બીજું બધુ સાઇડમાં મુકીને આ રીતે સમગ્ર પરિવાર માટે ફટાફટ બનાવી દો PVC આધારકાર્ડ, જાણો સમગ્ર પ્રોસેસ વિશે

આપ આપના પુરા પરિવાર માટે ચપટી વગાડતા જ બનાવી શકો છો PVC આધારકાર્ડ, PVC આધારકાર્ડ પ્રાપ્ત કરવાની પૂરી પ્રક્રિયા.

ગત વર્ષ સુધી પોલીવિનાઈલ ક્લોરાઈડ (PVC) કાર્ડ પર આધારકાર્ડની પ્રિન્ટને માન્યતા આપવામાં આવી હતી નહી. તેમ છતાં હવે લોકોની જરૂરિયાત અને સુવિધાને ધ્યાનમાં રાખતા સરકાર તરફથી હવે PVC કાર્ડ પર આધારકાર્ડને પ્રિન્ટ કરાવવાનું કાયદેસર ઠરાવી દેવામાં આવ્યું છે. UIDAI પોતે જ આ સુવિધાને પ્રોવાઈડ કરી રહી છે. આપ PVC પ્રિન્ટ આધાર કાર્ડને ફક્ત પોતાના માટે જ નહી પણ પુરા પરિવાર માટે PVC આધાર કાર્ડ ઓર્ડર કરી શકો છો. હવે જાણીશું કેવી રીતે PVC આધાર કાર્ડ પુરા પરિવાર માટે મંગાવી શકાય છે?

image source

PVC આધાર કાર્ડની વિશેષતા.:

PVC આધાર કાર્ડ એટીએમ કાર્ડ જેવું જ હોય છે. જો આપ PVCમાં આધાર કાર્ડ બનાવડાવો છો તો આ આધાર કાર્ડ કોઈ પણ પરિસ્થિતિમાં પાણીમાં પડી જવાના લીધે તૂટી જશે તેવો ભય રહેશે નહી. એટલું જ નહી, નવા PVC આધાર કાર્ડમાં બીજી ઘણી સુવિધાઓ પણ આપવામાં આવી છે.

image source

આપે પોતાના માટે PVC આધાર કાર્ડ બનાવવા માટે અને તેનો ઘરે ઓર્ડર મેળવવા માટે આપે ફક્ત ૫૦ રૂપિયાની ફી ચુકવવાની રહેશે.

આપ PVC આધાર કાર્ડ જેટલી વ્યક્તિઓનું બનાવવા ઈચ્છતા હોવ તેટલી વ્યક્તિઓની સંખ્યા મુજબ ફી સબમિટ કરવાની રહેશે. જો આપ આપના પરિવારના ૫ સભ્યોના PVC આધાર કાર્ડ બનાવવા ઈચ્છો છો તો આપે ૨૫૦ રૂપિયા ફી ચુકવવાની થશે.

image source

આપે PVC આધાર કાર્ડને ઘરે મંગાવવા માટે આ લીંક પર ક્લિક કરવાનું રહેશે.:

https://residentpvc.uidai.gov.in/order-pvcreprint આ લીંક પર ક્લિક કર્યા પછી આપે ૧૨ આંકડાનો આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો છે અને ત્યાર બાદ આપે સુરક્ષા કોડ પણ દાખલ કરી દેવો. આ સુરક્ષા કોડ આપની સ્ક્રીન પર જોવા મળશે.

image source

ત્યાર બાદ આપને બે ઓપ્શન જોવા મળશે આ ઓપ્શનમાં આપે મોબાઈલ નંબર રજીસ્ટર કરાવવાનો ઓપ્શન પણ સામેલ છે અને નહી. આપે પોતાની સુવિધા પ્રમાણે એમાંથી કોઈ એક ઓપ્શનને પસંદ કરવાનો રહેશે. જો આપ આપના પરિવારના અન્ય સભ્યો માટે પણ PVC આધાર કાર્ડ બનાવવા ઈચ્છતા હોવ તો ત્યાર આપે ઓટીપીનો આધાર કાર્ડ નંબર અને અપનો મોબાઈલ નંબરને રજીસ્ટર કરાવીને ઓર્ડર આપી કરી શકો છો.

image source

આવી રીતે આપ પોતાના માટે અને પોતાના પરિવારના સભ્યો માટે PVC પ્રિન્ટ આધાર કાર્ડને પોતાના જ ઘરે મંગાવી શકો છો. PVC પ્રિન્ટ આધાર કાર્ડ હોવાથી આપને આધાર કાર્ડના જલ્દી ખરાબ થવાની ચિંતા રહેશે નહી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત