પનીર ભુર્જી સેંડવીચ – સેંડવીચને અલગ ટેસ્ટની બનાવીને તેમાં ચેંજ લાવવો હોય તો પનીર ભુરજી સેંડ વીચ તેનો બેસ્ટ ઓપ્શન છે.

પનીર ભુર્જી સેંડવીચ :

ઘણા પ્રકારની સેંડવીચ બહાર અને ઘરે બનાવીને આપણે નાસ્તામાં લેતા હોઇએ છીએ પણ સેંડવીચને અલગ ટેસ્ટની બનાવીને તેમાં ચેંજ લાવવો હોય તો પનીર ભુરજી સેંડ વીચ તેનો બેસ્ટ ઓપ્શન છે. પનીર ભુર્જી સેંડવીચ બનાવવા વધારે સમય લગતો નથી , બહુ ઇઝી – ક્વીક રેસિપિ છે. પહેલીથી જ પનીર ભુર્જી તૈયાર કરેલી હોય તો સેંડવીચ બનાવવી એનાથી પણ સરળ બની જાય છે. આ સેંડવીચ બ્રંચ, લંચબોક્ષ કે કોક્ટેલ પાર્ટી કે પછી ટ્રાવેલિંગમાં પેક કરીને સાથે લઈ જવા માટે પણ ખૂબજ સારી પડે છે.

બીઝી દીવસો માં જ્યારે કોઇને રસોઇ કરવાનો વધુ ટાઇમ ના હોય ત્યારે સેંડ્વીચ એ એક ટાઇમ સેવર બની રહી છે અને કાંઈક ટ્વીસ્ટ સેંડવીચ ટેસ્ટ લીધાનો આનંદ પણ મળે છે.

પનીર ભુર્જી સેંડ્વીચ અન્ય સેંડવીચ કરતા વધારે મસાલાથી ભરપુર હોય, ચટપટી બનતી હોવાથી બાળકો, યંગ્સ અને મોટા લોકોને પણ બહુ પસંદ પડે છે. આ સેંડવીચમાં પનીર અને બટર હોવાથી ટેસ્ટી હોવાની સાથે સાથે હેલ્ધી પણ છે.

પનીર ભુર્જી સાથે કોફી, હોટ ચોક્લેટ કે કોઈ કોલ્ડ શેઇક લઈ શકાય.

તો આવી ટેસ્ટી અને હેલ્ધી પનીર ભુર્જી સેંડવીચની હું અહીં રેસિપિ આપી રહી છું, તો મારી આ રેસિપિ ફોલો કરીને તમે પણ ઘરે ચોક્ક્સ બનાવજો.

પનીર ભુર્જી સેંડવીચ બનાવવા માટેની સામગ્રી :

  • 1 ટી સ્પુન ઘી + 2 ટેબલ સ્પુન બટર
  • 1 ½ કપ પનીર – ક્રમ્બલ કરેલું
  • ½ ટી સ્પુન આખું જીરું
  • 1 તજ નું પત્તુ
  • 1 મોટી ઓનિયન બારીક કાપેલી
  • 1 ટેબલ સ્પુન જિંજર ચિલિ પેસ્ટ
  • ½ ટેબલ સ્પુન ગાર્લીક પેસ્ટ
  • 2 ટમેટા બારીક કાપેલા
  • ½ હળદર પાવડર
  • 1 ટી સ્પુન લાલ મરચુ પાવડર
  • 1 ટી સ્પુન ધાણાજીરુ
  • ½ ટી સ્પુન ગરમ મસાલો
  • ¾ ટી સ્પુન સોલ્ટ
  • 3 ટેબલ સ્પુન લીલા બાફેલા વટાણા
  • 3 ટેબલ સ્પુન કેપ્સીકમ બારીક કેપ્સીકમ
  • ½ કસુરી મેથી
  • 3 ટેબલ સ્પુન ક્રીમ
  • 2 ટેબલ સ્પુન બારીક કાપેલી કોથમરી
  • 12 બ્રેડની સ્લાઈઝ
  • 4 ટેબલ સ્પુન બટર અથવા બટર જરુર મુજબ

પનીર ભુર્જી બનાવવા માટેની રીત :

સૌ પ્રથમ 3 ટેબલ સ્પુન લીલા વટાણા બાફી લ્યો.

પનીરને થોડીવાર ગરમ પાણીમાં રાખીને પછી ક્રમ્બલ કરો એટલે વધારે સ્મુધ ક્રમ્બલ થશે.

હવે એક નોન સ્ટીક પેનમાં 1 ટી સ્પુન ઘી + 2 ટેબલ સ્પુન બટર બટર ઉમેરી ગરમ કરો. તેમાં ½ ટી સ્પુન આખું જીરું અને 1 તજનું પત્તુ ઉમેરીને સાંતળો. જીરુ બદામી કલરનું થાય એટલે તેમાં 1 મોટી ઓનિયન બારીક કાપેલી તેમાં ઉમેરી મિક્ષ કરી સતત હલાવતા રહી તેને ટ્રાંન્સ્યુલેટ કરો. મિડિયમ ફ્લૈમ રાખો.

હવે તેમાં 1 ટેબલ સ્પુન જિંજર ચિલિ પેસ્ટ અને ½ ટેબલ સ્પુન ગાર્લીક પેસ્ટ ઉમેરી સરસથી મિક્ષ કરીને તેની કચાશ નીકળી જાય અને સરસ અરોમા આવે ત્યાં સુધી કૂક કરો.

ઓવર કૂક કરવું નહી.

ત્યારબાદ તેમાં 2 ટમેટા બારીક કાપેલા ઉમેરીને તેને મિક્ષ કરી લ્યો. થોડીવાર હલાવી પછી 2-3 મિનિટ ઢાંકણ ઢાંકી સોફ્ટ અને મશી થાય ત્યાં સુધી કુક કરો.

હવે તે મિશ્રણને પાવભાજી મેશર વડે મેશ કરી લ્યો. સરસ લચકા પડતું મિશ્રણ બનશે.

ત્યારબાદ તેમાં ½ હળદર પાવડર, 1 ટી સ્પુન લાલ મરચુ પાવડર, 1 ટી સ્પુન ધાણાજીરુ અને જરુર મુજબ સોલ્ટ ઉમેરો.

બધા મસાલા સાથે મિશ્રણ મિક્ષ કરી સ્લો ફ્લૈમ પર 1 મિનિટ કૂક કરો.

હવે તેમાં 3 ટેબલ સ્પુન બાફેલા લીલા વટાણા અને 3 ટેબલ સ્પુન બારીક કાપેલા કેપ્સીકમ ઉમેરો. બધું સ્પુન વડે સતતા હલાવતા જઇ 2 મિનિટ સાંતળો.

ત્યારબાદ તેમાં ¾ કપ પાણી ઉમેરી બરબર મિક્ષ કરી બધું એકરસ કરી લ્યો. 2-3 મિનિટ ઉકળવા દ્યો.

હવે તેમાં ક્રમબલ કરેલું પનીર ઉમેરો. સારી રીતે કુક થયેલા મિશ્રણમાં મિક્ષ કરી લ્યો. ઢાંકીને થોડી વાર સિજવા દ્યો.

હવે ઢાંકણ ખોલીને હલાવી લ્યો. ત્યારબાદ તેમાં 1/2 ટી સ્પુન ગરમ મસાલો અને ક્રશ કરેલી ½ ટી સ્પુન કસૂરી મેથી ઉમેરી દ્યો. બરાબર મિક્ષ કરીને 1 મિનિટ કૂક કરો. અને કોથમરી ઉમેરી મિક્ષ કરો.

ત્યારબાદ તેમાં 3 ટેબલ સ્પુન ફ્રેશ ક્રીમ ઉમેરી બરાબર મિક્ષ કરી લ્યો. જરા કુક થાય એટલે ફ્લૈમ ઓફ કરી દ્યો. બાઉલમાં ટ્રાંસફર કરી લ્યો.

હવે સેંડવીચમાં ફીલીંગ કરવા માટે પનીર ભુર્જી રેડી છે.

પનીર ભુર્જી સેંડવીચ બનાવવા માટેની રીત :

અહીં બનાવેલી પનીર ભુર્જીમાંથી 6 પનીર ભુર્જી સેંડ્વીચ બનશે.

તેના માટે 12 બ્રેડની સ્લાઈઝની જરુર પડશે.

સૌ પ્રથમ બધી બ્રેડની સ્લાઇઝ્માંથી તેની ચારે બાજુથી બોર્ડર કાઢી નાખો.

હવે તે બધી સ્લાઇઝ પર બન્ને બાજુ સારી રીતે ઓલ ઓવર બટર લગાવી લગાવીને તૈયાર કરી લ્યો.

હવે સેંડવીચ ગ્રીલર પ્રીહીટ કરી લ્યો.

એક સ્લાઇઝ પર 3 થી 4 ટેબલ સ્પુન પનીર ભુર્જી મુકી સ્પ્રેડ કરી લ્યો.

તેને પ્રી હીટેડ ગ્રીલરમાં મૂકી ઉપર બીજી સ્લાઈઝ મૂકી દ્યો.

હવે સેંડવીચને ઉપરથી ગોલ્ડન કલરની ડીઝાઇન પડે ત્યાં સુધી ટોસ્ટ કરો.

આ પ્રમાણે બધી પનીર ભુર્જી સેંડવીચ બનાવી લ્યો.

સર્વિંગ પ્લેટમાં મૂકી પીઝા કટર વડે ક્રોસમાં કટ કરીને સર્વ કરો. ઉપરથી ટોમેટો કેચપ અને ચીઝથી ગાર્નીશ કરો.

તો હવે સર્વ કરવા માટે ખુબજ હેલ્ધી અને ટેસ્ટી પનીર ભુર્જી સેંડવીચ રેડી છે.

તો તમે પણ ચોક્કસથી ઘરે બનાવીને બધાને ટેસ્ટ કરાવજો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.