ગર્ભવતી મહિલા ટ્રકમાં બેસીને જતી હતી વતન, પણ જ્યારે ટ્રક ચાલકે રસ્તા વચ્ચે જ ઉતારી દેતા થયુ કંઇક એવુ કે…

લોકડાઉનના કારણે રાજધાની દિલ્હીથી એક મજૂર પરિવાર બિહાર પાછો જઈ રહ્યો હતો. તેઓની પાસે રૂપિયા ન હતા માટે તેમણે પોતાના ઘરેથી 5000 રૂપિયા મંગાવ્યા. સરકારશ્રી તરફથી તો કોઇ મદદ મળી ન હતી. રાજ્યની સરહદ ઉપર તેઓને દસ કિલોમીટર જેટલું પગપાળા ચાલીને જવું પડ્યું કારણ કે તેઓને કોઈ પણ પ્રકારના વાહનની સુવિધા મળી ન શકી.

image source

ત્યાં બસો તો ચાલતી હતી પરંતુ સોશિયલ અંતરનું કોઇ જ ધ્યાન રાખતું ન હતું. જે બસમાં આદેશ મુજબ ત્રીસ લોકોને બેસડવાની મંજૂરી હતી, તે બસમાં સિતેર મુસાફરો ભરેલા હતા.એટલા માટે તે પરિવારને બસમાં જવું બરોબર ન સમજ્યું. તે સમજદાર મજૂરે પોતાના પરિવાર સાથે પગપાળા ચાલવાનો નિર્ણય કર્યો કારણ કે સાથે તેને ગર્ભવતી પત્નીની સલામતીની ચિંતા પણ હતી. શારીરિક શ્રમને તો પહોંચી વળાશે પણ કોરોનાને નહીં.

image source

ખરેખર થયું હતું એવું કે ભારતની રાજધાની દિલ્હીમાં શાકભાજીનો ધંધો કરનાર સંદીપ યાદવ જએ હકીકતમાં સૂપોર જિલ્લાના બહલા ગામના નિવાસી હતા, તેઓ આ લોકડાઉન દરમિયાન દિલ્હીમાં ફસાઈ ગયા હતા તે પણ પોતાની ગર્ભવતી પત્ની અને નાનકડી બાળકી સાથે, કોરોનાની પરિસ્થિતિ કપરી થતાં તે પોતાની ગર્ભવતી પત્ની અને ત્રણ વર્ષની પુત્રીને સલામત સ્થળે ખસેડવા માંગતો હતો. એટલે કે તે ગર્ભવતી પત્ની સાથે ગામડે જવા માંગતો હતો. પરંતુ બસમાં અકડેઠઠ ભીડ જોઈ તેમણે પગપાળ બિહાર જવાનો નિર્ણય લીધો.

image source

સંદીપ પોતાની ગર્ભવતી પત્ની રેખાદેવી અને પુત્રી સાથે પગપાળા જ ગામડા તરફ નીકળી પડ્યો. રસ્તામાં સંદીપન પરિવારને એક ટ્રકચાલકે મદદ કરી પરંતુ ટૂંક સમયમાં જ રેખાદેવીને પ્રસુતિની વેદના થાવા લાગી, તેના કારણે મદદ કરનાર ટ્રકચાલક ડરી ગયો. ડરને કારણે ટ્રકચાલકે સંદીપન પરિવારને રોડ પર છોડી દીધો.

image source

ઉતરપ્રદેશ-બિહારની સીમા ગોપાલગંજના બલથરી ચેકપોસ્ટ પાસે આ મહિલાના પતિએ ડિસ્ટ્રિક મેજિસ્ટ્રેટને અરજ કરી, તેઓએ તાત્કાલિક સારવાર માટેની ટીમ મોકલી રેખાદેવીને ગોપાલગંજ હોસ્પિટલમાં દાખલ કરાવી આપી. રેખાદેવીએ હોસ્પિટલમાં એક નાજુક બાળકીને જન્મ આપ્યો પરંતુ કોરોના વાયરસના ભયને કારણે કોઈપણ સારવાર કર્મચારી આ પરિવાર પાસે જવાથી કતરાઈ રહ્યો હતો. પરંતુ જ્યારે આ વાતની જાણકારી ઉચ્ચ અધિકારીઓને મળી તો તેમણે હોસ્પિટલના સ્વાસ્થ્યકર્મીઓને બરોબર ફટકાર લગાવી.

image source

હવે રેખાદેવી અને તેની નવજાત બાળકી બંને હોસ્પિટલમાં સ્વસ્થ છે. અત્યારે આ મજૂર દંપતીએ આ નવી અવતરેલ પુત્રીનું નામ સૃષ્ટિ રાખવાનો નિર્ણય કર્યો છે. પરંતુ સંદીપને હવે પોતાના પરિવારને સલામત રીતે પોતાના ગામ કેમ લઈ જવા તે ચિંતા સતાવી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત