જાણીતા શાયર રાહત ઇન્દોરીનું હ્રદયરોગના હુમલાથી નિધન

પ્રસિદ્ધ શાયર રાહત ઇન્દૌરીનું કોરોના વાયરસ સંક્રમણ થઈ જવાના કારણે મૃત્યુ થઈ ગયું છે. રાહત ઇન્દૌરી આઈસીયુમાં એડમિટ હતા. રાહત ઇન્દૌરીને મધ્ય પ્રદેશના ઇન્દૌરમાં મોડી રાતના સમયે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. દીકરો સતલજએ જણાવ્યું છે કે, રાહત ઇન્દૌરી (ઉ.વ.૭૦) ને ઈંદૌરના ઓરબિંદો હોસ્પિટલમાં એડમિટ કરાવવામાં આવ્યા છે જેને Covid સ્પેશીયલ હોસ્પિટલ છે.

image source

આ સાથે જ રાહત ઇન્દૌરીના દીકરા સતલજએ લખ્યું છે કે, ખતરાની કોઈ વાત છે નહી, શાયર રાહત ઇન્દૌરી સ્વસ્થ છે. તેમજ શાયર રાહત ઇન્દૌરીએ ટ્વીટ કર્યું છે કે, ‘કોરોના વાયરસ સંક્રમણના શરુઆતના લક્ષણ જોવા મળતા જ બીજા જ દિવસે મારો કોરોના વાયરસ ટેસ્ટ કરવામાં આવ્યો અને મારો કોરોના વાયરસ ટેસ્ટ રીપોર્ટ પોઝેટીવ આવ્યો છે.

ઓરબિંદો હોસ્પિટલમાં હું એડમિટ છું, દુઆ કરો કે, હું જલ્દીથી જલ્દી આ બીમારીને હરાવી શકું. અન્ય એક વિનતી છે કે, મને કે પછી મારા પરિવારના સભ્યોને ફોન કરશો નહી, મારા સ્વાસ્થ્ય વિષેની જાણકારી આપને ટ્વીટર અને ફેસબુક જેવા સોશિયલ મીડિયાના માધ્યમથી આપને મળતી રહેશે.

image source

તેમજ ઓરબિંદો હોસ્પિટલના છાતી રોગ વિભાગના પ્રમુખ ડૉ. રવિ ડોસીએ જણાવ્યું છે કે, શાયર રાહત ઇન્દૌરીના બંને ફેફ્સાઓમાં નિમોનિયા છે. શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાના લીધે શાયર રાહત ઇન્દૌરીને ICU માં રાખવામાં આવ્યા છે અને કૃત્રિમ રીતે ઓક્સિજન આપવામાં આવી રહ્યું છે. શાયર રાહત ઇન્દૌરીના દીકરા અને યુવા શાયર સતલજ રાહતએ જણાવ્યું છે કે, Covid- 19ના પ્રકોપના કારણે મારાપિતા છેલ્લા સાડા ચાર મહિનાથી ઘરમાં જ હતા.

image source

તેઓ ફક્ત પોતાના નિયમિત સ્વાસ્થ્યની તપાસ કરાવવા માટે જ ઘરની બહાર નીકળી રહ્યા હતા. તેમણે જણાવ્યું છે કે, રાહત ઇન્દૌરીને છેલ્લા પાંચ દિવસથી બેચેનીનો અનુભવ થઈ રહ્યો હતો અને ડોક્ટરની સલાહ માનીને જયારે ફેફસાનો એક્સ રે કરાવવામાં આવ્યો, તો એમાં નિમોનિયાની પુષ્ટિ થઈ હતી. પછીથી તેમનો કોરોના વાયરસ ટેસ્ટ કરાવવામાં આવ્યો જેમાં તેઓ કોરોના વાયરસ ટેસ્ટ પોઝેટીવ આવ્યો. સતલજ જણાવે છે કે, તેમના પિતા હ્રદય રોગ અને ડાયાબીટીસની જૂની બીમારીઓથી પહેલેથી જ લડી રહ્યા છે.

image source

શાયર રાહત ઇન્દૌરીની વધુ ઉમર હોવાના લીધે ડોક્ટર્સએ તેમને હોસ્પિટલમાં એડમિટ થઈ જવાનું કહ્યું હતું જેથી સારી રીતે સંભાળ થઈ શકે. આપને જણાવીએ કે, શાયર રાહત ઇન્દૌરી પ્રસિદ્ધ શાયર છે, તેમણે બોલીવુડ માટે પણ કેટલાક ગીતો લખ્યા છે.

રાહત ઇન્દૌરી જયારે કોમેડી શો ‘The Kapil Sharma Show’ માં આવ્યા હતા તો દર્શકો દ્વારા પણ આ એપિસોડને ખુબ પસંદ કરવામાં આવ્યો હતો. આપને જણાવીએ કે, મધ્ય પ્રદેશ રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા હતા જો કે, હવે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રીને હોસ્પિટલ માંથી રજા આપી દેવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત