ટોયલેટ ક્યારે પણ ના કરવુ જોઇએ એસિડથી સાફ, જાણો તમે પણ એવી વસ્તુઓ વિશે જે તમારા ટોયલેટને બનાવી દેશે ચકચકાટ

શુ તમે પણ તમારું ટોયલેટ એસિડથી સાફ કરો છો, જાણો કેવી રીતે કરશો ટોયલેટ સાફ.

image source

ટોયલેટની સાચી રીતે સાફ સફાઈ ના ફક્ત તમારા ઘરમાં હાઈજિન જાળવી રાખશે પણ તમને ઘણી બધી બીમારીઓથી પણ બચાવીને રાખે છે. ટોયલેટને સાફ કરવા માટે આપણે ઘણા ઘણા ડિટરજન્ટ, ક્લીનર અને એસિડનો ઉપયોગ કરીએ છીએ અને કલાકો ટોયલેટને ચમકાવવામાં લગાવી દઈએ છે પણ તો ય જો ટોયલેટ સરખું સાફ ન થાય તો બધી જ મહેનત પર પાણી ફરી વળે છે. જો તમે પણ કલાકો સુધી તમારા બાથરૂમનો ચમકાવવા પાછળ લાગ્યા રહો છો તો આજે અમે તમને એની સાચી રીત જણાવીશું, જેની મદદથી તમે સરળતાથી તમારા બાથરૂમને ચમકાવી શકો છો.

ટોયલેટની કિનારીઓને ન અવગણો.

image source

ટોયલેટની કિનારીઓ પર જંતુનાશક છાંટો, પછી એને થોડી વાર એમ જ રહેવા દો. એ પછી એને લૂછી નાખો. તમારું ટોયલેટ ચમકી ઉઠશે. ચમક આવી જાય પછી એને કોરા કપડાથી લૂછી નાખો.

સફેદ વીનેગરથી કરો ટોયલેટ સાફ.

image source

સફેદ વિનેગરથી ટોયલેટને સાફ કરવાથી ટોયલેટ ફ્રેશ રહે છે. એ સિવાય વિનેગર તમારા સેનેટરીમાં જામેલા હાર્ડ વૉટરને પણ સાફ કરી દે છે.

બ્રશને રાખો આવી રીતે.

image source

ટોયલેટ સાફ કર્યા પછી બ્રશને આખી રાત જંતુનાશક કે બ્લીચિંગ પાણીમાં ડુબાડીને રાખો. એનાથી બ્રશમાં રહેલી બધી જ ગંદગી અને જીવાણુ નાશ પામશે.

ટોયલેટ રિમ કરો સાફ.

image source

ટોયલેટ રિમ પર પણ જંતુનાશક છાંટો દો કારણ કે એના પર પણ ગંદગી અને બેક્ટેરિયા લાગેલા હોય છે. ટોયલેટ રિમ સાફ કરવા માટે સારા બ્રશનો ઉપયોગ કરો જેનાથી ટોયલેટ રિમ સારી રીતે સાફ થઈ જાય.

ફ્લશ ટેન્ક પર પણ આપો ધ્યાન.

image source

જો તમારું ટોયલેટ ઘણીવાર જામ થઈ જતું હોય તો ફ્લશ ટેન્કમાં થોડું સફેદ વિનેગર નાખી દો. આનાથી ટોયલેટ જામ થવાની સમસ્યા ઠીક થઈ જશે. અને આનાથી ટોયલેટ પર ફ્રેશ રહેશે. તમે ઈચ્છો તો સુંગંધ માટે તમે એમાં નિલગીરીનું તેલ પણ નાખી શકો છો. આ સિવાય એમાંથી ડાઘા દૂર કરવા વીનેગરમાં લીંબુ અને મીઠું ભેળવીને ફ્લશ ટેન્કમાં નાખી દો.

એસિડનો ઉપયોગ ન કરો.

image source

જો તમે તમારા ઘરના ટોયલેટને સાફ કરવા માટે એસિડનો ઉપયોગ કરતા હોવ તો એ તમારા સ્વાસ્થ્ય સાથે જોડાયેલા મોટા ખતરાનું કારણ બની શકે છે. દિલ્હી અને આસપાસના 6 શહેરોમાં કરેલી શોધમાં જાણવા મળ્યું છે કે એસિડથી સાફ કરેલા ટોયલેટનો ઉપયોગ કરનાર લોકોને શ્વાસથી જોડાયેલી તકલીફોની સંભાવના વધુ હોય છે. નિષ્ણાતોનું માનીએ તો એસિડથી સાફ કરેલું ટોયલેટ સ્વાસ્થ્ય માટે મોટો ખતરો બની શકે છે. 10 કે 15 મિનિટ પણ જો એ ટોયલેટનો ઉપયોગ કરવામાં આવે તો પણ શ્વાસથી જોડાયેલી તકલીફો થઈ શકે છે.

source : boldsky

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત