દુનિયાની પહેલી PPE કીટ બનાવી સુરતીઓએ, જે પહેરી શકાય છે સાડી પર

સુરતની કારીગરી! સાડી પર પહેરાય તેવી બનાવી વિશ્વની પહેલી PPE કીટ

સુરતની ફેશન ડિઝાઈન ડેવલોપમેન્ટ સેન્ટર ફેશોનોવાએ સાડી પર પહેરી શકાય એવી વિશ્વની પહેલી પીપીઈ કીટ ડિઝાઇન કરી છે. સાડી પર પહેરી શકાતી આ કીટને સિટ્રા દ્વારા સ્વીકૃતિ પણ મળી ગઈ આ કીટને ‘કોવીડ નારી કવચ’ નામ આપવામાં આવ્યું છે. વિશ્વભરમાં ટેકસટાઈલ નગરી તરીકે જાણીતું બનેલું સુરત શહેર હવે ક્રિએશનના ક્ષેત્રે પણ આગળ વધી રહ્યું છે.

image source

એટલું જ નહીં પણ હંમેશા કઈક નવું કરવા અગ્રેસર હોવા સાથે જ આપત્તિને અવસરમાં બદલવામાં પણ માહેર છે. કોરોના મહામારી વચ્ચે પણ સુરત આ સાબિત કરી બતાવ્યું. આ અંગે ફેશોનોવાના સંચાલક અંકિતા ગોયલે જણાવ્યું હતું કે, હાલ જે પીપીઈ કીટ કોરોના વોરિયર્સને આપવામાં આવે છે તે સાડી પર પહેરી શકાય એમ નથી. જ્યારે આપણા ત્યાં આજે પણ મોટાભાગની મહિલાઓ પછી તે મેડિકલ ફિલ્ડમાં પણ જોડાયેલી હોય તો પણ સાડી પહેરવાનું પસંદ કરતી હોય છે.

image source

હાલમાં જ કેરળ સરકારે કોવિડ કેર સ્ટાફ માટે પીપીઇ કીટ પહેરવા માટે ટી-શર્ટ કે શર્ટ ફરજિયાત કરતા સાડી પહેરતો મહિલા કોવિડ સ્ટાફ મુશ્કેલીમાં મુકાયો હતો. ત્યારે ફેશોનોવા દ્વારા આ માટેઆગળ વધવાનો નિર્ણય કરાયો અને સેન્ટર સાથે જોડાયેલા ફેશન ડિઝાઈનર સૌરવ મંડલએ સાડી પર પહેરી શકાય તેવી કવેરોલ પીપીઈ કીટ ડિઝાઈન કરી. સુરતમાં રોજની 5 હજાર કીટનું પ્રોડક્શન કરવામાં આવી રહ્યું છે. વધુમાં અંકિતા ગોયલે કહ્યું હતું કે, અત્યાર સુધી સુરત માત્ર ટેકસટાઈલ હબ તરીકે જ જાણીતું છે, પણ હવે ડિઝાઈનિંગ અને ક્રીએશન ક્ષેત્રે પણ આગળ વધી રહ્યું છે, સાડી પર પહેરી શકાય તેવી પીપીઈ કીટ આ તેનું ઉદાહરણ છે.

image source

હાલ સુરતમાં અવનવા માસ્ક મળી રહ્યા છે. લોકો મેચિંગ માસ્કનો આગ્રહ રાખી રહ્યા છે ત્યારે ટ્રાન્સપરન્ટ કે થ્રીડી માસ્કનો ક્રેઝ પણ વધી રહ્યો છે. ત્યારે હવે પીપીઈ કીટ પણ ડ્રેસ પ્રમાણે કન્ફર્ટેબલ રહે તે રીતે બનાવવાનું શરૂ કરાયું છે. કહેવાય છે કે કોરોના વાયરસની આ પરિસ્થિતિ લાંબો સમય રહેવાની છે ત્યારે માસ્ક પણ આપણી જીવનશૈલીનો હિસ્સો બને તો નવાઈ નહીં. સાથેજ હોસ્પિટલમાં કાર્ય કરતાં આરોગ્ય કર્મચારીઓને પણ સાડી, ડ્રેસ પર પહેરી શકાય તેવી પીપીઈ કીટ ઉપયોગી નિવડશે.

image source

સુરતમાં માસ્ક ફરજીયાત થતા બાળકો માટે ખાસ કાર્ટૂન માસ્ક તૈયાર કરવામાં આવ્યા કોરોના મહામારીમાં માસ્ક હવે રોજબરોજના જીવનનો ભાગ બની ગયા છે, ત્યારે બાળકોને માસ્ક પહેરાવવા સૌથી મુશ્કેલ કામ છે, ગૃહિણીઓ માટે પોતાના બાળકને કોરોનાના ચેપથી મુક્ત રાખવા માસ્ક પહેરાવવાની સમસ્યાનો પણ હવે ક્રિએટિવ ઉકેલ મળી ગયો છે.

image source

કોઈપણ સમસ્યામાંથી અવસર ઉભો કરવો કે કંઈક અનોખું કાર્ય કરવું એ માણસનો સ્વભાવ છે, માસ્ક ફરજીયાત બન્યા છે ત્યારે બાળકોને ગમતા કાર્ટૂનના કેરેકટર સાથેના માસ્ક મળી જાય તો કેવી મજા પડી જાય, ડૉરીમોંન, પોગો, છોટા ભીમ, જેક જેવા કેરેકટરને ડિજિટલ પ્રિન્ટ સાથે વેચાણમાં મુક્યા છે, સુરતના કતારગામના એક સ્ટુડિયો માલિકે આ નવતર માસ્ક બનાવ્યા છે જે બાળકોમાં ખૂબ લોકપ્રિય બન્યા છે. આ માસ્ક વોશેબલ છે તેની સાથે સાથે માસ્કમાં બાળકોને ગમતી ફ્રેગરન્સ પણ ઉમેરવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત