પિતા 11 મહિનાની બાળકીને ટબમાં બેસાડી ફોનમાં વ્યસ્ત થયા, 4 વર્ષના દિકરાએ નળ ખોલી નાખ્યો, પછી લાશ મળી

બાળક નાનું હોય ત્યારે તેની પૂરી કાળજી લેવી જરૂરી બની જતી હોય છે. પરિવારનાં કોઈ એક સભ્ય મોટા ભાગે બાળકની આસપાસ રહે છે અને તેનું ધ્યાન રાખતા હોય છે કારણ કે તે સમયે બાળકની સમજણ શક્તિ વિકાસ પામી ન હોવાના કારણે તેને શું કરવું અને શું ન કરવું તેની સમજ રહેતી નથી. હાલમાં એક એવી ઘટના સામે આવી છે જ્યાં પરિવારની બેદરકારીના લીધાં એક માસૂમ બાળકનું મોત થયું છે. આ કિસ્સો હરિયાણાથી સામે આવ્યો છે.

હરિયાણાના જિંદ પંથકમાં રવિવારે આ ઘટનાં બની હતી. જાણવા મળ્યું છે કે અહી ફ્કત 11 મહિનાની બાળકીનું ટબમાં ડૂબી જવાના કારણે દર્દનાક મોત થયું છે. બાળકીને નવડાવવા માટે ટબમાં બેસાડીને અને ફોન પર વાત કરતાં કરતાં તેના પિતા ઘરની બહાર નીકળી ગયાં હતાં. તેની આ લાપરવાહી એક માસૂમ બાળકને ભોગવવી પડી હતી. જ્યારે આ પિતા બહાર નીકળી ગયા તે સમયે બાજુમાં જ રમી રહેલાં 4 વર્ષના બાળકે અચાનક નળ ચાલુ કરી દીધો હતો.

image source

આ પછી જ્યાં સુધી તેની માતા ત્યાં બાળકને જોવા મટે આવે છે ત્યાં સુધીમાં ખુબ મોડું થઈ ગયું હોય છે. તે નાનકડી બાળકીએ જીવ ગુમાવી દીધો હતો. એક પિતાની બેજવાબદારીએ દીકરીનો જીવ લઈ લીધો હતો. આ ઘટનાં પરથી સમજી શકાય છે કે બાળકની સંભાળ રાખવી કેટલી જરૂરી છે. આ વિશે વિગતે વાત કરીએ તો આ ઘટનાના જિંદ શહેરની એમ્પ્લોયીઝ કોલોનીમાં બની છે. અહી રહેતા વિક્રમ નામના યુવકે રવિવારે તેની 11 મહિનાની બાળકી અર્ચનાને નવડાવી રહ્યો હતી.

તે સમયે નવડાવ્યા બાદ તેણે ટબ પણ ખાલી કરી નાખ્યું હતું. આ પછી તેણે બાળકીને ખાલી ટબમાં બેસાડી દીધી હતી. ત્યારબાદ અચાનક કોઈનો ફોન આવતા વિક્રમ વાત કરતા કરતાં ઘરની બહાર નીકળી ગયો હતો અને તેને બાળકીનું ધ્યાન રહ્યું ન હતું. આ જ સમયે બીજી તરફ બાળકીની પાસે 4 વર્ષનો તેનો દીકરો ચીરાગ રમી રહ્યો હતો. ચિરાગે પાણીનો નળ ચાલુ કરી દીધો હતો અને તે ટબ આખું પાણીનું ભરી ગયું હતું જે બાળકીનાં મોતનું કારણ બન્યું. આ પછી જ્યાં સુધી તેની માતા રેખા તેને નવડાવવા માટે બાથરુમમાં પહોંચી ત્યારે ખુબ મોડું થઈ ગયું હતું. તે બાળકી પાણીમાં ડૂબી ગઈ હતી.

​​​​​​​માતાએ બાળકીને ટબમાં પડેલી જોઈને ઝડપથી બાળકીને પાણીમાં બહાર કાઢી લીધી હતી, પરંતુ ત્યાં સુધીમાં તેનું મોત થઈ ગયું હતું. બાળકીની આવું હાલત જોઇને રેખાએ બુમાબૂમી શરૂ કરી ત્યારે અડોશ પડોશના લોકો ત્યાં પહોંચી ગયા હતા અને અફરાતફરી મચી ગઈ હતી. આ પછી બાળકીને તરત જ સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી પરંતુ ત્યાં ડોક્ટર્સે તેને મૃત જાહેર કરી હતી.

આ કેસ ત્યાં પહોંચતા જ સિવિલ લાઈન પોલીસ સ્ટેશનના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને બાળકીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું કે જેથી સાચું કારણ બહાર આવી શકે. આ પછી બાળકીને પરિવારજનોને સોંપી દેવામાં આવી હતી. સિવિલ લાઈન પોલીસ અધિકારી હરીઓમે આ અંગે કહે છે કે બાળકીનું ટબમાં ડૂબી જવાના કારણે મોત થયું છે. પરિવારે આ દુર્ઘટનાને એક એક્સિડન્ટ ગણાવ્યો છે. તેમ છતાં પોલીસ દ્વારા ઘટનાની તપાસ ચાલી રહી છે.

image source

આવો કિસ્સો આ પહેલી વખત બન્યો તેનું નથી. આ અગાઉ પણ અનેક વખત આવા કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે છતાં આવી લાપરવાહી થઈ રહી છે. ત્રણ મહિના પહેલાં પણ બે બાળકોનું ડૂબવાથી મોત થયું હતું. આ અગાઉ ગાંગોલીમાં પણ એક માર્ચે પશુઓના પાણી પીવા માટે બનાવવામાં આવેલા હવાડામાં ડૂબવાથી ચાર વર્ષના લક્ષ્ય અને અઢી વર્ષના દત્તનું કરુણ મોત થયું છે. આ દુર્ઘટના પણ બંને બાળકો રમતા હતા તે દરમિયાન બની હોવાનું સામે આવ્યું હતું. નાનકડી બેદરકારીને કારણે માસૂમ બાળકના મોત થઈ રહ્યાં છે જે અંગે માતા પિતાએ સજાગ બનવાની જરૂર છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!