કોરોનાએ પરિવાર વિખેર્યો: પિતા-પુત્ર બાદ એકમાત્ર ઘરના વડીલનું પણ કોરોનાથી મોત, 4 બાળકો અનાથ બન્યા

વડોદરાના આ કુટુંબ પર આભ ફાટ્યુ: પિતા-પુત્ર બાદ એકમાત્ર ઘરના મોભીનું પણ કોરોનાથી મોત, 4 બાળકો નોંધારા

ગુજરાતમાં કોરોના વાયરસની બીજી લહેરનું સંક્રમણ ભયાનક રીતે વધી રહ્યું છે. કોરોનાની પહેલી લહેરમાં તો મોટાભાગે મોટા લોકોમાં જ સંક્રમણ થતા હતા પરંતુ બીજી લહેર બાળકોને પણ છોડી નથી રહી. રાજ્યના અનેક વિસ્તારોમાંથી બાળકો અને નવજાતો સંક્રમિત થયા કેસો નોંધાઇ રહ્યાં છે. વડોદરાની એસ.એસ.જી હૉસ્પિટલનાં પીડિયાટ્રિક વિભાગનાં વડા ડૉ. શીલા ઐય્યરે આ અંગે જણાવ્યું હતું કે, ‘બાળકોમાં કોરોના વાયરસના કેસોનું પ્રમાણ વધી રહ્યું છે અને છેલ્લા એક અઠવાડિયાથી દરરોજ 5થી 6 કેસ સામે આવી રહ્યાં છે, જેમાં બાળકોને કોરોનાનો ચેપ લાગ્યો હોય. હાલ પરિસ્થિતિને અત્યંત ગંભીર ગણી શકાય નહીં. પણ સાવચેતીની જરૂર છે.

image source

બાળકોના કેસ વધવા પાછળ જે કારણો છે તેમાં ઘરનાં સભ્યો સંક્રમિત થયા હોય અને બાળકો વધુ ઘરની બહાર જઈ રહ્યાં હોય એ બાબતો પણ સામેલ છે.’ વડોદરાના તરસાલી વિસ્તારના કદમ પરીવારમાં 4 બાળકો, એક વૃદ્ધા અને પુત્રવધૂના પરીવારમા એક પણ પુરૂષ નહીં રહેતા પરીવાર નોધારૂ બન્યું છેકોરોનાની મહામારીએ દેશને આર્થિક રીતે તો પાયમાલ કર્યો જ છે. પણ અનેક પરીવારોના મોભી પણ છીનવી લીધા છે. જેના કારણે પરિવારના માળા વિખેરાઈ રહ્યા છે. આવો જ એક પરિવાર મોભી વગરનો બન્યો છે. વડોદરાના તરસાલી વિસ્તારના કદમ પરીવારમાં 4 બાળકો, એક વૃદ્ધા અને પુત્રવધૂના પરીવારમા એક પણ પુરૂષ નહીં રહેતા પરીવાર નોધારૂ બન્યું છે.

image source

કોરોનાની મહામારીમાં આખા રાજ્યમાં અનેક લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે. જે તમામ સ્વજનો માટે આધાતરૂપ ઘટના છે. જોકે કોરોનાની મહામારીમાં એવા પણ પરીવારો છે કે જેના પર આખુ પરિવાર નિર્ભર હોય તેવા વ્યક્તિને જ કોરોનાએ છીનવી લીધા. વડોદરામાં રહેતા સંકુતલાબેન પોતાના પતિ ચંદ્રકાન્ત કદમ અને મોટા પુત્ર વિલાસ કદમને અગાઉ ગુમાવી ચૂક્યા હતા.

image source

જે બાદ રેલ્વે પોલીસમાં ફરજ બજાવતો નાનો પુત્ર કૈલાસ કદમ કોરોનાની ઝપટમાં આવ્યો અને બે દિવસની સારવાર દરમિયાન જ અવસાન પામ્યો છે. જે બાદ આખું પરીવાર આજે પુરુષની છત્રછાયા ગુમાવી ચૂક્યુ છે. કદમ પરિવારની વાત કરીએ તો, ચંદ્રકાન્ત કદમ પોલીસમાં હતા અને તેમના બે પુત્રો વિલાસ અને કૈલાશ પણ પોલીસમાં હતા. 15 વર્ષ પહેલા ચંદ્રકાન્તનું અવસાન થયું ત્યાર બાદ 2012માં વિલાસનું અવસાન થયું હતું. અને પછી માતા, ભાભી, ભાઈના બે સંતાન અને પોતાના બે સંતાનની જવાબદારી કૈલાસ કદમ ઉઠાવી રહ્યા હતા.

પરંતુ કાળને કંઈ બીજુ જ મંજૂર હતું. કૈલાસના પત્નીનું પણ અવસાન થયું અને છેલ્લે કૈલાસ કદમ કોરોનાથી સંક્રમિત થતા તેનું અવસાન 23 એપ્રિલે થયું હતું. જેના કારણે આખુ પરિવાર નોધારુ બન્યું છે. કૈલાસની પુત્રી માર્મિકા અને પુત્ર યશે માતા પિતાની છત્રછાયા ગુમાવી છે. જ્યારે વિલાસના પુત્ર અને પુત્રીએ કાકા ગુમાવ્યા છે. જેના કારણે આજે આ પરીવારમાં બે મહિલાઓ અને ચાર બાળકો નોંધારા બન્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!