એક ગુજરાતણ કવિયત્રીનું PM મોદીને આહવાન…

  • એક અવાજે મડદા બોલ્યાં ‘સબ કુછ ચંગા-ચંગા’
  • રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા.
  • રાજ, તમારા મસાણ ખૂટયા, ખૂટયા લક્કડભારા,
  • રાજ, અમારા ડાઘૂ ખૂટયા, ખૂટયા રોવણહારા,
  • ઘરેઘરે જઈ જમડાંટોળી કરતી નાચ કઢંગા
  • રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા.
  • રાજ, તમારી ધગધગ ધૂણતી ચીમની પોરો માંગે,
  • રાજ, અમારી ચૂડલી ફૂટે, ધડધડ છાતી ભાંગે
  • બળતું જોઈ ફીડલ વગાડે ‘વાહ રે બિલ્લા-રંગા’!
  • રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા.
  • રાજ, તમારા દિવ્ય વસ્ત્ર ને દિવ્ય તમારી જ્યોતિ
  • રાજ, તમોને અસલી રૂપે આખી નગરી જોતી
  • હોય મરદ તે આવી બોલો ‘રાજા મેરા નંગા’
  • રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા.

-પારુલ ખખ્ખર

આ કવિતાના શબ્દોમાં જે લખાણ છે તે કડવું જરૂર છે પરંતુ કોરોનાની બીજી લહેરની આ જ નગ્ન વાસ્તવિકતા છે. કોરોનાની બીજી લહેર શાંત પડી છે અને કેસમાં ઘટાડો નોંધાયો છે તે વાતનો હરખ સરકારને ખૂબ છે પરંતુ આ લહેરમાં જે હજારો બાળકોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી તેમના માટે આ શબ્દો જ તેમના જીવનની હકીકત બની છે.

જસમા, રાણક, જાહલના આક્રોશ અને આક્રંદ સમી પારુલ ખખ્ખરની સળગતી લોકહ્રદયની કવિતાનું પઠન… 🖤

https://www.instagram.com/tv/COupgnhni1O/?igshid=kos7p23z9f40

Posted by Jay Vasavada on Tuesday, 11 May 2021

 

કોરોનાની બીજી લહેર માટે સરકાર તૈયાર ન હતી તેથી રાજ્યભરમાં બીજી લહેરમાં અફરાતફરી મચી ગઈ હતી. ઠેર ઠેર દર્દીઓ ઓક્સિજન માટે તરફડતા જોવા મળ્યા હતા. સ્થિતિ એવી હતી કે સરકાર એક તરફ ગીતો ગાતી હતી કે સ્થિતિ એકદમ બરાબર છે અને કંટ્રોલમાં છે ત્યાં બીજી તરફ સ્મશાનમાં એક પછી એક ચિતાઓ સતત સળગતી રહી.

રાજ્યમાં પહેલીવાર એવી સ્થિતિ જોવા મળી કે જેમાં સ્મશાન અને કબ્રસ્તાનમાં જગ્યા ખુટી પડી, ડાઘુ પણ લાશોની સંખ્યા ગણી હચમચી ઉઠતા હતા. જેમ દર્દીઓ માટે ઓક્સિજન ખુટી પડ્યુ હતું તેમ સ્મશાનમાં લાકડા પણ ખુટી પડ્યા હતા.

image source

આ અફરાતફરી અને મોતના તાંડવ વચ્ચે અનેક પરિવાર વિખાયા છે. અનેક બાળકોએ તેમના માતાપિતા ગુમાવ્યા છે. તો સામે કેટલાક માતાપિતાએ પોતાના યુવાન સંતાનોને મોતને ભેટતા જોયા છે. કોરોનાની બીજી લહેરમાં દેશભરમાંથી હચમચાવી દેતી તસવીરો સામે આવી હતી. આ વાતના આપણે સૌ સાક્ષી છીએ.

આ સમયની છાતી પર લોહીથી લખાયેલી કવિતા છે Parul Khakhar ♥️
બધું થીજી જશે પણ સ્મૃતિઓની અંદર ભડકે બળતી વરાળ આ કવિતા સાચવી…

Posted by Raam Mori on Tuesday, 11 May 2021

 

હોસ્પિટલમાં બેડની વ્યવસ્થા ન હતી કે ન તો ઓક્સિજનની વ્યવસ્થા. તેવામાં કેટલાક લોકોએ તો એમ્બ્યુલન્સમાં જ પોતાનો જીવ સારવાર મળે તે પહેલા ગુમાવ્યો છે. સ્વજનો જે વાહનમાં પોતાના વ્યક્તિને જીવાડવા માટે હોસ્પિટલ પહોંચતા હતા તે જ વાહન તેની અંતિમ સફરનું સાક્ષી બની જતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!