વીડિયો જોઈ પત્થર દિલ માણસની આંખમાંથી પણ આંસુ નીકળશે તમે જોયો આ વિડિઓ કે નહિ?

વીડિયો જોઈ પત્થર દિલ માણસની આંખમાંથી પણ આંસુ નીકળશે, થોડી જ સેકન્ડમાં આ બતકના બધા બચ્ચા ગટરમાં પડી ગયા…

ઘણા એવા વીડિયો વાયરલ થઈ રહ્યા હોય કે જે જોઈને થોડીવાર તમને રડવું આવી જશે. કેટલાક વીડિયો એટલા હદૃયસ્પર્થી હોય છે કે જોઈને આપણે હચમચી જઈએ છીએ. કારણ કે આપણે અહીં બધી દયાવાન પ્રજા છે અને કોઈપણ વાત સાથે ઈમોશનલી કનેક્ટ છીએ. ત્યારે હાલમાં એક વીડિયો વાયરલ થયો છે જે લોકોને રડાવી રહ્યો છે. કારણ કે આ વીડિયોમાં કંઈક સીન જ એવા છે.

શરૂઆતમાં આ વીડિયો તમને એકદમ સામાન્ય લાગશે. ઘણા લોકો વિચારતા હશે કે વીડિયોમાં કંઈક મજેદાર વાત બનવાની હશે. પરંતુ એવું કંઈ જ નથી. વીડિયોમાં એક માતાની પીડા દર્શાવવામાં આવી છે જેણે થોડી ક્ષણોમાં તેના બધા બાળકો ગુમાવી દીધા. આ દુ:ખદાયક ઘટનાની ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે, જેને ટ્વિટર યુઝર @TheoShantonas દ્વારા શેર કરવામાં આવી છે. વીડિયો જોયા પછી ઘણા લોકો ભાવનાત્મક બની ગયા છે અને આંખમાંથી આંસુ ટપકી રહ્યા છે,

આ ક્લિપને શેર કરતાં ટ્વીટર પર લખવામાં આવ્યું કે ‘આ એકદમ હ્રદયસ્પર્શી છે. અલબત્ત, હું તેને પોસ્ટ કરવા જઇ રહ્યો ન હતો, પણ હું વીડિયો જોઈને પોતાની જાતને અટકાવી શક્યો નહીં. ‘

વીડિયોમાં જોઇ શકાય છે કે માતા બતક તેના બાળકો સાથે રસ્તા પરથી પસાર થઈ રહી છે. આ દરમિયાન, તે આગળ ચાલી રહી છે અને બાળકો તેમનું પાલન કરતાં કરતાં પાછળ ચાલી રહ્યા છે. બસ ત્યારે જ વચ્ચે રસ્તામાં ગટર આવે છે, પહેલા તો એક બાળક તેમાં પડી જાય છે. એટલે તરત જ લોકોને ખુબ અફસોસ થવા લાગે છે. પરંતુ વિરહની વેદના કંઈક અલગ જ હતી અને આગળ ખુબ મોટી દુર્ઘટના ઘટવાની બાકી હતી.

માતા જ્યાં હોય ત્યાંથી ફરી યુ-ટર્ન લઈને પાછળ આવે છે અને ત્યારે જે બન્યું એ જોઈને ભલભલા પત્થર દિલ માણસો પણ પીગળી જાય એવા સીન છે. બીજી વખતની સ્થિતિમાં બધા જ બાળકો તે ગટરમાં પડી જાય છે. અને માતા બતક ફક્ત તેને જોતી જ રહે છે. પરંતુ હજુ વાત અહીં પુરી નથી થઈ જતી.

આ વીડિયોમાં બતાવ્યાં મુજબ, બતકનાં તમામ બચ્ચાને બચાવી લેવામાં આવ્યાં છે. તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ ગટરમાં પ્રવેશે છે અને બધા બચ્ચાઓને બચાવી લે છે. પછી તો શું… બાળકો તેમની માતા સાથે ખુશીથી ચાલ્યા જાય છે. ઉલ્લેખનીય છે કે હાલમાં આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેને સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત