આત્મહત્યા કરતા પહેલા આપવીતી વર્ણવી…’હું આત્મહત્યા કરું છું…લવ યૂ ફ્રેન્ડ્સ….લવ યુ મોમ ડેડ’ કહીને યુવક મોઢેરા કેનાલમાં કૂદી પડ્યો

મહેસાણાનો એક યુવકે “હું આત્મહત્યા કરું છું……લવ યૂ ફ્રેન્ડ્સ….લવ યુ મોમ ડેડ’ કહી મોઢેરા કેનાલમાં કૂદીને કરી લીધી આત્મહત્યા

ભારતમાં રોજેરોજ આત્મહત્યાના ઘણા કેસ સામે આવે છે. ક્યારેક કોઈ નાણાકીય ભીડના કારણે તો ક્યારેક કોઈ પ્રેમ પ્રકરણના કારણે કેટલાય લોકો આત્મહત્યાનો સહારો લઈ પોતાનું જીવન ટૂંકાવી દે છે. હાલ આવો જ એક આત્મહત્યાનો કેસ મહેસાણા જિલ્લામાં સામે આવ્યો છે. મહેસાણા જિલ્લામાં એક યુવકનો આત્મહત્યા પહેલાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ વાઈરલ થયો છે.

ખૂબ જ વાઈરલ થઈ રહેલા આ વીડિયો પ્રમાણે યુવકે આ વીડિયો મોઢેરા કેનાલ પાસે ઉતાર્યો હતો. જેમાં યુવક પોતાને કિડનીની તકલીફ અને માનસિક સ્થિતિ સારી ન હોવાથી આત્મહત્યા કરી રહ્યો હોવાનું જણાવે છે. આ વાયરલ વીડિયોમાં યુવક જણાવી રહ્યો છે કે, ‘હું આત્મહત્યા કરું છું……લવ યૂ ફ્રેન્ડ્સ….લવ યુ મોમ ડેડ’ અને આટલું કહી આ યુવક મોઢેરા કેનાલમાં કૂદી પડ્યો હતો.

તમને જણાવી દઈએ કે આત્મહત્યા કરી રહેલા આ યુવકના વાયરલ વીડિયોમાં યુવક કહી રહ્યો હતો કે ” હાઈ હું જસવંત ઠાકોર, હું મોઢેરા કેનાલમાં આત્મહત્યા કરું છું. મારો પર્શનલ એટલે કે મારી માનસિક સ્થિતિ ખરાબ હોવાથી હું આત્મહત્યા કરું છું. જેમાં મારી ફેમેલીનું કે બીજા કોઈનો કોઈ જ વાંક નથી. મારી કિડનીની તકલીફ અને મારી માનસિક તકલીફ હોવાથી હું આત્મહત્યા કરું છું……લવ યૂ ફ્રેન્ડ્સ….લવ યુ મોમ ડેડ. આપઘાત કરીને મૃત્યુ પામેલા આ યુવકના છેલ્લી ઘડીના શબ્દો આ વાયરલ વીડિયોમાં કેદ થયેલા હતા.

image source

મોઢેરા કેનાલમાં કૂદકો મારીને આત્મહત્યા કરનાર યુવક મહેસાણાના ચાણસ્મા તાલુકાના ગંગેટ ગામનો જસવંત ઠાકોર હોવાનું સામે આવ્યું છે. પોતાની માનસિક સ્થિતિ ખરાબ હોવાના કારણે તે મોઢેરા કેનાલ આવી પહોંચ્યો હતો. જ્યાં યુવકે વીડિયોમાં પોતાની તકલીફો જણાવી હતી અને ત્યાર બાદ તે કેનાલમાં કૂદી પડ્યો હતો. આ ઘટના અંગેની જ્યારે સ્થાનિક લોકોને જાણ થઈ તો લોકો એ પોલીસને જાણ કરી હતી.

image source

એ પછી તારવૈયા મારફતે આત્મહત્યા કરનાર યુવકની લાશને બહાર કાઢવામાં આવી હતી. પોલીસ દ્વારા મૃતકના પરિવાર જાણ કરવામાં આવી હતી અને મૃતકના પરિવારજનો મોઢેરા કેનાલ આવી પહોંચ્યાં હતા અને ઓળખ કરી લાશને પોતાના વતન લઇ ગયા હતા.

તમને જણાવી દઈએ કે આ પહેલા અમદાવાદના રિવર ફ્રન્ટ પર આઇશા નામની યુવતીએ પણ આ જ રીતે વિડીયો બનાવીને પાણીમાં પડતું મૂક્યું હતું. હસતા મોઢે મોતને ગળે લગાવનાર આ આયશા નામની યુવતીની આત્મહત્યા તે વખતે ખૂબ જ ચર્ચામાં રહી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!