કોરોનામાં પિતાની નોકરી છૂટી તો દીકરીએ ઉપાડી ઘરની બધી જવાબદારીઓ, ફૂડ ડિલિવરી કરીને ચલાવે છે ગુજરાન

કોરોનાકાળમાં ઘણા લોકોએ તેમની નોકરી ગુમાવી છે. લોકો હવે નાના મોટા કામ કરીને ગુજરાન ચલાવી રહ્યાં છે. ક્યાંક કોઈએ પરિવાર માટે દરરોજ ખાઈ શકાય તેટલું કમાઈ રહ્યાં છે તો વળી કોઈ બાળક અભ્યાસ છોડીને કામમાં લાગી ગયો છે. આજે અહીં આવી જ એક દીકરીની વાત થઈ રહી છે જેના પિતાએ કોરોના સમયગાળા દરમિયાન નોકરી ગુમાવી દીધી છે. હવે તેની દીકરી ફૂડ ડિલિવરી કરીને પરિવારની ભરણપોષણ કરી રહી છે. મળતી માહિતી મુજબ વિષ્ણુપ્રિયા ઓડિશાના કટકની છે. તેની ઉંમર માત્ર 18 વર્ષની છે.

image source

તે કોરોના પહેલાં સ્કૂલે જતી હતી અને તેનું સ્વપ્ન ડોક્ટર બનવાનું હતું. પરંતુ ગયા વર્ષે બધું બદલાઈ ગયું. પિતા ડ્રાઇવર તરીકે કામ કરતા હતા તેને લોકડાઉનમાં નોકરી ગુમાવી દીધી. ત્યારબાદ પરિવારનો સહારો આ પુત્રી બની. પરિવારમાં વિષ્ણુપ્રિયા સિવાય બે નાની દીકરી પણ છે. તે પણ અભ્યાસ કરે છે. જાણવા મળ્યું છે કે તાજેતરમાં વિષ્ણુપ્રિયાએ ફૂડ એપ પણ બનાવી છે. તેણે ડિલીવરી એપ ઝોમાટોમાં એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો અને તે પસંદગી પામી હતી. હવે તે તેમાં કામ કરીને પરિવારના ખર્ચની સંભાળ લઈ રહી છે. તે સવારે 6 વાગ્યાથી દિવસના 10 વાગ્યા સુધી બાળકોને ટ્યુશન કરાવતી હતી. પરંતુ બાળકો કોવિડને કારણે આવતા ન હતા.

image source

તેણે આ અંગે કહ્યું હતું કે કોરોનાની બીજી લહેરને કારણે હવે ટ્યુશનના બાળકો પણ આવતા ન હતા. આવી સ્થિતિમાં તેના પરિવારને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. તેથી તે જોમેટોમાં જોડાઈ છે. આ કામ માટે તેનાં પિતા એ તેને બાઇક રાઇડિંગ શીખવ્યુ હતું. જાણવા મળ્યું છે કે તેને બાઇક ચલાવતા પણ આવડતું ન હતું. હવે તે આ રીતે કામ કરનાર માટે કટકની પહેલી છોકરી છે. તેણે આગળ વાત કરતાં જણાવ્યું હતું કે હું સાયન્સ પ્રવાહ સાથે 12મા ધોરણમાં અભ્યાસ કરતી હતી અને ડોકટર બની માનવતાવાદી કાર્ય કરવા માંગુ છું. પરંતુ પિતાની નોકરી પછી જીવન થોડું મુશ્કેલ થઈ ગયું છે જેથી આજે આ કામ કરી રહી છું.

image source

વિષ્ણુપ્રિયાની માતા સાથે થયેલી વાતચીતમાં તેમણે કહ્યું હતું કે તે અમારી દીકરી નહી પણ દીકરો જ છે. જ્યારે તેના પિતાએ તેની નોકરી ગુમાવી દીધી હતી ત્યારે તે સંકોચ વિના પરિવારની મદદ માટે આગળ આવી હતી. તે આજે પણ પોતાનો અભ્યાસ ચાલુ રાખી છે અને. પાર્ટ ટાઇમ જોબ પણ કરી રહી છે. તે સમયે સમયે બાળકોને ટ્યુશન પણ આપે છે. તેની આ સમજદારી પર અમને ગર્વ છે. કોરોના મહામારી ધીમી પડ્યાં બાદ તેના પિતાને નોકરી મળી જતા તે ફરીથી પોતાનાં સપનાઓ પુરા કરવા લાગી જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!