પેટ્રોલ-ડિઝલની વધતી કિંમતથી કંટાળી ગયા છો? તો આ CNG કાર તમારા માટે છે બેસ્ટ ઓપ્શન

જો આપ પણ પેટ્રોલ અને ડીઝલના વધતા જતા ભાવથી મુશ્કેલીમાં છો તો આપની કાર માટે સીએનજીનો પણ સારો વિકલ્પ છે. કંપની ફીટેડ સીએનજી કાર્સ વિશ્વાસપાત્ર છે અને સારી માઈલેઝ પણ આપે છે. તો ચાલો આજે અમે આપને જણાવવા જઈ રહ્યા છીએ ટોપ ૧૦ સીએનજી કાર્સ, તેમની કીમત અને માઈલેઝ વિષે.

image source

આજકાલ પેટ્રોલની કીમત આસમાનને અડી રહ્યા છે.લોકો વધતી જતી મોંઘવારીના લીધે મુશ્કેલીમાં છે. કાર ખરીદવું એટલું મુશ્કેલ નથી રહ્યું, જેટલું કાર ચલાવવું મોંઘુ પડી રહ્યું છે. એવામાં આપના માટે સીએનજી કાર સારો વિકલ્પ સાબિત થઈ શકે છે.

જો કે, સીએનજી કાર થોડીક મોંઘી હોય છે પરંતુ ઓછી કીમત પર આપને આ કાર શાનદાર માઈલેઝ આપે છે. દિલ્લી
એનસીઆર જેવા શહેરોમાં લોકો વધતા પ્રદુષણથી પણ હેરાન થઈ રહ્યા છે.

image source

એટલા માટે લોકો સીએનજી કાર ખરીદવાનું વધારે પસંદ કરી રહ્યા છે. સીએનજી કારની મદદથી પોલ્યુશન પર પણ ઘણા ખરા અંશે અટકાવી શકાય છે. ત્યાં જ એની ઓછી કીમતના કારણથી પણ લોકો સીએનજી કાર ખરીદવાનું પસંદ કરી રહ્યા છે. આજે અમે આપને સીએનજી ફીટેડ કાર્સ વિષે જણાવી રહ્યા છીએ આપ પોતાની પસંદ અને બજેટ મુજબ એમાંથી કોઈપણ કાર ખરીદી શકો છો ચાલો જાણીએ.

image source

મારુતિ સુઝુકીની CNG ફીટેડ કાર:

વાત કરીએ ભારતની ટોપ સેલિંગ કાર કંપનીની તો મારુતિ પહેલા નંબર પર આવે છે. મારુતિની કેટલીક કાર એવી છે જેમાં આપને કંપની ફીટેડ સીએનજી કિટ મળે છે. એમાં મારુતિ સુઝુકી અલ્ટો સૌથી સસ્તો વિકલ્પ છે. આ કારની કીમત ૪.૩૬ લાખ રૂપિયાની આસપાસ આવી જાય છે. સીએનજી કાર્સમાં અલ્ટો સૌથી વધારે માઈલેઝ આપે છે.

એનાથી અંદાજીત ૩૨ કિલોમીટર કરતા વધારે માઈલેઝ મળે છે. એના સિવાય મારુતિ સુઝુકીની બીજી સીએનજી કાર છે વૈગન- આર સીએનજી આપને અંદાજીત ૩૨ કિલોમીટર સુધીની માઈલેઝ આપે છે. સીએનજી કાર્સમાં સેલેરીયો કાર પણ સારો વિકલ્પ છે. માઈલેઝની બાબતમાં પણ સિલેરિયો શાનદાર છે. સિલેરિયો કાર અંદાજીત ૩૨ કિલોમીટરની માઈલેઝ આપે છે. વાત કરીએ સીએનજી મોડેલ સિલેરિયોની કીમતની તો અંદાજીત ૫.૩૦ લાખ રૂપિયાથી સિલેરિયો કાર શરુ થાય છે. આપને મારુતિ ઈકો કારમાં પણ સીએનજી વર્જનમાં મળી જશે. ઈકો કાર અંદાજીત ૨૫ કિલોમીટરની માઈલેઝ આપે છે. આપને આ કાર ૪.૬૫ લાખ રૂપિયામાં ખરીદી શકો છો.

image source

હ્યુન્ડાઈની CNG ફીટેડ કાર:

હ્યુન્ડાઈ કંપનીની કેટલીક એવી કાર છે જેમાં કંપની ફીટેડ સીએનજીનો વિકલ્પ આપને મળશે. હ્યુન્ડાઈ કંપનીની હૈચબેક કાર ગ્રાંડ આઈ 10 નિઓઝ આપને સીએનજી વર્જનમાં મળી જશે. આ કાર આપને અંદાજીત ૨૦ કિલોમીટરની માઈલેઝ આપે છે. ગ્રાંડ આઈ 10 નિઓઝમાં આપને ઘણા બધા લેટેસ્ટ ફીચર્સ આપવામાં આવશે. આ કારની કીમત અંદાજીત ૬.૬૫ લાખ રૂપિયાથી શરુ થાય છે. એના સિવાય હ્યુન્ડાઈ કંપનીની સેડાન કારમાં સીએનજી હ્યુન્ડાઈ કાર પણ સામેલ છે. આ કાર આપને અંદાજીત ૭.૩૦ લાખ રૂપિયામાં મળી શકે છે. ત્યાં જ આ કારની માઈલેઝની વાત કરીએ તો આ કાર અંદાજીત ૨૮ કિલોમીટર સુધીની માઈલેઝ આપે છે.

image source

હોંડા અને ટાટાની CNG કાર:

હોંડા અને ટાટા કંપનીની કાર્સમાં પણ આપને કેટલીક સીએનજી કાર મળી જશે. હોંડા કંપનીની પોપ્યુલર કાર અમેઝ પણ આપને સીએનજી વર્જનમાં મળી જશે. હોંડા અમેઝની ૧.૨ SMT+ (આઈ- વીટેક) પેટ્રોલ વર્જનને મોડીફાઈ કરીને સીએનજી કંપેટેબલ બનાવવામાં આવી છે. આ કારની કીમત અંદાજીત ૭.૩ લાખ રૂપિયાની છે. જે અંદાજીત ૨૫ કિલોમીટરની માઈલેઝ આપે છે. ટાટા કંપનીની ટીગોરમાં પણ આપને સીએનજી વર્જન મળી જશે. ટાટા ટીગોર સીએનજીની કીમત ૬.૪૦ લાખ રૂપિયાથી શરુ થાય છે. જે અંદાજીત ૨૫ કિલોમીટરની માઈલેઝ આપે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!