Site icon News Gujarat

1962માં ભારત-ચીન વચ્ચે થયેલાં યુદ્ધની સ્ટાઈલમાં 100 ચીની સૈનિકો ઉતરાખંડમાં ઘુસ્યા

લદાખ ના પૂર્વ વિભાગમાં તનાતાની પછી ચીને ઉત્તરાખંડ માં નાપાક હરકત કરી છે. એક રિપોર્ટ અનુસાર ચીની સેનાના 100 થી વધુ જવાનો બોર્ડર પાર કરી ભારતમાં ઘૂસી આવ્યા હતા. આ સૈનિક ઉત્તરાખંડના બારાહોતી વિસ્તારમાં ઘૂસી ગયા હતા. રિપોર્ટ અનુસાર આ ચીની સૈનિકોએ કેટલુંક નુકસાન પણ કર્યું છે.

image soure

રિપોર્ટ અનુસાર આ ઘટના 30 ઓગસ્ટની છે. ભારતની સીમામાં પાંચ કિલોમીટર અંદર ઘૂસી આવ્યા હતા અને તેમની પાસે 50 થી વધુ ઘોડા પણ હતા. આ ઘુસણખોરીના થોડા કલાકો બાદ તેઓ પરત ચીનમાં પહોંચી ગયા હતા. ચીની સૈનિકો તુન જૂન લા પાસને પાર કરીને ચીનના 100થી વધુ સૈનિક ભારતીય વિસ્તારમાં પાંચ કીમિથી પણ વધારે અંદર એવી ગયા હતા.

image source

જો કે આ અંગેના એક દાવામાં એમ પણ કહેવાયું છે કે ચીન સૈનિકો જ્યારે પરત ફર્યા ત્યારે તેમણે એક પુલ પર હુમલો કરી ને તે પુલને તોડી નાખ્યો હતો. આ રિપોર્ટ સામે આવ્યા બાદ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. આ મુદ્દે ફરીવાર રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

image source

મહત્વનું છે કે આ વિસ્તારમાં ભારત તિબેટ સીમા પર પોલીસના જવાન તૈનાત છે. ભારતીય સૈનિકોને સૂચના મળ્યા બાદ આ વિસ્તારમાં ભારતીય સૈનિકો એ ત્યાં ચકાસણી પણ કરી લીધી હતી. વાત એવી પણ સામે આવી છે કે આ વિસ્તારમાં બને દેશો વચ્ચે સરહદના રેખાંકન વચ્ચે સ્પષ્ટતા નથી તેથી ઘણીવાર અહી સીમા ઉલ્લંઘનની ઘટના બને છે. જો કે 30 ઓગસ્ટના રોજ જે ઘૂસખોરી થઈ હતી તેમાં ચીનીનસૈનિકોની સંખ્યા વધુ હતી.

image source

આ પહેલા સપ્ટેમ્બર 2018 માં ચીની સૈનિકો એ આ વિસ્તાર માં એક થી વધુ વાર ઘૂસણખોરી કરી હતી. આ વાત હાલમાં મહત્ત્વની એટલા માટે છે કે ચીને એલઓસી પાસે બાંધકામ શરૂ કર્યું છે. આ ઘટના બાદ ભારત 3000 કિમી લાંબી સરહદ પર નજર રાખી રહ્યું છે. ચીન અને ભારત ના સૈનિકો વચ્ચે 5 મે ના રોજ ગતિરોધ થયો હતો. ત્યાર બાદ થી ચીન અને ભારત ની બોર્ડર પર સૈનિકો ની સંખ્યા વધારી દેવામાં આવી છે.

Exit mobile version