PM મોદીની મોટી જાહેરાત, નવેમ્બર સુધી 80 કરોડ લોકોને મફત અનાજ મળશે, આ સાથે દેશની જનતાને શું આપ્યો મેસેજ જાણો તમે પણ

પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રને આપેલા પોતાના સંબોધનમાં જણાવ્યું કે કોરોનાના સમયગાળા દરમિયાન કોઈ પણ સ્થિતિમાં નિયમોનું પાલન થાય તે જરૂરી છે.

એમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યુ હતું કે ભલે કોઈ ગામનો પ્રધાન હોય અથવા દેશના વડાપ્રધાન નિયમોથી ઉપર કોઈ રહેશે નહિ. એમણે જણાવ્યું હતું કે આપણે વૈશ્વિક મહામારી એવા કોરોના સામે લડતા લડતા અનલોક ૨માં પ્રવેશ કરી રહ્યા છીએ. સાથે જ આપણે મોસમના એ સમયગાળામાં છીએ જયારે શરદી અને ખાંસી પણ થઇ શકે છે, એવામાં દરેક નાગરિક પોતાનું ધ્યાન રાખે. કોરોનાના કારણે થનાર મૃત્યુ આંકને જોતા ભારત અન્ય દેશોની સરખામણીએ ઘણી સારી સ્થિતિમાં છે. આ બધું જ સમયસર લેવાયેલા લોકડાઉનના કારણે જ શક્ય બન્યું છે.

image source

નિયમોથી ઉપર કોઈ પણ રહી શકશે નહિ

કોરોના સામે લડવા માટે શરૂઆતના સમયમાં આપણે નિયમિત હાથ ધોવા, સામાજિક અંતર જાળવવું તેમજ માસ્ક પહેરવા બાબતે સતર્ક રહ્યા હતા, પણ કેટલાક દિવસોથી એમાં લાપરવાહી જોવા મળી રહી છે. આપણે અત્યારે સતર્ક રહેવાની જરૂર છે. મોદીએ કહ્યું કે એક દેશના વડા પ્રધાનને 13 હાજર રૂપિયાનો દંડ એટલે ભરવો પડ્યો કારણ કે એમણે માસ્ક નોહતું પહેર્યું. ભારતમાં પણ એવા જ સખ્ત નિયમોની જરૂર છે, ગામના પ્રધાન હોય કે દેશના વડાપ્રધાન નિયમોથી ઉપર કોઈ પણ રહી શકશે નહિ.

image source

વધુમાં એમણે જણાવ્યું કે ગરીબ કલ્યાણ યોજના દ્વારા હાલના સમયમાં પણ પોણા બે લાખ કરોડનું પેકેજ આપવામાં આવ્યું હતું. વીતેલા ત્રણ મહિનામાં ૨૦ કરોડ જેટલા ગરીબ પરિવારોને બેંકમાં ખોલાવેલા જનધન ખાતાઓ દ્વારા ૩૧ હાજર કરોડ જેટલા રૂપિયા જમા કરાવવામાં આવ્યા છે. આ દરમિયાન ૯ કરોડથી વધારે ખેડૂતોના બેંક ખાતામાં પણ ૧૮ હાજર કરોડ જેટલા રૂપિયા જમા કરાવવામાં આવ્યા છે.

80 કરોડ લોકોને મફત અનાજ

image source

મોદીએ પોતાના આજના ભાષણમાં જણાવ્યું હતું કે કોરોના સંક્રમણના આ સમયગાળામાં દેશ સાથે રહીને લડતા 80 કરોડથી વધારે લોકોને ૩ મહિનાનું અનાજ એટલે કે પરિવારના દરેક સદસ્યને ૫ કિલો ઘઉં અથવા ચોખા ફ્રીમાં આપ્યા છે. આ દરમિયાન એક બીજી જાહેરાત કરતા એમણે ઉમેર્યું હતું કે ચોમાસા દરમિયાન ભારતમાં સૌથી વધારે ખેતીનું કામ થાય છે, એવામાં સરકારે નિર્ણય લીધો છે કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનો વિસ્તાર કરવામાં આવશે. આ યોજનાના વિસ્તાર દ્વારા નવેમ્બર મહિના સુધી ૮૦ કરોડ લોકોને મફતમાં અનાજ પહોચાડવામાં આવશે.

ગરીબ કલ્યાણ અન્ન યોજના નવેમ્બર સુધી યથાવત

image source

મોદીએ જણાવ્યું હતું કે આજે હું ચોમાસા સાથે જોડાયેલી એક મહત્વની ઘોષણા કરવા જઈ રહ્યો છું. આપણે બધા જાણીએ છીએ કે ચોમાસા દરમિયાન અને એના પછી મુખ્ય રીતે ખેતીના ક્ષેત્રમાં જ સૌથી વધારે કામ થાય છે. અન્ય ક્ષેત્રોમાં હાલની સ્થિતિ જોતા સુસ્તી જોવા મળી શકે છે. આ સાથે જ જુલાઈ માસમાં હવે તહેવારોની સીઝન પણ શરુ થઇ રહી છે. તહેવારોનો આ સમય જરૂરિયાત અને ખર્ચ બંનેમાં વધારો કરે છે.

આ બધી જ વાતોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો વિસ્તાર હવે દિવાળી એટલે કે નવેમ્બર મહિનાના અંત સુધી કરી દેવામાં આવશે. આ સાથે જ એમણે કહ્યું કે ૮૦ કરોડ લોકોને મફતમાં અનાજ આપનારી આ યોજના જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર અને નવેમ્બર માસ સુધી ચાલુ રાખવામાં આવશે. આપને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના આ વિસ્તારમાં 90 હજાર કરોડ જેટલા રૂપિયાનો ખર્ચ થશે. જો વીતેલા ત્રણ મહિનાનો ખર્ચ પણ આ રકમમાં જોડવામાં આવે તો આ ખર્ચ ૧.૫ લાખ કરોડ રૂપિયા જેટલો થઇ જાય છે.

image source

સહાયનો શ્રેય ઈમાનદાર ટેક્સપેયર અને ખેડૂતોને

પીએમ મોદીએ કહ્યું હતું કે આખાય ભારત માટે એક રેશન કાર્ડની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી રહી છે. એટલે કે એક રાષ્ટ્ર એક રેશન કાર્ડ. આ વ્યવસ્થાના કારણે સૌથી વધારે લાભ એવા ગરીબ લોકોને મળશે જે રોજગાર મેળવવા તેમજ બીજી જરૂરિયાતોના કારણે પોતાનું ગામ છોડીને બીજી જગ્યાએ રહે છે. એમણે આ બધા જ ખર્ચનો શ્રેય ઈમાનદાર ટેક્સપેયર અને ખેડૂતોને આપતા કહ્યું હતું કે આ બંને વર્ગના પરિણામે જ આજે સરકાર ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને સહાય આપી શકે છે. પીએમ મોદીએ જણાવ્યું કે આવનારા સમયમાં આ પ્રયત્નોને વધુ ઝડપથી આગળ વધારવામાં આવશે. આપણે ગરીબો, પીડિતો, શોષિતો અને વંચિત લોકોને કોઈ પણ પ્રકારે સશક્ત બનાવવાનો નિરંતર પ્રયાસ કરતા રહીશું.

ગૃહમંત્રીએ અપીલ કરી હતી

image source

મોદીના સંબોધન પહેલા જ ગૃહમંત્રી અમિતશાહે ટ્વીટ કરીને લોકોને પીએમ મોદીના સંબોધનને સાંભળવા માટે અપીલ કરી હતી. પીએમ મોદીનું આ સંબોધન એવા સમયે આવી રહ્યું છે, જ્યારે લદ્દાખની ગલવાન ઘાટીમાં 15 જુનના દિવસે 20 જવાનોના શહીદ થવાના સમાચાર આવ્યા હતા. હાલમાં ચીન અને ભારત વચ્ચે સીમાઓ પર તનાવ ચરમસીમા પર છે. આ સાથે જ આ સંબોધન એવા સમયે પણ છે, જ્યારે કોરોના સંક્રમણના કારણે રોજેરોજ દર્દીઓની સંખ્યમાં વધારો થઇ રહ્યો છે. આ બધા વચ્ચે હવે આપણે અનલોક 1માંથી અનલોક 2માં પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ. અનલોક 2 અંગેના નિર્દેશો ગૃહ મંત્રાલય દ્વારા સોમવારે રાત્રે આપી દેવામાં આવ્યા છે.

પ્રધાનમંત્રી મોદીનું દેશના નામે આ છઠ્ઠું સંબોધન

image source

પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા સોમવાર રાત્રે એક ટ્વીટ કરવામાં આવ્યું હતું જેમાં જણાવવામાં આવ્યું હતું કે ‘પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કાલે (મંગળવાર – ૩૦ જુન) સાંજના ચાર વાગે દેશને સંબોધિત કરશે.’. દેશમાં જ્યારથી કોરોનાએ પ્રવેશ કર્યો છે આ સમયગાળામાં પ્રધાનમંત્રીનું આ છઠ્ઠું સંબોધન છે. આ પહેલા અલગ અલગ અવસર પર પીએમ મોદી પાંચ વખત સંબોધન કરી ચુક્યા છે.

પ્રથમ સંબોધન 19 માર્ચના દિવસે જનતા કર્ફ્યું અંગે કર્યું હતું, ત્યારબાર બીજું સંબોધન 24 માર્ચના દિવસે ૨૧ દિવસ માટે અપાયેલા લોકડાઉનને લઈને કરવામાં આવ્યું હતું. ત્રીજું સંબોધન 3 એપ્રિલના દિવસે દીવડા પ્રગટાવવા અપીલ કરી હતી. ચોથું સંબોધન કરીને 14 એપ્રિલના દિવસે એમણે બીજા લોકડાઉનની ઘોષણા કરી હતી ત્યારબાદ એમણે 12 મેના દિવસે આપેલા સંબોધનમાં ચોથા તબક્કાના લોકડાઉનની જાહેરાત કરી હતી.

પીએમ મોદીનું આજે છઠ્ઠું સંબોધન હતું. આ સંબોધનને લઈને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ ટ્વીટ કરીને પ્રજાને પીએમ મોદીના આજના સંબોધનને સાંભળવા અપીલ કરી હતી. એમણે લખ્યું હતું કે ,’મહત્વપૂર્ણ છે, અને હું તમને દરેકને આગ્રહ કરું છું કે તમે બધા જ સાંજે 4 વાગે પીએમ મોદીના સંબોધનને જરૂર સાંભળો.’

ચીનની 59 મોબાઈલ એપ્લીકેશ પ્રતિબંધિત

image source

ચીન અને ભારતની સીમા પર ચાલી રહેલા તણાવ વચ્ચે પ્રધાનમંત્રી મોદીએ આ સંબોધનને લઈને કેટલીયે જાતના અંદાઝ લગાવવામાં આવી રહ્યા હતા. લોકોમાં ઉત્સુકતા એટલે પણ હતી કે એક દિવસ પહેલા જ ભારત સરકાર દ્વારા એક ઘણો મોટો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો. ભારત સરકાર દ્વારા ગત રાત્રીએ ચીનની 59 જેટલી મોબાઈલ એપ્લીકેશનો પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

આપને જણાવી દઈએ કે 15 જુનના દિવસે LAC પર થયેલી હિંસક ઝડપમાં ભારતના જવાનોની શહાદત પછી અનેક ચીની કંપનીઓના ટેન્ડર પણ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તો બીજી બાજુ 1 જુલાઈથી દેશભરમાં અનલોક 2 લાગુ થવા જઈ રહ્યું છે. આ સમયે પ્રધાન મંત્રીનું દેશના નામે આ સંબોધન જરૂરી અને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.

Source: AajTak

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત