Site icon News Gujarat

પૃથ્વી તરફ ભીષણ ગતિથી આવી રહ્યો છે ઘણા ટ્રકો જેટલો મોટો આસમાની પથ્થર, નાસા થયું સાવધાન

પૃથ્વી તરફ ભીષણ ગતિથી આવી રહ્યો છે ઘણા ટ્રકો જેટલો મોટો આસમાની પથ્થર, નાસા થયું સાવધાન

અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસાએ કહ્યું છે કે ખૂબ જ ઝડપી ગતિથી એક એસ્ટ્રોઇડ પૃથ્વી તરફ આવી રહ્યો છે, જે લગભગ 220 મીટર પહોળો છે. નાસાએ કહ્યું કે આ એસ્ટ્રોઇડનો આકાર લંડનના પ્રસિદ્ધ લેન્ડમાર્ક બિગ બેનના આકાર કરતા બેગણો છે. નાસાએ કહ્યું કે એ આ એસ્ટ્રોઇડ પર સંપૂર્ણ રીતે નજર રાખી રાખ્યા છે અને એસ્ટ્રોઇડનું સતત મોનીટરીંગ કરવામાં આવી રહી છે

image source

નાસાએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે આ અસમાની પથ્થર લગભગ 220 મીટર પહોળો છે અને લગભગ 8 મીટર પ્રતિ સેકન્ડની ગતિએ પૃથ્વી તરફ વધી રહ્યો છે. નાસાએ આ એસ્ટ્રોઇડને 2008 GO20 નામ આપ્યું છે અને કહ્યું છે કે આ એસ્ટ્રોઇડ 25 જુલાઈના રોજ પૃથ્વીની સપાટી પાસેથી પસાર થશે.

જો કે નાસાએ કહ્યું છે કે આ એસ્ટ્રોઇડની ધરતી સાથે અથડાવવાની સંભાવના નથી અને નાસા સતત આ એસ્ટ્રોઇડ પર નજર રાખી રહ્યું છે. નાસાએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે 25 જુલાઈની રાત્રે 2 વાગે અપોલો નામના આ એસ્ટ્રોઇડ ધરતીની સપાટી પાસેથી પસાર થશે. નાસાએ કહ્યું કે આ એસ્ટ્રોઇડને લઈને ચિંતા કરવાની કોઈ જરૂર નથી અને એનાથી પૃથ્વીને કોઈ નુકશાન નથી થવાનું.

image source

નાસાએ પોતાના રિપોર્ટમાં આ એસ્ટ્રોઇડને ખૂબ જ ખતરનાક શ્રેણીમાં મૂકે છે અને હાલના દિવસોમાં પૃથ્વીની સપાટીમાં દાખલ થનારો આ પાંચમો એસ્ટ્રોઇડ છે. તમને જણાવી દઈએ કે એસ્ટ્રોઇડને ક્ષુદ્રગ્રહ પણ કહેવામાં આવે છે. નાસાએ કહ્યું કે એ લગભગ 2 હજારથી વધુ એસ્ટ્રોઇડ પર નજર રાખી રહ્યા છે જે આવનાર સમયમાં પૃથ્વી માટે ખતરો બની શકે છે. નાસાએ કહ્યું છે કે આવનારા 100 વર્ષમાં 22 એવા એસ્ટ્રોઇડ છે જે પૃથ્વીની સપાટીમાં સામેલ થયા પછી પૃથ્વી સાથે ટકરાઈ શકે છે નાસાએ કહ્યું છે એવા એસ્ટ્રોઇડ જે પૃથ્વીથી 46.5 મિલિયન નજીક આવી જાય છે એને એ ડેન્જરસ કેટરગરીમાં રાખે છે. નાસાની સેન્ટ્રી સિસ્ટમ આ પ્રકારના એસ્ટ્રોઇડ પર નજર રાખે છે.

તમને જણાવી દઈએ કે એસ્ટ્રોઇડ એ મોટી મોટી અંતરિક્ષ ચટ્ટાન હોય છે જે કોઈ ગ્રહની જેમ સૂર્યની પરિક્રમા કરે છે પણ એમનો આકાર નાનો હોય છે. પણ જો આ એસ્ટ્રોઇડ કોઈ ગ્રહ સાથે ટકરાઈ જાય તો ત્યાં ભુચાલ આવી જાય છે. વૈજ્ઞાનિકોને ખબર પડી છે કે આપણી ગેલેકસીમાં મોટાભાગે એસ્ટ્રોઇડ મંગળ અને બૃહસ્પતિની સપાટીમાં હોય છે તો અમુક એસ્ટ્રોઇડ બીજા ગ્રહોની સપાટીમાં પણ હોય છે.

image source

વૈજ્ઞાનિકોનું માનવું છે કે લગભગ સાડા 4 અરબ વર્ષ પહેલાં આપણી ગેલેક્સિનુંवै નિર્માણ થયું હતું ત્યારે ગેસ અને ધૂળના કારણે આવા વાદળો જો કોઈ કારણસર કોઇ ગ્રહ ન બની શકે એ કલંતરમાં ક્ષુદ્રગ્રહ બની ગયા. એસ્ટ્રોઇડ સામાન્ય રીતે ગોળ નથી હોતા અને એનો આકાર કોઈપણ પ્રકારનો હોઈ શકે છે.

તમને જણાવી દઈએ કે 30 જૂન 1908માં રુસના સાઈબેરિયામાં તુંગૂસ્કા નદીની પાસે એક મોટો વિસ્ફોટ થયો હતો. નાસા અનુસાર આધુનિક ઇતિહાસમાં પૃથ્વીના વાયુમંડલમાં એક મોટા ઉલ્કાપિંડનો પહેલો પ્રવેશ તુંગુસ્કા ઘટના રૂપે જ થયો હતો. કહેવાય છે કે ઘણા માઈલ ઉપર હવામાં જોરદાર વિસ્ફોટ થયો હતો અને આ વિસ્ફોટની તાકાત એટલી હતી કે 2150 વર્ગ કિલોમીટરના ક્ષેત્રમાં લગભગ 8 કરોડ વૃક્ષ ખતમ થઈ ગયા હતા.

image source

નાસાએ કહ્યું છે કે એ દિવસે એક ઉલ્કાપિંડ સાઈબેરિયાના એક દૂરના ભાગમાં ટકરાયો હતો પણ જમીન પર નહોતો પહોંચ્યો. જણાવવામાં આવે છે ઉલ્કાપિંડ હવામાં જ વિસ્ફોટ થઈ ગયો અને હજારો માઈલ પહોળા ક્ષેત્રમાં વૃક્ષો પર કહેર બનીને તૂટી પડ્યો. આ વિસ્ફોટમાં હજારો જંગલી જાનવર પણ મરી ગયા હતા. વૈજ્ઞાનિકોનું કહેવું હતું કે જો એ એસ્ટ્રોઇડ વસ્તી વાળા વિસ્તારમાં પડ્યો હોત તો હજારો લોકોનો જીવ જઈ શકતો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version