લો બોલો, આ તાંત્રિક તો ખરો નિકળ્યો, મહિલાઓ સાથે ફોન પર વાત કરીને કહેતો…જાણો અંતે કેવી રીતે થઇ ધરપકડ

તમે રસ્તાઓના કિનારે આવી જાહેરાતો વાંચેલી હશે, જેમાં લખેલું હોય છે વશિકરણ, સમ્મોહન, બગડેલા કામો પુરા કરી આપીશુ, પ્રેમમાં ધોખો ખાધેલ યુવક કે પછી સંતાન પ્રાપ્તિ માટે બાબાને મળો. આ ઉપરાંત મળવાનું સરનામું પણ આપવામાં આવ્યું હોય છે. પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈ વ્યક્તિ કોઈને ઓનલાઇન વશ કરી લે. આવુ થયું છે. દિલ્હી પોલીસે એક ઓનલાઇન સંમોહન અને વશિકરણ કરનાર તાંત્રિકની ધરપકડ કરી છે. જે સામે વાળા વ્યક્તિને મળ્યા વિના અને તેને જોયા વિના પોતાના અવાજથી સામે વાળા વ્યક્તિને સંમોહિત કરે છે.

એક ફોન કોલથી શરીર અને મનને અંકુશમાં કરી લેતો

image source

આ હજારો માઈલ દૂર બેસીને એક ફોન કોલથી શરીર અને મનને અંકુશમાં કરી લેતો હતો. ક્યાંકથી નંબર શોધીને દિલ્હીની એક મહિલાએ તાંત્રિકને ફોન કર્યો હતો. લોકડાઉનના કારણે તેના પતિની નોકરી જતી રહી હતી અને ઘરમાં ઘણો ઝઘડો ચાલતો હતો.

image source

તાંત્રિકે ફોન ઉપર પોતાની ઓળખ રાહુલ શાસ્ત્રી તરીકે આપી. તેણે મહિલાને કહ્યું કે તેના ઘરમાં ગ્રહો દોષ છે, જેની શાંતિ માટે પૂજા કરવી પડશે. તેના માટે તાંત્રિકે 3500 રૂપિયા ફી માંગી હતી, જે ઓનલાઈન મોકલવાની હતી. તે સ્ત્રી સાથેની ટૂંકી વાતોમાં, તેણે તેને સંમોહિત કરી લીધી હતી અને તેના મન પર કાબુ કેળવી લીધો.

કેટલીયે વાર આ મહિલાએ તેના ખાતામાં પૈસા નાખ્યા

image source

વશિકરણમાં આવ્યા બાદ એકવાર નહી પરંતુ કેટલીયે વાર આ મહિલાએ તેના ખાતામાં પૈસા નાખ્યા. જ્યારે તે કહેતો ત્યારે મહિલા પૈસા તેના ખાતામાં ટ્રાન્સફર કરી દેતી. પરંતુ જ્યારે તે સ્ત્રીનું સમ્મોહન તૂટ્યુ ત્યાં સુધીમાં તેનું એકાઉન્ટ ખાલી થઈ ગયું હતું. તે જાણતી નહોતી કે તેણીએ તેની મહેનતની કમાણી તાંત્રિકના ખાતામાં ટ્રાન્સફર કરી દીધી. જ્યારે મહિલાને લાગ્યું કે તે સંપૂર્ણ લૂંટાઇ ગઈ છે, ત્યારે તે પોલીસ પાસે પહોંચી હતી. તેણે પોલીસને બધુ કહ્યું.

પુત્ર આરિફ સાથે મળીને સંમોહિત કરતો

image source

પોલીસે તાત્કાલિક તાંત્રિકનો મોબાઇલ નંબર ટ્રેક પર મૂકી દીધો હતો. પોલીસે બેંક ખાતા અને વ્યવહારના ઇતિહાસની તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે દંભી તાંત્રિક મેરઠનો રહેવાસી છે. તેનું સાચુ નામ હારુન ઉર્ફે મિયા શાહ છે, જે તેમના પુત્ર આરિફ સાથે મળીને સંમોહિત કરતો હતો. તપાસ દરમિયાન પોલીસને ખબર પડી છે કે આ બાબાએ પોતાનું ઓનલાઈન પોર્ટલ પણ બનાવ્યું છે, જે મિયાં શાહ જી બંગાળીના નામે છે. આ તાંત્રિકે આ પદ્ધતિથી સેંકડો લોકોને સંમોહિત કર્યા છે. એટલું જ નહીં, આ તાંત્રિક પહેલા પણ હત્યા અને રમખાણોના આરોપમાં જેલમાં જઈ આવ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત