Site icon News Gujarat

પીએફ ખાતામાંથી પૂરેપૂરી રકમ મેળવવા માટે નોકરિયાતોએ કરવું પડશે આ કામ, નહીં તો પડશે મુશ્કેલી

જો આપ ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ના સભ્ય છો તો આ સમાચાર આપના માટે જરૂરી છે. પીએફ (PF) ખાતાધારકોને જલ્દી જ ૮.૫% વ્યાજના પૈસા મળી શકે છે.

image soucre

જો આપ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ના સભ્ય છો ટ આપને ફાયદા થવાના છે. ખરેખરમાં મોદી સરકારએ ફિલસ્કલ યર 2020- 21 માટે ૮.૫% વ્યાજને મંજુરી આપી દેવામાં આવી છે. પીએફ (PF) ખાતાધારકોના ખાતામાં વ્યાજના પૈસા જ ટ્રાન્સફર કરી દેવામાં આવશે. એવામાં જરૂરી છે કે, આપનો આધાર નંબર, પીએફ એકાઉન્ટ અને યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN)ની સાથે લિંક હોવો જોઈએ. નહિતર આપના પૈસા અટકી શકે છે.જો કે, ઇપીએફઓએ આધાર યુએએન લીંકીંગ (UAN Aadhaar Linking) ની સમય સીમા તા. ૧ જુન, ૨૦૨૧થી વધારીને તા. ૧ સપ્ટેમ્બર, ૨૦૨૧ કરી દેવામાં આવી છે.

જાણીશું કેમ જરૂરી છે PF ખાતાને આધાર કાર્ડની સાથે લિંક કરવું.

image socure

સામાજિક સુરક્ષા સંહિતાની ધારા ૧૪૨ હેઠળ PF ખાતાને આધાર કાર્ડ સાથે લિંક કરવું જરૂરી છે. જો આપનું આધાર કાર્ડ આપના યુએએન સાથે લિંક નહી હોય તો આપના નિયોક્તા આપના ઈપીએફ ખાતામાં માસિક પીએફ યોગદાન જમા કરી શકશે નહી. એના સિવાય જ્યાં સુધી લિન્કિંગ નહી થઈ જાય, આપ પોતાના ઈપીએફ કોષ માંથી ઋણ લેવા કે પછી ઉપાડ કરવામાં સક્ષમ રહેશો નહી.

EPF એકાઉન્ટને આધાર કાર્ડની સાથે ઓનલાઈન આવી રીતે કરો લિંક.

ઓફલાઈન પ્રોસેસ

-‘Aadhaar Seeding Application’ ફોર્મ ભરો.

-માંગવામાં આવેલ તમામ ડીટેલ્સની સાથે ફોર્મમાં પોતાના UAN અને Aadhaar કાર્ડને નોંધાવી લો.

-ફોર્મની સાથે પોતાના યુએએન, પેન અને આધાર કાર્ડની સેલ્ફ અટેસ્ટેડ કોપી એટેચ કરો.

-એને ઇપીએફઓ કે પછી કોમન સર્વિસ સેન્ટર (સીએસસી) આઉટલેટને કોઇપણ ફિલ્ડ ઓફિસમાં એક્ઝીક્યુટીવની પાસે જમા કરાવો.

પ્રોપર વેરિફિકેશન બાદ આપના આધાર કાર્ડ, આપના ઈપીએફ એકાઉન્ટની સાથે જોડાઈ જશે.

-એની સાથે સંબંધિત એક મેસેજ આપના રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version