પ્રણવ મુખરજીની આ તસવીરો રહી હતી ઘણી ચર્ચામાં, જોઇ લો તમે પણ ખાસ તસવીરોમાં પ્રણવ’દાને…

એક કલાર્કથી પોતાના કરિયરની શરુઆત કરી, વર્ષ ૧૯૬૯માં દેશના રાજકારણમાં પ્રવેશ કર્યો અને વર્ષ ૨૦૧૨માં રાષ્ટ્રપતિ બનવા સુધીની લાંબી સફર પૂરી કરી.

-પ્રણવ મુખર્જી ૫ વાર રાજ્યસભાના સભ્ય તરીકે ચુંટાયા, જયારે બે વાર લોકસભાના સાંસદ બન્યા અને ૭૭ વર્ષની ઉમરે દેશના રાષ્ટ્રપતિ બન્યા.

-રાજકારણમાં પ્રવેશ કરતા પહેલા પ્રણવ’દા દેશર ડાક મેગેઝિનમાં પત્રકાર હતા.

દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું ૮૪ વર્ષની વયે મૃત્યુ થઈ ગયું છે. પ્રણવ મુખર્જીએ પોતાના દીર્ધ આયુષ્ય માંથી ૬૦ વર્ષ જેટલો સમય દેશના રાજકારણમાં પસાર કર્યો છે. પ્રણવ મુખર્જીએ પોતના રાજકીય કાર્યકાળ દરમિયાન કેન્દ્રીય વિદેશ વિભાગ, સંરક્ષણ વિભાગ, વાણિજ્ય વિભાગ અને નાણા મંત્રાલય જેવા વિભાગો સાંભળ્યા હતા. પ્રણવ’દા રાજકીય કરિયર દરમિયાન પાંચ વાર રાજ્યસભા અને બે વાર લોકસભાના સાંસદ રહ્યા હતા. પ્રણવ’દા ૭૭ વર્ષની ઉમરે રાષ્ટ્રપતિ બન્યા હતા.

પ્રણવ મુખર્જીએ વર્ષ ૧૯૬૩માં કોલકાતા શહેરના પોસ્ટ એન્ડ ટેલિગ્રાફ ઓફીસમાં એક અપર ડિવીઝન ક્લાર્ક તરીકે કારકિર્દીની શરુઆત કરી હતી. ત્યાર પછી વિદ્યાનગર કોલેજમાં પોલિટીકલ સાયન્સના સહાયક અધ્યાપક તરીકે વિદ્યાર્થીઓને પણ ભણાવ્યા હતા.

પ્રણવ મુખર્જીએ દેશના રાજકારણમાં પ્રવેશ કરતા પહેલા દેશર ડાક (માતૃભૂમિનો પોકાર) નામના મેગેઝિન માટે પત્રકાર તરીકે પણ કામ કર્યું હતું. પ્રણવ મુખર્જીના રાજકીય સફરની કેટલાક પસંદગીના અને ચર્ચિત ફોટોસ વિષે….

પૂર્વ વડાપ્રધાન ઈન્દીરા ગાંધીની મદદથી રાજ્યસભાના સાંસદ બન્યા.:

image source

ઇન્દિરા ગાંધીએ વર્ષ ૧૯૬૯માં પ્રણવ મુખર્જીની લાયકાત પારખી ગયા હતા અને તેમને કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ જવાની ઓફર કરી હતી. જો કે પ્રણવ’દા ઇન્દિરા ગાંધીની ઓફર ઠુકરાવી શક્યા નહી નહી અને વર્ષ ૧૯૬૯માં ઇન્દિરા ગાંધીની મદદથી રાજ્યસભાના સાંસદ બ્નીગ્યા હતા. ત્યાર પછી પ્રણવ મુખર્જી વર્ષ ૧૯૭૫, વર્ષ ૧૯૮૧, વર્ષ ૧૯૯૩ અને વર્ષ ૧૯૯૯માં રાજ્યસભાના સાંસદ તરીકે ચુંટાયા હતા.

વર્ષ ૧૯૭૩માં પ્રથમ વાર મંત્રી બન્યા હતા.

પ્રણવ મુખર્જીનો આ ફોટો તા. ૧૫ માર્ચ, ૧૯૭૬ની છે ત્યારે પ્રણવ મુખર્જી આ ફોટોમાં તાત્કાલિન નાણાપ્રધાન ચિદમ્બરમ સુબ્રમણ્યમ (મધ્ય)ની સાથે જોવા મળી રહ્યા છે. પ્રણવ મુખર્જીને વર્ષ ૧૯૭૩માં ઇન્દિરા ગાંધીના કેબિનેટમાં પ્રથમવાર મંત્રી બન્યા હતા અને પ્રણવ’દાને મહેસુલ અને બેન્કિંગ મંત્રાલયના સ્વતંત્ર હવાલો સોપવામાં આવ્યો હતો.

image source

વર્ષ ૧૯૮૨માં પ્રથમવાર નાણામંત્રી બને છે અને તેઓ ૭ વાર બજેટ પ્રસ્તુત કર્યું છે.

પ્રણવ મુખર્જીની આ વિલક્ષણ ફોટો વર્ષ ૧૯૮૨માં લેવામાં આવી છે, આ સમયે પ્રણવ મુખર્જી બજેટને અંતિમ ઓપ આપી રહ્યા હતા. પ્રણવ મુખર્જીએ પ્રથમવાર ઇન્દિરા ગાંધીની સરકારમાં તા. ૧૫ જાન્યુઆરી, ૧૯૮૨ થી લઈને તા. ૩૧ ડીસેમ્બર, ૧૯૮૪ સુધી નાણામંત્રી તરીકે ફરજ બજાવી હતી. ત્યાર પછી મનમોહન સિંઘની સરકારમાં તા. ૨૪ જાન્યુઆરી, ૨૦૦૯થી લઈને તા. ૨૬ જુન, ૨૦૧૨ સુધી નાણામંત્રી તરીકે ફરજ નિભાવી હતી અને આ દરમિયાન ચાર વખત બજેટ પણ પ્રસ્તુત કર્યું હતું.

image source

વર્ષ ૧૯૮૬માં કોંગ્રેસ પાર્ટી માંથી કાઢી મુકવામાં આવતા જુદો જ ચીલો ચાતર્યો.

ઇન્દિરા ગાંધીની હત્યા થઈ ગયા પછી કોંગ્રેસ પાર્ટીમાં પ્રણવ મુખર્જી અને રાજીવ ગાંધી મધ્યે મતભેદો વધતા જ જઈ રહ્યા હતા. તેના લીધે રાજીવ ગાંધીએ પ્રણવ મુખર્જીને ફક્ત ૬ વર્ષના સમયમાં જ પાર્ટી માંથી દુર કરી દીધા હતા. ત્યાર પછી પ્રણવ મુખર્જીએ પ.બંગાળમાં રાષ્ટ્રીય સમાજવાદી કોંગ્રેસની સ્થાપના કરે છે. પરંતુ વર્ષ ૧૯૮૯માં આ પાર્ટીનું કોંગ્રેસ પાર્ટીમાં વિલીનીકરણ કરી દેવામાં આવ્યું હતું.

બે વાર વિદેશમંત્રી બન્યા.:

રાજીવ ગાંધીની હત્યા થઈ ગયા પછી પી. વી. નરસિંહરાવને વડાપ્રધાન બનાવવામાં આવ્યા હતા. પી. વી. નરસિંહરાવએપ્રણવ મુખર્જીને આયોજન પંચના ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. ત્યાર પછી પ્રણવ મુખર્જીને વિદેશ મંત્રાલયની પણ જવાબદારી સોપવામાં આવી હતી.

image source

પ્રણવ મુખર્જીએ તા. ૧૦ ફેબ્રુઆરી, ૧૯૯૫ થી તા. ૧૬ મે, ૧૯૯૬ સુધી વિદેશ મંત્રાલયની જવાબદારી સાંભળી હતી. ત્યાર પછી તા. ૨૪ ઓક્ટોબર, ૨૦૦૬ થી તા. ૨૨ મે, ૨૦૦૯ સુધી મનમોહન સિંઘની સરકારના શાસનકાળમાં ફરીથી પ્રણવ મુખર્જીને વિદેશમંત્રી બનાવવામાં આવ્યા હતા.

સોનિયા ગાંધીએ પ્રણવ મુખર્જીને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવ્યા.

સોનિયા ગાંધીએ તા. ૧૫ જુન, ૨૦૧૨ના રોજ પ્રણવ મુખર્જીને યુપીએ પક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. આ અવસરે વડાપ્રધાન મનમોહન સિંઘ, શરદ પવાર અને પી. ચિદમ્બરમ પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યાર બાદ તા. ૨૫ જુલાઈ. ૨૦૧૨ના રોજ પ્રણવ મુખર્જીએ દેશના ૧૩મા રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કર્યા હતા.

image source

પ્રણવ મુખર્જીને તત્કાલીન ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એસ. એચ. કાપડિયા દ્વારા શપથ ગ્રહણ કરાવ્યા અને તા. ૨૫ જુલાઈ, ૨૦૧૭ સુધી પ્રણવ મુખર્જી રાષ્ટ્રપતિના પદ પર વિરાજમાન રહ્યા હતા. પ્રણવ મુખર્જીના બહેનએ તેમને કહ્યું હતું કે, આપ આ જન્મમાં જ દેશના રાષ્ટ્રપતિ બની જશો. પ્રણવ મુખર્જી વર્ષ ૧૯૬૯માં પ્રથમવાર રાજ્યસભાના સાંસદ બન્યા ત્યારે પ્રણવ મુખર્જીનું સત્તાવાર નિવાસ સ્થાન રાષ્ટ્રપતિ ભવનની નજીકમાં જ હતું.

image source

એક દિવસ પ્રણવ મુખર્જીએ રાષ્ટ્રપતિની બગી જોઈને બહેન અન્નપુર્ણા બેનરજીને કહ્યું હતું કે, આ શાનદાર રાષ્ટ્રપતિ ભવનનો ભપકો માણવા માટે તેઓ બીજા જન્મમાં ઘોડો બનવાનું પસંદ કરશે. ત્યારે પ્રણવ મુખર્જીની બહેન અન્નપુર્ણા બેનરજીએ કહ્યું હતું કે, એના માટે આપે આવતા જન્મની રાહ જોવાની ક્યાં જરૂરિયાત છે.. આપ તો આ જન્મે જ રાષ્ટ્રપતિ બની જશો.

image source

RSS ના કાર્યક્રમમાં હાજર રહીને બધાને ચોકાવી દીધા હતા. પ્રણવ મુખર્જીની એક ખાસિયત હતી કે, તેઓ હંમેશા પોતાના નિર્ણય પર અડગ રહેતા હતા. પ્રણવ મુખર્જીના આ સ્વભાવનો પરચો તા. ૭ જુન, ૨૦૧૯માં જોવા મળ્યો જયારે પ્રણવ મુખર્જી સંઘના એક કાર્યક્રમના મંચ પર હાજરી આપી હતી. પ્રણવ મુખર્જીની વિચારધારા સંઘથી તદ્દન જુદી હોવા છતાં પણ પ્રણવ’દાએ આ સમારોહના ભાગ બન્યા હતા. પ્રણવ મુખર્જીના આ નિર્ણયથી કોંગ્રેસ પક્ષના નેતાઓ મોઢાં પહોળા રહી ગયા હતા.

image source

પ્રણવ મુખર્જીએ વર્ષ ૨૦૧૯માં લોકસભાની ચુંટણીમાં એનડીએ પક્ષનો વિજય થયો હતો ત્યારે પ્રણવ મુખર્જીએ નરેન્દ્ર મોદીનું પોતાનું હાથે મોઢું મીઠું કરાવ્યું હતું. તેમજ જયારે નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કરતા પહેલા પ્રણવ મુખર્જી પાસે આશીર્વાદ લેવા પહોચ્યા હતા તો પ્રણવ’દાએ ઉત્સાહભેર નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું અને ગળે મળીને પોતાના હાથે મીઠાઈ ખવડાવી હતી.

image source

પ્રણવ મુખર્જીને તા. ૮ ઓગસ્ટ, ૨૦૧૯ ના રોજ વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે ‘ભારત રત્ન’ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ પ્રણવ મુખર્જીની દીકરી શર્મિષ્ઠા મુખર્જીએ ૧૨ ઓગસ્ટ, ૨૦૨૦ ના રોજ લખ્યું હતું કે, ગયા વર્ષે તા. ૮ ઓગસ્ટ, ૨૦૧૯નો દિવસ મારા જીવનનો સૌથી વધારે ખુશીનો દિવસ હતો, જયારે મારા પિતાને ‘ભારત રત્ન’ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ‘ભારત રત્ન’ પુરસ્કાર મળ્યાના બરાબર એક વર્ષ પછી તેઓ બીમાર થઈ ગયા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત