વિશ્વ યોગ દિવસે પીએમ મોદીનો સંદેશ, કોરોનાને મ્હાત આપવા નિયમિત કરો અનુલોમ વિલોમ, જણાવ્યા લાભ

21 જૂન એટલે વિશ્વ યોગ દિવસ, આજે દેશમાં છઠ્ઠો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાઈ રહ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે યોગ દિવસની ઉજવણી યોગ માટેના જાહેર કાર્યક્રમોના માધ્યમથી થઈ નથી રહી.

image source

પરંતુ આ તકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશને સંબોધિત કરી યોગનું મહત્વ જણાવ્યું હતું. વડાપ્રધાન મોદીએ તેમના સંદેશમાં કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એક પ્રકારે એકતાનો દિવસ છે. આ દિવસ વિશ્વ બંધુત્વનો સંદેશ આપે છે. હાલ જ્યારે વિશ્વભરમાં કોરોનાનું સંકટ ઘેરાયેલું છે તેની વચ્ચે વિશ્વભરના લોકોમાં યોગ દિવસનો ઉત્સાહ જોવા મળે છે.

image source

આ તકે તેમણે કોરોનાને હરાવવા યોગ ઉત્તમ માધ્યમ છે તેમ પણ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે કોરોના વ્યક્તિના શ્વસનતંત્ર ઉપર હુમલો કરે છે. તેવામાં પ્રાણાયામ રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદરૂપ છે. જો કે આ વર્ષે આપણે સામાજિક કાર્યક્રમોથી દૂર રહીને ઘરે પરીવારના લોકો સાથે યોગ કરી રહ્યા છીએ. આ રીતે યોગ કરવાથી અલગ જ ઊર્જાનો સંચાર થાય છે. આ રીતે યોગ કરવાથી ફેમિલી બોન્ડિંગ પણ વધે છે અને સ્વાસ્થ્ય પણ સુધરે છે.

image source

કોરોના વાયરસમાં યોગ કરવા તે પ્રાથમિક જરૂરીયાત છે. તેમણે કહ્યું હતું કે પ્રાણાયામથી સ્વસન તંત્રને મજબૂત થાય છે આમ તો તેના અનેક પ્રકાર છે પરંતુ કોરોનાથી બચાવ માટે અનુલોમ-વિલોમ, ભ્રામરી વગેરે ઉત્તમ યોગ છે. તેનાથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરવામાં મદદ મળે છે. તેથી તેને તમારી દૈનિક ક્રિયાઓમાં જરૂરથી સામેલ કરવી. અનુલોમ વિલોમ સાથે અન્ય પદ્ધતિના યોગ પણ શીખવા જોઈએ. તેનાથી કોરોના હારશે અને અન્ય બીમારીને દૂર કરવામાં પણ મદદ મળશે.

image source

વડાપ્રધાન મોદીએ તેમના સંબોધનમાં આ ત્રણ શ્લોક બોલી અને તેના વડે યોગનું મહત્વ સમજાવ્યું હતું.

યોગ: કર્મસુ કૌશલમ્ – કર્મની કુશળતા જ યોગ છે.

સમત્વમ્ યોગ ઉચ્યતે – જીવનમાં સુખ, દુ:ખ કે અન્ય કોઈપણ પરિસ્થિતિ હોય તેમાં સ્થિતપ્રજ્ઞ રહેવાનું નામ યોગ છે.

image source

યુક્ત આહાર વિહારસ્ય, યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ

યુક્ત સ્વપ્ના વ બોધસ્ય, યોગો ભવતિ દુ:ખહા –

યોગ્ય આહાર, રમત ગમત, સુવાની અને જાગવાની સારી આદત અને આપણા કામ સાચી રીતે કરવા તે યોગ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત