લ્યો બોલો, હવે રોબોટ કૂતરો ચલાવશે તમારી રિક્ષા, વિશ્વાસ ના આવતો હોય તો જોઈ લો સોશિયલ મિડીયામાં ધડાધડ થતો આ વાયરલ વીડિયો

વર્તમાન સમયમાં લોકોનું કામ આસાન કરવા માર્કેટમાં અનેક પ્રકારના રોબર્ટ ઉપલબ્ધ છે. ઘણી રેસ્ટોરન્ટમાં રોબર્ટ જમવાનું પીરસતા જોવા મળશે તો કોરોનાકાલણાં ઘણી હોસ્પિટલમાં દવા, પાણી અને સેનેટાઈરની ટ્રોલી લઈને રોબર્ટ નર્સ તરીકેની ફરજ બજાવતા જોવા મળશે, તો આ અંગે અનેક વૈજ્ઞાનિકોનું માનવું છે કે રોબોર્ટ તે આપણું ભવિષ્ય છે.

image source

મનુષ્યનું જીવન સરળ કરવા માટે રોબર્ટ હવે આવી ગયા છે. વૈજ્ઞાનિકો તેવા અનેક નવા આવિષ્કાર કરી રહ્યા છે જેનાથી રોબોર્ટ દ્વારા આપણું કામ સંચાલિત કરી શકાય. વળી ટેકનોલોજીની મદદથી નવીનવા સંશોધન થઇ રહ્યા છે. બીજા શબ્દોમાં કહીએ તો ટેકનોલોજીના કારણે રોબોટિક ક્ષેત્રે વૈજ્ઞાનિકોએ હરણફાળ ભરી છે. ત્યારે હાલમાં જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં એક કૂતરા જેવો રોબોર્ટ હાથ રીક્ષા જેવું વાહન ખેંચી રહ્યો છે. આ નવી ટેકનોલોજીને જોઇને લોકો પણ આશ્ચર્યચક્તિ થયા છે. આ રોબોર્ટ રીક્ષા ખેંચીને એક વ્યક્તિને બીજા સ્થળે લઇ જાય છે.

રોબોટ ડોગનું પરીક્ષણ

image source

સામે આવેલા આ ફેટેજમાં અમેરિકી ઇફેક્ટ ડિઝાઇનર અને ટેલિકોમ પર્સનાલિટી એડમ સૈવેજ આ ત્રણ પૈડાની ગાડીમાં બેઠા છે. અને આ એક રોબોટ ડોગનું પરીક્ષણ છે. જો કે આ વીડિયો ફેબ્રુઆરીનો છે. આ વીડિયોએ આઇએએસ અધિકારી સુપ્રિયા સાહૂ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કરી છે. આ પછી આ વીડિયો ખૂબ વાયરલ થવા લાગ્યો છે. આ વીડિયોમાં એડમ સેવેજ રોબોર્ટ ડોગથી બાંધેલી ગાડી પર સવારી કરતા જોવા મળે છે અને જેવું તે ડોગને રસ્તા પર જવાનું કહે છે આદેશ મુજબ રોબોર્ટ ડોગ ચાલવા લાગે છે. હાલમાં વીડિયોએ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી છે.

સ્પોર્ટ એક ફૂર્તિલો મોબાઇલ રોબોટ છે

image source

આ રોબોર્ટ ડોગનું નામ સ્પોર્ટ છે. સ્પોર્ટ એક ફૂર્તિલો મોબાઇલ રોબોટ છે. જેને અમેરિકી એન્જિનિયરિંગ અને રોબોટિક્સ ડિઝાઇન કંપની બોસ્ટન ડાયનેમિક્સ દ્વારા વિકસિત કરવામાં આવ્યા છે. અને તેમના કહેવા મુજબ આ રોબોર્ટ અભૂતપૂર્વ ગતિશીલતા સાથે આ વિસ્તારને નેવિગેટ કરવા માટે સક્ષમ છે.

આઇએએસ ઓફિસર સુપ્રિયા સાહૂએ આ વીડિયો શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે ભવિષ્યમાં રિક્ષા, રોબાટ ચાલિત રિક્ષા ગાડી એક અદ્ધભૂત પ્રોટોટાઇમ લાગી રહી છે. આ વીડિયો તેમણે 19 ઓક્ટોબરે શેર કર્યો હતો. અને ત્યારથી લઇને અત્યાર સુધીમાં તેને 65 હજાર 200થી વધુ વ્યૂઝ મળ્યા છે. સાથે જ 4500થી વધુ લાઇક્સ અને સાત સોથી વધુ રિટ્વિટ મળ્યા છે.

એક યુઝરે લખ્યું- શાનદાર રિક્ષા

image source

આ વીડિયો પર એક યુઝરે લખ્યું છે કે આ ખરેખરમાં શાનદાર રિક્ષા છે. અને ત્યાં જ બીજા એક યુઝર્સે ચૂટકી લેતા કહ્યું કે હું તેવા વ્યક્તિની રાહ જોઇ રહ્યો છું જે ઓફિસ જવા માટે મારા માટે આવી ગાડી લાવે. ધ વર્ઝની ખબર મુજબ ફેબ્રુઆરીમાં સ્પોટ ધ રોબોટ ને બોસ્ટન ડાયનેમિક્સ દ્વારા સેવેજને ઉધાર આપી હતી. તેમણે આનો ઉપયોગ ઘરથી બનેલી રિક્ષામાં પોતાને ખેંચીને લઇ જવા માટે કર્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત