પોસ્ટ ઓફિસમાં રોકાણ માટે ખાસ છે આ 5 સેવિંગ્સ સ્કીમ, જાણી લો તમે પણ

પોસ્ટ ઓફિસની અનેક સ્કીમ્સ છે જે નાની બચતના માટે કામની છે. પોસ્ટ ઓફિસની આ નાની બચત યોજનામાં રોકાણ કરવાથી ગેંરેટી મળે છે ને સાથે રિટર્નની સાથે ટેક્સમાં છૂટનો ફાયદો પણ મળે છે. ટેક્સમાં સેક્શન 80સીના આધારે તેમાં 1.5 લાખ રૂપિયા દર વર્ષના આધારે ટેક્સ છૂટ પણ મળે છે. તો તમે પણ આ યોજનામાં રોકાણ કરીને ફાયદો લઈ શકો છો.

જાણો પોસ્ટ ઓફિસની કઈ 5 સ્કીમ્સ તમને બમણો ફાયદો આપી શકે છે,

પોસ્ટ ઓફિસ મંથલી ઈન્કમ સ્કીમ

image source

જો તમે ઓછા જોખમ સાથે રોકાણ કરવા ઈચ્છો છો તો તમે પોસ્ટ ઓફિસ મંથલી ઈન્કમ સ્કીમનો લાભ લઈ શકો છો. આ એક સારો વિકલ્પ હોઈ શકે છે. મંથલી ઈન્કમ સ્કીમમાં તમને 6.6 ટકાના દરે વ્યાજ મળશે. વ્યાજની રકમ દર મહિને તમને બચત ખાતામાં મળશે. મંથલી ઈન્કમ સ્કીમનો સમય 5 વર્ષનો રહે છે. તેને આગળ પણ વધારી શકાય છે. પોસ્ટ ઓફિસની સ્કીમ હોવાના કારણે પૂરી રીતે રિસ્ક ફ્રી રહે છે. તેમાં તમે વધારેમાં વધારે 4.5 લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો, આ સ્કીમમાં જોઈન્ટ એકાઉન્ટની સુવિધા પણ છે. જો તમે જોઈન્ટ એકાઉન્ટ ખોલાવો છો તો તેને માટે 9 લાખ રૂપિયા સુધીની લિમિટ છે.

સીનિયર સીટિઝન સેવિંગ એકાઉન્ટ

પોસ્ટ ઓફિસમાં સીનિયર સિટિઝન સેવિંગ સ્કીમ છે. તેમાં હાલના સમયે 7.4 ટકાના દરે વ્યાજ મળી રહ્યું છે. આ સાથે તેની પર મળતું વ્યાજ દર ત્રણ મહિનાના આધારે એકાઉન્ટમાં ક્રેડિટ કરાય છે. આ યોજનાની ખાસ વાત એ છે કે તેની પર ઈન્કમ ટેક્સના સેક્શન 80 સી સુધી ટેક્સ છૂટની પણ સુવિધા મળે છે.

image source

નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ

પોસ્ટ ઓફિસની એક અન્ય સ્કીમ નેશનલ સેવિંગ સર્ટિફિકેટ પણ છે. નેશનલ સેવિંગ સર્ટિફિકેટ ફિક્સ્ડ ડિપોઝિટની જેમ હોય છે. પબ્લિક પ્રોવિડન્ટ ફંડની જેમ આ સ્કીમ પર પણ વ્યાજ પર કોઈ ટેક્સ લાગતો નથી. આ સ્કીમ પર તમને 6.8 ટકાના દરે વ્યાજ મળે છે જેની ગણતરી વાર્ષિક રીતે કરાય છે. પણ તેની પર મળનારા વ્યાજની રકમ સ્કીમના મેચ્યોરિટી પર મળે છે. આ સ્કીમમાં જમા રાશિ પર ઈન્કમ ટેક્સ એક્ટના સેક્શન 80 સીના આધારે ટેક્સની છૂટ મળે છે.

પોસ્ટ ઓફિસમાં ટાઈમ ડિપોઝિટ

પોસ્ટ ઓફિસમાં ટાઈમ ડિપોઝિટ નામે એક યોજના ચાલુ કરાઈ છે. જેમાં મેચ્યોરિટી 5 વર્ષ માટેની હોય છે. આ યોજનામાં તમે ઓછામાં ઓછા 200 રૂપિયાથી રોકાણ શરૂ કરી શકો છો. આ યોજના માટે પહેલા 3 વર્ષ માટે 5.5 ટકાના દરે વ્યાજ મળે છે. પાંચમા વર્ષે તેની પર 6.7 ટકાના દરે વ્યાજ મળે છે. આ વ્યાજ વાર્ષિક રીતે મળે છે. આ સાથે તમારે એ વાત પર પણ ધ્યાન આપવું જોઈએ કે આ યોજનાના આધારે તિમાહી પર વ્યાજ મળે છે. આ યોજના પર મળનારા વ્યાજ પર કોઈ ટેક્સ લાગતો નથી.

image source

કિસાન વિકાસ પત્ર

નાની બચત યોજનામાં કિસાન વિકાસ પત્ર સામાન્ય લોકોમાં જાણીતું છે. તેને પોતાના નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને ખરીદી શકાય છે. તેની શરૂઆત 1000 રૂપિયાથી થાય છે. આ એક ખાસ પ્રકારનું પ્રમાણપત્ર હોય છે. જેનેતમે પોસ્ટ ઓફિસથી ખરીદી શકો છો. આ બોન્ડની જેમ પ્રમાણપત્રના રૂપમાં ખરીદી શકાય છે. તેની પર સરકારની તરફથી વ્યાજ મળે છે. સરકાર દર ત્રણ મહિનાને માટે વ્યાજ દર નક્કી કરે છે. 6.9 ટકાના વ્યાજના દર પર આ સ્કીમની સાથે 9 વર્ષ અને 2 મહિના એટલે કે 110 મહિનામાં તમારા રૂપિયા ડબલ થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!