આવું કોઈ સાથે બીજીવાર ન થાય! કુહાડીના ઘા મારી પત્નીને મારી નાખી, પછી પતિએ કર્યો આપઘાત, 5 બાળકો થયાં અનાથ

ઘણાં એવા કેસ સામે આવે છે જ્યાં લગ્ન બાદ પતિ પત્ની કોઈક વિવાદોને લઈને એકબીજાથી અલગ થઈ જતાં હોય છે. પતિ પત્ની વચ્ચે નાના નાના વિવાદો તો ચાલતાં રહેતાં હોય છે પરંતુ જ્યારે આ વિવાદો વધવા લાગે ત્યારે આખો પરિવાર તેમાં ભોગ બનતો હોય છે. હાલમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જ્યાં પતિ-પત્ની વચ્ચેના નાના વિવાદમાં પતિએ તેની પત્નીની નિર્દયતાથી હત્યા કરી નાખી હતી. તે પછી તેણે પણ ફાંસી લગાવીને આપઘાત કરી લીધો હતો. પતિ પત્નીને 5 નિર્દોષ બાળકો હતા જે હવે અનાથ થઈ ગયા છે.

image source

ગામ લોકોને પણ જ્યારે આ હત્યાં વિશે જાણ થઈ આખા ગામમાં અફરાતફરી મચી ગઈ હતી. આ પતિએ ક્રૂરતાથી પત્નીનો જીવ લઈ લીધો હતો. આ વિશે જ્યારે પોલીસને માહિતી મળી ત્યારે ઘટના સ્થળે તરત પોલીસ દોડી આવી હતી. આ હત્યાનો કેસ જાણ થતાં પોલીસે તેની તપાસ માટે બંને લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી હતી. આ રીતે માતા પિતાંનાં ઝઘડાંનાં કારણે હવે તેમના બાળકો નિરાધાર બની ગયા છે. પોલીસે આ કેસ અંગે માહિતી આપી હતી કે લાલગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના નીમહિદ ગામે રહેતા 35 વર્ષીય અર્જુન કોલ અને તેની પત્ની શીલા જે 32 વર્ષની હતી તેમણે સોમવારે રાત્રે કોઈ મુદ્દે વિવાદ થયો હતો.

image source

આ પછી જ્યારે વિવાદ વધતો ગયો ત્યારે રોષે ભરાયેલા અર્જુને બાજુમાં જ પડેલી કુહાડી વડે પત્ની શીલા પર હુમલો કર્યો હતો જેના કારણે પત્નીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવ બાદ અર્જુન ખુદ ઘરની બહાર નીકળી ગયો હતો. આ પછી તેનો મૃતદેહ સીધો સવારે ઝાડ પરથી લટકતો મળી આવ્યો હતો. સ્થાનિક લોકોએ પોલીસને સમગ્ર ઘટનાની જાણકારી આપી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી બંને મૃતદેહોને કબજે કરી પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યા છે.

image source

હવે આ બંનેના 5 નિર્દોષ બાળકો છે જેમાં 3 છોકરીઓ અને 2 છોકરા છે જે હવે અનાથ થઈ ગયા છે. અચાનક બનેલી આ ઘટનાથી ગામમાં ખળભળાટ મચી ગયો છે. લોકો કહી રહ્યા હતા કે કોઈ પતિ આટલો ક્રૂર કઈ રીતે હોઈ શકે કે પોતાની જ પત્નીને કઈ પણ વિચાર્યા વગર કુહાડી વડે ઘા કરે. નવાઈની વાત એ છે કે પતિ તેની જ પત્ની પર કુહાડી વડે ઘા કરતો રહ્યો ત્યાં સુધી કે જ્યાં સુધી તેનું મોત ન થઈ ગયું. તેણે પોતાનાં બાળકો વિશે પણ વિચાર્યુ નહી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!