1971ના યુદ્ધમાં જાલંધરના મંગલ પાકિસ્તાનમાં એરેસ્ટ થયા હતા, 49 વર્ષ બાદ પત્નીને મળ્યો મેસેજ, પતિ જીવતા છે

75 વર્ષના સત્યા દેવીની સંઘર્ષની વાત સામાન્ય મહિલાઓ માટે એક ઉદાહરણરૂપ છે. તેમના પતિ મંગલ સિંહની 1971માં પાકિસ્તાની સૈન્યએ ધરપકડ કરી હતી. તે સમયે મંગલ સિંહની ઉંમર માત્ર 27 વર્ષની જ હતી. સત્યાના ખોળામાં બે દિકરા હતા. એક ત્રણ વર્ષનો અને બીજો બે વર્ષનો હતો. ત્યારથી જ સત્યાએ પોતાના પતિની રાહ જોતા જોતાં કેટલાએ દસકા પસાર કરી લીધા.

image source

બાળકોને પાળવા તેમને ઉછેરવાની સાથે સાથે તેમણે ક્યારેય પોતાના પતિના પાછા આવવાની આશા નહોતી છોડી. ભારત સરકારને કેટલાએ પત્રો મોકલ્યા અને છેવટે 8 વર્ષ બાદ તેમના પ્રયાસે તેમને સફળતા આપી. હવે 49 વર્ષ બાદ રાષ્ટ્રપતિ કાર્યાલય તરફથી પત્ર મોકલીને સત્યાને તેમના પતિ જીવતા હોવાની જાણકારી આપવામા આવી છે. તેમાં જણાવવામાં આવ્યું કે મંગલ પાકિસ્તાનની કોટ લખપત જેલમાં કેદ છે. પાકિસ્તાન સરકાર સાથે વાત કરીને તેમની મુક્તિનો પ્રયાસમાં ઝડપ લાવવામાં આવશે. પિતાને યાદ કરીને દીકરાઓની આંખો ભીની થઈ ગઈ સત્યા અન તેમના બે દિકરા છેલ્લા 49 વર્ષથી મંગલની રાહ જોઈ રહ્યા હતા. પિતાને યાદ કરતા ડરૌલી ખુર્દના રહેવાસી રિટાયર્ડ જવાન દલજીત સિંહની આંખોમાં આંસુ છલકાઈ આવ્યા હતા.

image source

તેમણે દણાવ્યું કે ‘વાત 1971ની છે, જ્યારે રાંચુના લાંસ નાયકના પદ પર તેમના પિતાને કોલકાતા ટ્રાંસફર કરવામા આવ્યા હતા.અચાનક બાંગ્લાદેશના મોર્ચા પર તેમને ડ્યૂટી આપવામા આવી. 1971માં એક દિવસ સૈન્ય તરફથી ટેલિગ્રામ આવ્યો કે બાંગ્લાદેશમા સૈનીકોને લઈ જતી હોડી ડૂબી ગઈ અને તેમાં સવાર મંગલ સિંહ સહિત બધા જ સૈનિકો માર્યા ગયા. ત્યાર બાદ 1972માં રાવલપિંડી રેડિયો પર મંગલ સિંહે સંદેશ આપ્યો કે તેઓ ઠીક છે. ત્યાર બાદથી અત્યાર સુધી તેમના પાછા આવવાની રાહ જોવામાં આવી રહી હતી. તે સમયે અમે તેમને છોડાવવા માટે ખૂબ જ દબાણ કર્યું તેમ છતાં અમને કોઈ મદદ નહોતી મળી શકી.’

પત્નને પતિના છૂટી જવાની આશા છે

પણ સત્યા દેવીના દ્રઢ નિશ્ચયે મંગલ સિંહના ભારત પાછા આવવાની આશા દેખાઈ. સત્યાદેવીએ જણાવ્યું કે આ પહેલાં કેટલીએ સરકારો આવી અને ગઈ,પણ મદદ ન મળી. હવે જઈ આશા બંધાઈ છે કે તેમના પતિને છોડવામાં આવશે.

image source

દલજીતે જણાવ્યું કે પિતા કોટ લખપત જેલમાં કેદ છે, ત્યારે તેઓ માત્ર ત્રણ વર્ષના જ હતા. સપ્ટેમ્બર 2012માં એક સમાચાર પત્રમાં સમાચાર છાપવામા આવ્યા હતા કે પાકિસ્તાનની જેલમાં 83 સૈનિકો કેદ છે અને તેમાં મંગલસિંહ પણ છે. ત્યાર બાદ સત્યા દેવીએ સરકારને પત્ર લખવાનું શરૂ કર્યું અને હવે ડિસેમ્બર 2020માં તેમના આ પ્રયાસોને જવાબ મળ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત