કળિયુગ પુત્રએ માતાને એવો લાફો માર્યો કે મોત થઈ ગયું, માત્ર આટલો જ ઝઘડો હતો, વીડિયો જોઈ કંપારી છુટી જશે

આ ઘોર કળિયુગ ચાલી રહ્યો છે એના પુરાવા અવાર નવાર સામે આવતા રહે છે અને વધારે એક પુરાવો હાલમાં સામે આવ્યો છે. જેમાં વીડિયો પણ સામે આવ્યો છે અને લોકોની આંતરડી કકળી ઉઠી છે. એક દીકરો માતા સાથે આવું કઈ રીતે કરી શકે એ વિચારીને જ લોકોનો જીવ બળી રહ્યો છે. તો આવો વાત કરીએ આ તગલઘી ઘટના વિશે.

આ વાત છે દેશની રાજધાની દિલ્હીમની કે જ્યાંના લોકો સ્તબ્ધ અને અત્યંત શરમ અનુભવી રહ્યા છે. કારણ કે હાલમાં ઘટના જ કંઈક એવી સામે આવી છે કે જેને સાંભળીને દરેક લોકોમાં રોષ જોવા મળ્યો છે. ભાડૂઆત સાથેનો ઝઘડો કઈ રીતે એક માતા અને પુત્ર વચ્ચે ઝઘડાનું કારણ બન્યો અને દીકરાની અત્યંત શરમજનક વર્તણૂકથી જન્મદાત્રીને પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે.

image source

જો વિગતે વાત કરીએ તો આ ઘટના ત્યારે સામે આવી જ્યારે CCTVના ફૂટેજ વાઇરલ થયા. સોશિયલ મીડિયા પર આ ઘટના ભારે વાયરલ થઈ રહી છે અને હાલમાં દેશમાં એની જ ચર્ચા કરવામાં આવી રહી છે. વાયરલ થયેલા CCTV ફૂટેજમાં જોઈ શકાય છે કે પતિ-પત્ની અને માતા વચ્ચે ઘરની બહાર માથાકૂટ ચાલી રહી છે.

આ દરમિયાન આવેશમાં આવીને દીકરો માતાને જોરથી થપ્પડ મારે છે. આ સાથે જ વૃદ્ધ માતા ત્યાં જ નીચે ઢળી પડે છે, અને થોડીવારમાં જ તેનું મોત નિપજે છે. પાર્કિંગ વિવાદને લઈને પરિવારમાં ઝઘડો ચાલી રહ્યો હતો એવું કહેવામાં આવી રહ્યું છે, જો કે હજુ એ વાત સામે નથી આવી કે સાચું કારણ શું છે.

image source

આ કેસ હાલમાં ચારેકોર ચર્ચાઈ રહ્યો છે અને કેસ વિશે પોલીસ કમિશનર સંતોષ કુમાર મીણાએ જણાવ્યું હતું કે આ ઘટનામાં ન કોઈ પીસીઆર કોલ થયો કે ન કોઈ મેડિકલ રિપોર્ટ બનાવવામાં આવ્યો. પોલીસે વીડિયોના આધારે તપાસ કરી રહી છે. મોડી સાંજે ઈરાદા વગરની હત્યાનો કેસ પણ નોંધવામાં આવ્યો. સોમવારે બપોરે રણબીર સિંહનો પોતાના ભાડૂઆત સાથે ગાડી પાર્ક કરવાને લઈને વિવાદ થઈ ગયો હતો. પરિવાર વચ્ચે મધ્યસ્થી બાદ સમગ્ર મામલો થાળે પડ્યો હતો. એ બાદ માતા અને પત્નીની સાથે રણવીર સિંહ મકાનના મુખ્ય ગેટ પર આવી ગયો હતો.

દરવાજો ખૂલે એ પહેલાં જ રણવીર સિંહ પોતાની માતા અવતાર કૌર (76 વર્ષ)ની સાથે દલીલબાજી કરવા લાગ્યો. પત્નીએ બંનેને શાંત કરવાના પ્રયાસ કર્યા, આ વચ્ચે અચાનક જ રણવીર સિંહે પોતાની માતાને એક થપ્પડ મારી દીધી, બસ એટલામાં જ વૃદ્ધાનું મોત થયું હતું. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે સોમવારે બપોરે લગભગ 12 વાગ્યા ને સાત મિનિટ સેવક પાર્કની ગલી નંબર છથી પોલીસને એક મહિલાએ ઝઘડાની ફરિયાદ કરી હતી.

આગળ પોલીસે વાત કરી કે ફરિયાદ પર બિંદાપુર પોલીસ સ્ટેશનથી સબ-ઈન્સ્પેક્ટર વિકાસ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ફરિયાદકર્તા મહિલાએ જણાવ્યું હતું કે પાર્કિંગને લઈને તેમના મકાનમાલિક સાથે માથાકૂટ થઈ હતી. એ બાદ મામલો શાંત થતાં મહિલાએ ફરિયાદ કરવાનો ઈનકાર કરી દીધો હતો. એ બાદ મંગળવારે એક વીડિયો સામે આવતાં સમગ્ર ઘટનાનો ઘટસ્ફોટ થયો હતો.

image source

સમગ્ર ઘટના વિશે વિગતે વાત કરીએ તો દિલ્હીના બિંદાપુર વિસ્તારમાં એક દીકરાના થપ્પડે એક વૃદ્ધ માતાનો જીવ લઈ લીધો. આ ઘટના બાદ દીકરાએ જાણે કંઈ થયું જ નથી એમ બધી વાત છુપાવવાનો પ્રયાસ કરીને માતાના અંતિમ સંસ્કાર પણ કરી નાખ્યા, પરંતુ ઘટનાના બીજા દિવસે એનો વીડિયો વાઇરલ થયા બાદ સમગ્ર બાબત સામે આવી હતી. મૃતદેહને ઠેકાણે કરવા માટે મેડિકલ રિપોર્ટ પણ ન બની શક્યો. તેમ છતાં વાઇરલ વીડિયોના આધારે પોલીસે કોઈ ષડયંત્ર કે ઈરાદા વગર હત્યાનો કેસ દાખલ કર્યો છે. હવે હાલમાં આ કેસમાં પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!