમાં તમે આ વાતથી સતત દૂર રહો છો અને તમારી પોતાની કેર પણ તમારે જાતે જ કરવાની રહે છે. કોઇ તમારી મદદે આવવાનું નથી. જો તમે અલગ રહો છો તો તમે કે તમારા બાળકો કોઇપણ આ વાતને શીખી શકતા નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!