કરોડો નો ખજાનો ધરાવતાં આ મંદિર માં પડી રૂપિયા ની તંગી રાજ્ય સરકાર પાસે માંગી મદદ

દેશનું સૌથી અમીર મંદિર જે પોતાની એક લાખ કરોડની સંપતિ માટે પ્રખ્યાત છે તેવા તિરુવનંતપુરમના પદ્મનાભસ્વામી મંદિર પર પણ કોરોનાનો માર પડ્યો છે. લોકડાઉન પહેલા જે મંદિરની રોજની આવક હજારોની હતી અને જ્યાં દર મહિને કરોડોનું દાન આવતું હતું તે મંદિરમાં આવક હવે હજારોની થઈ જતા મંદિરની આર્થિક સમસ્યા વધી છે.

image source

આ મંદિરના સ્ટાફ અને પૂજારીને ચુકવાતી રકમ અને અન્ય ખર્ચ મળી મંદિરનો મહિનાનો ખર્ચ જ 1 કરોડ જેટલો છે. પહેલા મંદિરને મહિને 5થી 7 કરોડની આવક થતી તો આ ખર્ચ નીકળી જતો પરંતુ 25 માર્ચથી મંદિર બંધ છે તેવામાં આવક અને દાન બંને લગભગ બંધ થઈ ચુક્યા છે. તેવામાં પદ્મનાભસ્વામી મંદિર હવે સરકાર અને ત્રાવણકોર રાજ પરિવાર સમક્ષ મદદની રજૂઆત કરવાની તૈયારી કરી રહ્યું છે.

image source

અનલોક-1માં મંદિરો ખોલવાની મંજૂરી મળી ચુકી છે પરંતુ કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખી અને 30 જૂન સુધી મંદિર બંધ રાખવા નિર્ણય કરાયો છે. જૂનના છેલ્લા સપ્તાહમાં મંદિર સમિતિની એક બેઠક મળશે. જેમાં મંદિરના આર્થિક સંકટની ચર્ચા મુખ્ય વિષય હશે. કારણ કે એપ્રિલ માસમાં તો મંદિરમાં 7 લાખ જેટલી રકમ દાનમાં આવી પણ હતી પરંતુ ત્યારબાદથી હવે દાન ના બરાબર થયું છે.

image source

જણાવી દઈએ કે આ પ્રખ્યાત મંદિરમાં દર વર્ષે એપ્રિલ માસમાં સ્ટાફને ઈન્ક્રીમેન્ટ આપવામાં આવતું પરંતુ આ વર્ષે વધારો તો નહીં પરંતુ પદ્મનાભ મંદિરના 150થી વધુ પુજારીઓના પગારમાં 20 ટકાનો કાપ મુકવામાં આવ્યો છે. જો કે મંદિર પ્રશાસનનું કહેવું છે કે પગાર અટકાવવામાં આવ્યો છે જ્યારે મંદિરની સ્થિતિ પહેલા જેવી થઈ જશે તો બધાને તે પરત કરવામાં આવશે.

20 ટકા પગાર પર રોક એટલા માટે છે કે જેથી મંદિરનો ખર્ચ જુલાઈ માસ સુધી નીકળી જાય. કારણ કે જુલાઈ માસથી મંદિર ખુલશે તો પણ શ્રદ્ધાળુ પહેલા જેટલા આવશે નહીં. હવે જ્યારે મંદિરની આવક સાવ તળીયે છે ત્યારે મંદિર ટ્ર્સ્ટ સરકાર તરફથી મળતા 25 લાખના અનુદાનની રકમ વધારી 2 કરોડ કરવાની માંગ કરી રહ્યું છે.

image source

અત્રે ઉલ્લેખનીય છે કે આ મંદિર 5000 વર્ષ જૂનું છે. આ મંદિરનો ઉલ્લેખ અનેક પુરાણોમાં પણ મળી આવે છે. જો કે 16મી સદીમાં ત્રાવણકોરના રાજપરિવારે મંદિરનું ફરી નિર્માણ કરાવ્યું હતું. 17મી સદીમાં રાજા માર્તંડ વર્માએ સ્વંયને પદ્મનાભસ્વામીના દાસ ઘોષિત કર્યા હતા. ત્યારથી આ રાજ પરિવારના પુરૂષોના નામ સાથે પદ્મનાભ દાસ અને મહિલાઓના નામ સાથે પદ્મનાભ સેવિકા જોડવામાં આવે છે.

image source

આ મંદિરની ચર્ચા સૌથી વધુ વર્ષ 2011માં થઈ હતી જ્યારે મંદિરના ભોંયરામાંથી અનેક બહુમૂલ્ય રત્ન અને સોનાના સિક્કા મળ્યાં હતાં. અંદાજે 800 કિલોના સોનાના સિક્કા 2જી સદીના છે. આ એક સિક્કાની કીમત આજે અઢી કરોડ રુપિયાથી પણ વધારે ગણાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત