પત્નીને સરપ્રાઈઝ ગિફ્ટ આપવા માટે પતિએ બનાવડાવ્યાં અનોખા મોજા, પણ ઘરે જઈને જોયું તો થઇ ગયો મોટો ડખો

કોઈપણ ખાસ પ્રસંગ વગર પણ જો એકબીજા ગિફ્ટની આપ લે કરતાં હોય તો એવો સંબંધ છે પતિ પત્નીનો. કારણ કે આ દંપતીના સંબંધમાં ગમે ત્યારે ગમે તેને ગિફ્ટ આપવામાં આવતી હોય છે. એમાં પણ વધારે સારુ કેમ લાગે એવો પણ પ્રયત્ન કરવામાં આવતો હોય છે. ત્યારે હવે એક કહાની સામે આવી છે જેમાં કંઈક એનોખી જ વાત બહાર આવી છે, તો આવો જાણીએ કે આખરે આ કિસ્સો શા માટે વખણાઈ રહ્યો છે. આ વાત છે 44 વર્ષના એક શખ્સની કે જેણે પોતાની પત્નીને ગ્રીફ્ટ આપવા માટે પગના મોજા પર પોતાની તસ્વીર પ્રિન્ટ કરાવીને આપ્યા. પણ તેને ક્યાં ખબર હતી કે, આ ગિફ્ટના કારણે તેને છેતરવા પડશે.

image source

બન્યું એવું કે પતિએ પત્ની માટે આ પ્રિન્ટેડ મોજા પૈક કરાવીને ઘરે લાવ્યા, પણ જ્યારે ઘરે આવીને બોક્સ ખોલી મોજા જોયા તો નજારો કંઈક અલગ જ હતો. વિગતે વાત કરીએ તો માર્ક વેદરબર્ન નામના એક શખ્સે પોતાની પત્ની ચુટીમા માટે મોજાની જે જોડી ખરીદી હતી, તેના પર પોતાની તસ્વીર પ્રિન્ટ કરાવી હતી. જો કે, એક પગના મોજામાં પતિની તસ્વીર હતી, જ્યારે બીજા પગના મોજામાં અન્ય કોઈ પુરૂષની તસ્વીર આવી હતી. બજારમાં મોજા પૈક કરાવતી વખતે માર્કે આ વાતની નોટિસ કરી નહોતી.

image source

પતિને આનંદ જ એટલો હતો કે પેકીંગ કરતી વખતે તેને આ વાતને નજરઅંદાજ કરી, ઘરે આવીને પત્નીએ જ્યારે ખોલીને જોયુ તો ખડખડાટ હસવા લાગી હતી. માર્કે કહ્યુ હતું કે, અમને નથી ખબર કે, તે કોણ છે. આ એક પ્રકારની મજાક છે. તેની પત્ની જણાવે છે કે, તેણે આ મોજા ક્યારેય પહેર્યા નથી, કેમ કે અન્ય પુરૂષની તસ્વીર વાળુ મોજૂ પહેરતા થોડી અસહજતા અનુભવે છે. જો કે, પત્ની આ મોજાને જોઈને વારંવાર હસી રહી છે. જો કે એક તરફ આ પતિના પ્રયત્નને લોકો વખાણી રહ્યા છે કે આઈડિયા સારો છે.

image source

આ પહેલાં એક અનોખો કિસ્સો સોશિયલ મીડિયા પર સામે આવ્યો હતો જેમાં, પતિને ખુશ કરવા માટે ગિફ્ટ આપવી એક મહિલાને ભારે પડી ગઈ હતી. ગિફ્ટ જોઈને ખુશ થવાની જગ્યાએ પતિ ભડકી ઉઠ્યો હતો અને પત્ની પર પ્રશ્નોનો વરસાદ કરી દીધો હતો. જેથી ઉદાસ અને દુખી પત્નીએ પોતાની આ કહાની એક પોર્ટલ પર શેર કરી હતી. માહિતી પ્રમાણે, અમેરિકામાં રહેતા એક પુરૂષે જણાવ્યું કે, તેની પત્નીએ કેટલીક બોલ્ડ ફોટો ખેંચી હતી અને તેનો આલ્બમ બનાવી તેને ગિફ્ટ કર્યો હતો. પત્નીને આ અંદાજમાં જોઈ પતિ પણ ખુબ જ ખુશ થયો હતો. જો કે, આલ્બમ જોયા બાદ પતિએ પત્નીના વખાણ કરતા આશ્વર્ય સાથે પુછ્યું કે, શું આ બધા જ ફોટા તેણે ખુદે પાડ્યા છે? જેના જવાબમાં તેણીએ ના પાડી. ત્યારબાદ પતિએ પુછ્યું કે, તો શું તારી આટલી બોલ્ડ ફોટો કોઈ મહિલા ફોટોગ્રાફરે લીધી છે? આ પ્રશ્નનો જવાબ પણ પત્નીએ ના કહ્યું હતું.

image source

આ સાંભળી પતિનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચી ગયો હતો અને પતિએ ગુસ્સો જાહેર કરતા પત્નીને કહ્યું કે, તું તારી આટલી ન્યૂડ ફોટો કોઈ પુરૂષ ફોટોગ્રાફર પાસે કેવી રીતે પડાવી શકે છે અને તે આ પ્રકારનું પગલુ ભરતા પહેલા મને પુછ્યું કેમ નહી. પતિએ કહ્યું કે, તેની પત્નીનું બીજા પુરુષ સામે બોલ્ડ પોઝ આપવું તેને બિલકુલ પણ પસંદ આવ્યું નથી. બીજી તરફ પત્નીનું કહેવું છે કે, તેના પતિએ આટલો ગુસ્સો કરવાની જગ્યાએ ગિફ્ટ જોઈને ખુશ થવું જોઈએ. તો પતિનું કહેવું છે કે, તે ગિફ્ટ જોઈને ખૂબ જ ખુશ હતો, પરંતુ બીજા પુરુષ પાસેથી ન્યુડ ફોટો પડાવી પત્નીએ ખોટું કામ કર્યું છે. જો કે, દરેક વખતે આ વાતને સંભળાવતા પત્ની ઘર છોડીને જતી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત