પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવવા જાઓ છો તો છેતરાશો નહીં, જાણો આ કામની 13 વાતો

જો તમે ગાડીની પેટ્રોલ ટાંકી ફૂલ કરાવો છો તો તમારે ચેતી જવાની જરૂર છે. ગરમીમાં આવું કરવું તમારા માટે મુશ્કેલ બની શકે છે. પેટ્રોલ ટાંકીમાં ઓછામાં ઓછું 100 એમએલ પેટ્રોલની જગ્યા ખાલી રહેવી જોઇએ. આખી ટાંકી ફૂલ કરાવવાથી વિસ્ફોટ થઇ શકે છે. પેટ્રોલ ભરાવતી સમયે કઇ કઇ સાવધાની રાખવી જરૂરી છે. આ વાતોનો ખ્યાલ રાખીને તમે કોઇ મુસીબતથી બચી શકો છો.

જાણી લો શા માટે નોઝલ ટચ કરે તો શા માટે ન ભરાવવું જોઇએ પેટ્રોલ…

IMAGE SOUCRE

ગરમીમાં ટેમ્પ્રેચર વધી જાય છે. તેનાથી એર વધારે બને છે. પેટ્રોલ ટાંકી ફૂલ ભરાવશો તો ટાંકીમાંથી એર નીકળવાની જગ્યા રહેતી નથી.

પેટ્રોલ ટાંકીમાં એર હોવાથી હીટના કારણે સ્પાર્ક કરી શકે છે. તેનાથી તે વિસ્ફોટક બને છે. આ માટે ઓછામાં ઓછા 100 એમએસ પેટ્રોલની જગ્યા ટાંકીમાં ખાલી રાખો. જેથી એર નીકળી શકે.

IMAGE SOCURE

ફોર વ્હીલરમાં પણ એર નીકળે તે માટે જગ્યા રાખવી જરૂરી છે. પેટ્રોલ ભરાવતી સમયે ધ્યાન રાખો કે જ્યારે નોઝલ પેટ્રોલને ટચ કરે તો વધારે પેટ્રોલ ન ભરાવો. તેનાથી એર નીકળવા માટે ગેપ બની રહેશે.

જ્યારે પણ પેટ્રોલ ભરાવો ત્યારે વાહન અને મોબાઇલ બંને બંધ રાખો. ગાડીના એન્જિન વધારે ગરમ થઇ રહ્યા હોય તો પહેલાં તેને થોડું ઠંડું થવા દો. ત્યારબાદ જ પેટ્રોલ પૂરાવો.

IMAGE SOUCRE

પેટ્રોલ હંમેશા ડિજિટલ મીટર વાળા પંપથી જ ભરાવો. જૂના પેટ્રોલ પંપ મશીનો પર ઓછું પેટ્રોલ ભરાય તેવી શંકા વધારે રહે છે.

પેટ્રોલ ભરાવતી સમયે ધ્યાન રાખો કે મીટર વારે ઘડી અટકે નહીં. કોઇ પેટ્રોલ પંપ પર એવા મશીન છે તો આ મશીનથી પેટ્રોલ ન ભરાવો તે યોગ્ય છે.

પેટ્રોલ ભરાવતી સમયે કારની બહાર નીકળો અને સાથે પાસે ઊભા રહો અને સેલ્સમેનની ગતિવિધિ જુઓ. તેનાથી તમારી સાથે દગો થશે નહીં.

IMAGE SOUCRE

પેટ્રોલ ભરાવતા પહેલાં ઝીરો મીટર જુઓ. અનેક વાર પેટ્રોલ પંપકર્મી ઝીરો તો દેખાડે છે પણ મીટરમાં તમારા દ્વારા માંગવામાં આવેલી પેટ્રોલ કિંમત સેટ કરતા નથી.

ડિજિટલ મીટરમાં પેટ્રોલ ફીગર અને મૂલ્ય પહેલેથી જ ભરવામાં આવે છે. આ માટે એ વાતનું પણ ધ્યાન રાખો.

IMAGE SOUCRE

પેટ્રોલ પંપ પર એ પણ જુઓ કે રીડિંગ સ્ટાર્ટ કયા ફિગરથી થયું છે. મીટરનું રીડિંગ ઓછામાં ઓછું 3થી સ્ટાર્ટ થાય તો બરોબર છે. જો તેનાથી વધારે અંક પર જંપ થાય તો સમજો કે તમારું નુકશાન થઇ રહ્યું છે.

પેટ્રોલનું મીટર વધારે ફાસ્ટ ચાલી રહ્યું છે તો સમજો કે ગરબડ છે. પેટ્રોલ પંપકર્મીને મીટરની સ્પીડ નોર્મલ કરવા કહો.

સૂમસામ પેટ્રોલ પંપથી પેટ્રોલ ન ભરાવો. જે પેટ્રોલ પંપ ઓછા ચાલે છે ત્યાંના મશીનના નોઝલમાં પેટ્રોલ આવતાં પહેલાં હવા ગાડીની ટાંકીમાં ભરાશે અને તમને થોડા પોઇન્ટ ઓછું પેટ્રોલ મળશે.

IMAGE SOUCRE

ખાલી ટાંકીમાં પેટ્રોલ ભરાવવાથી નુકશાન થાય છે. ટાંકી જેટલી ખાલી હશે તેટલી હવા ટાંકીમાં રહેશે. એવામાં તમે પેટ્રોલ ભરાવો છો તો હવાના કારણે પેટ્રોલનું પ્રમાણ ઓછું મળી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!