પીઠ પર સ્કૂટી ઉપાડીને જઈ રહ્યો હતો યુવક, લોકોએ કહ્યું, મોંઘા પેટ્રોલના પરિણામ આવવાના શરૂ

હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક વ્યક્તિ સ્કુટીને પોતાના માથા પર ઉપાડીને લઈ જઈ રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને યુઝર્સ તેને પેટ્રોલના ભાવમાં સાથે જોડીને જોઈ રહ્યા છે. ઘણાં સોશિયલ મીડિયા યુઝર્સે આ વીડિયો શેર કર્યો હતો અને લખ્યું હતું કે પેટ્રોલ રેટમાં વધારા પછી ટ્રેન્ડ આવવાનું શરૂ થયું છે. લોકો વીડિયો જોઈને ખૂબ મજા લઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે હિમાચલમાં પેટ્રોલની કિંમતો પણ સતત વધી રહી છે.

કેટલાક લોકો આને બાહુબલી પણ કહી રહ્યા છે

મળતી માહિતી મુજબ આ વીડિયો કુલ્લુના રામશીલા ગેમન પુલ નજીકનો છે. તેમાં એક વ્યક્તિ સ્કૂટીને પીઠ પર લઇને જતો હતો. કેટલાક લોકો આને બાહુબલી પણ કહી રહ્યા છે. જોકે, જાણવા મળ્યું છે કે યુવકની સ્કૂટીમાં તેલ ખતમ થઈ ગયું હતું અને પેટ્રોલ પમ્પ 500 મીટર દૂર હતો. તેથી તે પીઠ પર સ્કૂટી લઇને ચાલ્યો ગયો હતો. તે જ સમયે, એવી પણ ચર્ચા છે કે તકનીકી ખામીને કારણે યુવકે સ્કૂટીને પીઠ પર ઉંચકી લીધી હતી.

સીપીઆઇએમનું વિરોધ પ્રદર્શન

સોમવારે સીપીઆઇએમ પાર્ટીએ કુલ્લુ જિલ્લાના મુખ્ય મથકો ખાતે વધતી જતી મોંઘવારી સામે કેન્દ્ર અને રાજ્ય સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. પાર્ટીના જિલ્લા મહામંત્રી હોતમસિંહ સોખલાની અધ્યક્ષતામાં ડીસી કચેરીની બહાર દેખાવો યોજવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે સરકાર તિજોરીમાં રહેલો પૈસો ઉદ્યોગપતિએ પર લૂંટાવી રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો ટેક્સ ઘટાડે અને લોકોને રાહત આપે છે. સીપીએમના ધારાસભ્ય રાકેશ સિંહાએ જનતાના પ્રશ્નો અંગેની સૂચિ બનાવી છે, તેઓ દરેક મુદ્દાને વિધાનસભામાં ઉઠાવશે.

તો બીજી તરફ પેટ્રોલ-ડીઝલના ભાવની વાત કરીએ તો દેશના ઘણા શહેરમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાની પાર પહોંચી ગયા છે. નોંધનિય છે કે સરકારે છેલ્લા એક વર્ષમાં પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ બમણો કરી દીધો છે. જેના કારણે તેલના ભાવ ભડકે બળી રહ્યા છે. તો બીજી તરફ કોરોનાકાળમાં ક્રૂડ ઓઇલનો ભાવ ઘટ્યો હોવ છતા તેનો ફાયદો સામાન્ય લોકો સુધી પહોંચ્યો નહોતો.

image source

તો બીજી તરફ એક રિપોર્ટ અનુસાર હવે નાણા મંત્રાલય તેલની કિંમતો પર ટેક્સ ઘટાડવાનું વિચારી રહ્યું છે. જને લઈને નાણા મંત્રાલયે કેટલાક રાજ્યો, ઓઈલ કંપનીઓ અને પેટ્રોલિયમ મંત્રાલય સાથે ચર્ચા કરી હોવાની વાત સામે આવી રહી છે. આ અંગે નાણા મંત્રાલય સરકારની આવક પર અસર ન પડે અને આમ આદમીને રાહત આપી શકાય તેવો રસ્તો કાઢવા પર વિચારી રહ્યું છે.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર મુજબ પેટ્રોલ-ડીઝલની કિંમત સ્થિર રાખવા પર વિચાર કરવામાં આવી શકે છે. જેને લઈને માર્ચના મધ્યમાં નિર્ણય લેવામાં આવી શકે છે. જો કે ટેક્સ ઘટાડતાં પહેલા સરકાર ભાવ સ્થિર કરવા ઈચ્છે છે, જેથી ભવિષ્યમાં ક્રૂડ ઓઇલની કિંમત વધવા પર ટેક્સ વધારવો ન પડે. તમને જણાવી દઈએ કે હાલમાં જ નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, તેલ પર ટેક્સ ક્યારે ઘટશે તે હું ન કહી શકું. રાજ્ય અને સરકારે ટેક્સ ઘટાડવા માટે પરસ્પર સહમતિ દાખવવી જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!