ચળકતા હીરા ગળી ગયેલા કુતરાનું થયું ઓપરેશન તો પેટમાંથી નીકળેલી વસ્તુ જોઈ ડોક્ટરો પણ થઈ ગયા હક્કાબક્કા

કહેવાય છે ને કે પુરુષના દિલનો રસ્તો તેના પેટમાંથી થઈને જાય છે, તેવી જ રીતે મહિલાઓની નબળાઈ હીરા હોય છે. કોઈપણ સ્ત્રીનું દિલ જીતવું હોય તો તેને હીરાની ગિફ્ટ આપો એટલે તે તમારા પર ઓળઘોળ થઈ જાય.

image source

એટલા માટે તો યુવકો યુવતીને લગ્ન માટે પ્રપોઝ કરવા હીરાની વીંટી લેવાનું પસંદ કરે છે. તેઓ માને છે કે આ રીતે તેમને જીવનભર માટે જીતી શકાય છે. એનો અર્થ એવો નથી કે હીરો જોઈ યુવતી હા કહે છે. પરંતુ તેનો અર્થ છે કે યુવક તેની પસંદને જાણે છે અને તેની જે વસ્તુ સૌથી વધુ ખુશ કરે તે તેની સામે ધરી શકે છે. આ બધી જ વાત પરથી તારણ આવે છે કે હીરો વસ્તુ જ એવી છે કે તે કોઈને પણ મોહી શકે છે.

image source

આંખની ચળક વધારી દેતા સાચા હીરા ખરીદી શકવા તે બધાના ખિસ્સાની શક્તિ નથી હોતી. મધ્યમ વર્ગના લોકો તો તેના માટે બચત એકત્ર કરે છે અને પછી વર્ષના કોઈ ખાસ અવસરે તેની ખરીદી કરતા હોય છે. તેવામાં જો કોઈ હીરો અને તે પણ કીમતી હીરો કુતરો ગળી જાય તો ? જીવ અધ્ધર જ થઈ જાય ને ? આ કોઈ કાલ્પનિક વાત નથી પરંતુ હકીકતમાં પુનામાં એક કુતરો લાખોની કીમતનો હીરો કુતરો ગળી ગયો હોવાની ઘટના બની છે.

એક હીરાના વેપારીના 2 કીમતી હીરા તેનો કુતરો રમત રમતમાં ગળી ગયો હતો. આ હીરાની કીમત આશરે દોઢ લાખ રૂપિયા હશે. કુતરો હીરો ગળી જતા લોકો પણ ચિંતામાં પડી ગયા. હીરો કુતરાના પેટમાંથી કાઢવા માટે તેને તુરંત જ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો.

image source

ડોક્ટરોએ હોસ્પિટલમાં કુતરાને દાખલ કર્યો અને તેના પેટમાંથી હીરા કાઢવા માટે તેનું ઓપરેશન શરુ કરવામાં આવ્યું. ડોક્ટરોએ ઓપરેશન તો કુતરાના પેટમાંથી હીરા કાઢવા કર્યું હતું પણ તેના પેટમાંથી જે વસ્તુઓ ડોક્ટરોને મળી તે જોઈ સૌ કોઈ આશ્ચર્યમાં પડી ગયા. આ કુતરાના પેટમાંથી ડોક્ટરોને 2 હીરા, સોય, બટન, રબરના તાર અને કેટલાક દોરા પણ મળી આવ્યા હતા.

image source

ડોક્ટરોનું માનવું છે કે હીરાની ચમક જોઈ કુતરો તેને ગળી ગયો હશે. ડોક્ટરોનું માનવું છે કે કદાચ કુતરાને ચમકતી કે રંગબેરંગી વસ્તુઓ આકર્ષિત કરતી હશે તેથી તેણે આ હીરા અને અન્ય વસ્તુઓ ગળી હશે. જો કે કુતરો તેને ચાવી શકતો ન હોવાથી તેને આખેઆખી જ ગળી ગયો હતો. ઓપરેશન બાદ કુતરાનું સ્વાસ્થ્ય સારું છે. તેને તેના માલિક ઘરે પરત પણ લઈ ગયા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત