ચુંદડીવાળા માતાજીનો જન્મ થયો હતો માણસા તાલુકાના ચરાડા ગામે, જાણો બીજી આ વાતો તમે પણ

76 વર્ષથી માત્ર પ્રાણવાયુ પર જીવતા હતા ચુંદડીવાળા માતાજી – અગણિત પરિક્ષણો છતાં ડોક્ટર્સ પણ તેની પાછળનું રહસ્ય ન જાણી શક્યા

image source

સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી યથાવત છે તે વચ્ચે બીજા એક માઠા સમાચાર આવ્યા કે છેલ્લા 76 વર્ષથી અન્ન-જળનો ત્યાગ કરીને જીવન વ્યતિત કરતાં ચૂંદડીવાળા માતાજીનું 88 વર્ષે નિધન થયું છે. તેમનું નિધન માણસાના ચરાડા ગામ ખાતે થયું છે. તેમના ભક્તો માટે બે દિવસ તેમના નશ્વરદેહને અંબાજી ખાતે રાખવામાં આવશે. અને ત્યાર બાદ 28 મેના રોજ અંબાજી ખાતે તેમને સમાધી આપવામાં આવશે. તેમને વર્ષોથી લોકો ચુંદડીવાળા માતાજી તરીકે જ ઓળખે છે પણ જો તમને તેમના મૂળ નામની ખબર ન હોય તો અમે તમને જણાવી દઈએ કે તેમનું નામ હતું પ્રહાલાદભાઈ જાની. તેમણે છેલ્લા 76 વર્ષથી અનાજ-પાણીનો ત્યાગ કર્યો હતો અને માત્ર પ્રાણવાયુ પર જ જીવી રહ્યા હતા.

image source

25 માર્ચ, 2020ના રોજથી માતાજીની ચૈત્રી નવરાત્રિની શરૂઆત થતાં ચુંદડીવાળા માતાજીએ મૈન ધારણ કરર્યું હતું અ અનુષ્ઠાન માટે પોતાની ગુફામાં બિરાજમાન હતા. ચૈત્રી નવરાત્રીની આઠમે તેમે પોતાના ભક્તોને દર્શન આપ્યા હતા ત્યાર બાદ તેમની તબિયત ખરાબ થતાં થોડા દિવસ તેમને ખાનગી હોસ્પિટલમા રાખવામાં આવ્યા હતા, થોડા દિવસ પહેલાં તેમના મૃત્યુની અફવાએ પણ જોર પકડ્યું હતુ.

ચુંદડીવાળા માતાજીનો જન્મ માણસા તાલુકાના ચરાડા ગામે થયો હતો. તેમનું મૂળ નામ પ્રહાલાદભાઈ મગનભાઈ જાની હતું. તેઓ નાનપણથી જ અંબાજી માતાની આરાધનામાં લીન રહેતા. એવું પણ કહેવાય છે કે તેમના પર જગત જનની મા અંબાના આશીર્વાદ હતા. માત્ર બાર વર્ષની ઉંમરે તેમણે અન્ન-જળનો ત્યાગ કર્યો હતો અને સતત 76 વર્ષ સુધી એટલે કે મૃત્યુ પરયંત તેમણે પોતાની આ પ્રતિજ્ઞા પાળી હતી. જીવનના લગભઘ 76 વર્ષ તેમણે અનાજનો એક દાણો કે પાણીનું એક ટીપું પણ નહોતું પીધું.

image source

માત્ર સાત વર્ષની ઉંમરે તેમણે જાણે વૈરાગ્ય ધારણ કરી લીધું હતું. આટલી નાની વયે તેઓ અંબાજી માતાના ભક્ત બની ગયા હતા. તેઓ નાનપણથી જ ધર્મમાં ઓતપ્રોત રહેતા હતા. અને માત્ર 7 વર્ષની ઉંમરે તેમણે માતાજીની ભક્તિ માટે ઘરનો ત્યાગ કરીને જંગલમાં પ્રયાણ કર્યું હતું. અને 12 વર્ષે તેમણે અનાજ-પાણીનો ત્યાગ કર્યો. મળેલી માહિતી પ્રમાણે તેમને ક્યારેય ભૂખ નહોતી લાગી. તેમનું એવું કહેવું હતું કે માતા દુર્ગાએ તેમને વરદાન આપ્યું હતું અને માટે જ તેમને ભૂખ કે તરસ નહોતા લાગતા.

તેમણે અન્ન જળ ત્યાગવાના પોતાના નિર્ણય પાછળ તેમની સાથે ઘટેલી એક ઘટના વિષે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે તેઓ જ્યારે 12 વર્ષના હતા ત્યારે ત્રણ કુંવારસીઓ આવી હતી તેમણે તેમની જીભ પર આંગળી મુકીને વરદાન આપ્યું હતું અને ત્યાર બાદ તેમને ક્યારેય ભૂખ નહોતી લાગી. એવું નહોતું કે તેમણે માત્ર અન્નજળનો જ ત્યાગ કર્યો હતો પણ તેમણે પોતાની કૂદરતી હાજતો જેવી જૈવિક ક્રિયાઓનો પણ ત્યાગ કર્યો હતો. તેમણે 76 વર્ષ માત્રને માત્ર પ્રાણ વાયુ પર જ પસાર કર્યા છે.

image source

પ્રહલાદ જાની માતાજીની ભક્તિમાં એટલા લીન હતા કે તેઓ પુરુષ હોવા છતાં પણ લાલ સાડી પહેરતા અને સ્ત્રીની જેમ શણગાર પણ કરતા. આમ કરવાથી તેમનો દેખાવ ન તો સ્ત્રી કે ન તો પુરુષ જેવો લાગતો અને સ્ત્રી જેવા શણગાર કરેલા હોવાથી લોકો તેમને ચુંદડીવાળા માતાજી તરીકે જ ઓળખતા આવ્યા છે.

આટલા વર્ષો ભુખ્યા રહેવા છતાં સ્વસ્થ રહેવા પાછળનું રહસ્ય વિજ્ઞાન પણ નથી જાણી શક્યું.

image source

કહેવાય છે કે માણસને પાણી ન મળે તો તે ત્રણ દીવસથી વધારે નથી જીવી શકતો અને જો તેને ખોરાક ન મળે તો તે વધારેમાં વધારે ત્રણ અઠવાડિયા જીવી શકે છે. સતત 76 વર્ષ સુધી ભુખ્યા રહેતાં ચુંદડીવાળા માતાજી પણ વિજ્ઞાન માટે એક મોટું રહસ્ય બની ગયા હતા. અમદાવાદની જાણીતી હોસ્પિટલ સ્ટર્લિંગના ન્યુરોલોજી વિભાગના ડો. સુધીરભાઈ શાહ તેમજ તેમના સહાયક ડૉક્ટરની ટીમે 2003માં સતત સાત દિવસ સુધી ચુંદડીવાળા માતાજીને પોતાના પરિક્ષણ હેઠળ રાખ્યા હતા. તેમના પર નજર રાખવા માટે રૂમમાં સતત સીસીટીવી કેમરા તેમજ વિડિયો રેકોર્ડીંગ પણ થતું હતું. તેમના પર ડોક્ટર્સ દ્વારા વિવિધ પ્રકારના ટેસ્ટ પણ કરવામા આવ્યા હતા. પણ ડોક્ટર્સને કશું જ જાણવા ન મળ્યું છેવટે તેઓએ પણ અન્ન-જળ વગર જીવતા ચુંદડીવાળા માતાજી સામે હથિયાર મુકી દીધા.

image source

તબીબી વિજ્ઞાન માટે આ એક મોટું રહસ્ય હતું. 2003 બાદ 2011ની 22મી એપ્રિલથી છ મે સુધી બીજા 35 જેટલા સંશોધકોએ તેમના પર સંશોધન ચલાવ્યું. જેમાં ઇન્ડિયન ડિફેન્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોલોજી એન્ડ એલાઇડ સાયન્સિઝના ડોક્ટર્સનો પણ સમાવેશ થતો હતો. તેમના હૃદય તેમજ મગજની ક્રિયાઓને વિવિધ રીતે તપાસવામાં આવી હતી. આ પરિક્ષણ દરમિયાન પણ સતત તેમના પર કેમેરા દ્વારા નજર રાખવામાં આવી હતી. અને છેવટે ડોક્ટર્સ પણ ચુંદડીવાળા માતાજીના દાવાને નકારી શક્યા નહોતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત