નિવૃત્તિ માટે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો ઈન્વેસ્ટમેન્ટ પ્લાન્સ તો 5માંથી 3 નંબરનો ઈંવેસ્ટમેંટ પ્લાન છે જોરદાર

નોકરી કે વેપાર કરતાં લોકો જ્યારે નાની ઉંમરના હોય છે ત્યારે ધંધાને વધારવાનું સતત વિચારે છે અને જો નોકરી કરતાં હોય તો એક પછી એક પ્રમોશન લઈ આગળ વધવાનું પ્લાનિંગ કરતા હોય છે. આ દોડધામમાં ઘણીવાર લોકો પોતાના નિવૃત્તિના સમય માટે જરૂરી રોકાણ કરવાનું ભુલી જ જાય છે. જ્યારે સૌથી જરૂરી તો એ જ હોય છે કે તમે કમાતા હોય ત્યારે જ બચત અને રોકાણ એવી રીતે કરો કે તમને નિવૃત્તિ સમયે પણ શાનદાર જીવન જીવવામાં સમસ્યા થાય નહીં.

image source

નિવૃત્તિ સમયે સારું અને ચિંતા મુક્ત જીવન જીવવા માટે લોકોએ સમયસર જ રોકાણ શરુ કરી દેવું જોઈએ. જો યોગ્ય સમયે રોકાણ થઈ જાય તો નિવૃત્તિ પછીનો સમય આરામથી પસાર થાય છે. તો ચાલો આજે તમને જણાવીએ નિવૃત્તિમાં આરામદાયક જીવન જીવી શકાય તેવા લાભ આપતા 5 પ્લાન વિશે.

રાષ્ટ્રીય પેન્શન યોજના

એનપીએસમાં રોકાણ કરવાથી તમે 60 વર્ષની ઉંમરથી નિયમિત પેન્શન મેળવી શકો છો. ત્રણ વર્ષ સુધી ઈંવેસ્ટમેંટ કર્યા પછી તમને તેમાંથી પૈસા ઉપાડવાની પણ સુવિધા મળે છે. મેચ્યોરિટી પહેલા કુલ જમાના 25 ટકા પૈસા ઉપાડી શકાય છે. આ સિવાય ઘર બનાવવા કે અન્ય ઈમરજન્સીમાં પણ પૈસા ઉપાડી શકાય છે. આ ટેક્સ ફ્રી પણ હોય છે.

image source

અટલ પેન્શન યોજના

અટલ પેન્શન યોજના 18થી 40 વર્ષના તમામ લોકો માટે છે. આ યોજનામાં સરકાર પણ પોતાના તરફથી પ્રીમિયમમાં યોગદાન કરે છે. સરકાર આ યોજનાનો લાભ લેનાર લોકોના યોગદાનના 50 ટકા યોગદાન આપે છે.

પ્રધાનમંત્રી વય વંદના યોજના

આ યોજના 10 વર્ષની હોય છે જેનો લાભ લેવા માટે વ્યક્તિની ઉંમર 60 વર્ષની હોવી જોઈએ. તેમાં દર વર્ષે વ્યાજ દર નક્કી કરવામાં આવે છે. 31 માર્ચ 2021ના રોજ પૂર્ણ થતા નાણાકીય વર્ષમાં તેના પર 7.40 ટકા વ્યાજ મળી રહ્યું હતું. તેમાં વધુમાં વધુ 15 લાખ જમા કરી શકાય છે.

image source

સીનિયર સિટિઝન સેવિંગ સ્કીમ

સીનિયર સિટિઝન સેવિંગ સ્કીમની અવધિ પાંચ વર્ષની હોય છે. તેમાં વધુમાં વધુ 15 લાખ રૂપિયાનું રોકાણ થઈ શકે છે. સાથે જ તેમાં એકથી વધુ અકાઉન્ટ ખોલી શકાય છે. તેના પર 7.4 ટકાના દરે રીટર્ન મળે છે. તેમાં 1000 રૂપિયાના રોકાણથી શરુ કરી શકાય છે. તેમાં રોકાણની સમયસીમા 5 વર્ષની હોય છે. આ યોજનામાં 60 વર્ષથી વધુના લોકો રોકાણ કરી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!