વાંચો એક એવા રાજા વિશે, કે જેમને માત્ર 75 હજારમાં વહેચી દીધો હતો મહેલ, અને પછી જે થયુ તે…

પ્રાચીન સમયથી અત્યાર સુધી આપણે એવી ઘણી બધી વ્યક્તિઓ વિષે સાંભળ્યું છે કે, જેમને પોતાની એક ભૂલના કારણે આખી જિંદગી સજા ભોગવવી પડી છે.

image source

ઉપરાંત કેટલીક વ્યક્તિઓ તો એવી પણ છે જે રાજા- મહારાજાઓની જેમ ઠાઠથી પોતાનું જીવન વ્યતિત કરી રહ્યા હતા પણ તેમની એક ભૂલના કારણે તેમને ગરીબીનો સામનો કરવો પડ્યો હોય. આજે અમે આપને આવા જ એક રાજાના વંશ વિષે જણાવીશું જેના છેલ્લા રાજાએ આવી જ એક ભૂલ કરી દીધી હતી જેનું પરિણામએ આવ્યું કે, એ રાજાને પોતાના જીવનનિર્વાહ માટે મૃત્યુપર્યંત રીક્ષા ચલાવવી પડી હતી. આવો જ એક રાજવંશ હતો ઓરિસ્સાનો ટીગરિયા રાજવંશ.

ઓરિસ્સાના ટીગરીયા રાજવંશના છેલ્લા રાજા એટલે કે, રાજા બ્રજરાજ મહાપાત્રાના જીવન વિષે આજે અમે આપને કેટલીક એવી માહિતી જણાવીશું. જેને જાણીને આપને પણ ખુબ નવાઈ લાગશે. ઓરિસ્સાના ટીગરિયા વંશના છેલ્લા રાજા બ્રજરાજ મહાપાત્રાનું મૃત્યુ ૯૫ વર્ષની ઉમરે થયું હતું.

image source

ઓરિસ્સામાં ટીગરિયા વંશ ખુબ ઠાઠમાઠથી પોતાનું રાજ્ય ચલાવી રહ્યા હતા અને સારી રીતે જીવન વિતાવી રહ્યા હતા પરંતુ જયારે ભારતને આઝાદી મળી ત્યાર પછી દેશમાં લોકશાહીની સ્થાપના માટે ભારતના ૩૬૨ રાજા- રજવાડાઓને ભેળવી દેવામાં આવ્યા પરંતુ કેટલાક એવા રાજાઓ હતા જેમણે આ વાત માની નહી અને કોઇપણ પ્રકારનું સમાધાન કર્યું નહી.

ત્યાર પછી આવા રાજાઓના ભાગ્યમાં જે થયું તેનું ઉદાહરણ જ છે. રાજા બ્રજરાજ મહાપાત્રા. રાજા બ્રજરાજ મહાપાત્રાએ ટીગરિયા વંશના છેલ્લા રાજા હતા. તેમને પોતાના જીવનના અંતિમ વર્ષોમાં જીવનનિર્વાહ માટે પોતાના જ રાજ્યમાં રીક્ષા ચલાવવી પડી હતી.

મહેલમાં રહેવાસી રાજા બ્રજરાજ મહાપાત્રા પોતાના અંતિમ દિવસોમાં આ બાથરૂમનો ઉપયોગ કરતા હતા.

image source

ટીગરીયા રાજવંશ મૂળ રીત રાજસ્થાનના રાજવંશ છે. ટીગરીયા રાજવંશ ૧૨મી સદીમાં રાજસ્થાન છોડીને ઓરિસ્સા રાજ્યમાં આવીને વસ્યા હતા. ત્યાર પછી ઓરિસ્સામાં જ ટીગરીયા રાજવંશએ પોતાના રજવાડાના પાયા નાખી દીધા હતા. રાજા બ્રજરાજ મહાપાત્રાનો જન્મ ૧૫ ઓક્ટોબર, ૧૯૨૧ના રોજ ઓરિસ્સામાં જ થયો હતો. તેમજ રાજા બ્રજરાજ મહાપાત્રા ટીગરીયા વંશના છેલ્લા રાજા થયા હતા.

કેટલાક નિષ્ણાતોના કહેવા મુજબ, ટીગરીયા રાજવંશના સુખી અને સમ્પન્ન રજવાડામાં ૮૦ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો, આ ૮૦ ગામોને ટીગરીયા રાજવંશ રાજા સુદર્શન મહાપાત્રાએ સ્થાયી કર્યા હતા. વર્ષ ૧૯૪૩માં રાજા સુદર્શન મહાપાત્રાનું અવસાન થઈ જતા રાજા સુદર્શન મહાપાત્રાના પુત્ર બ્રજરાજ મહાપાત્રાને રાજ્યના રાજા તરીકે તાજપોશી કરવામાં આવી. એક સમય એવો પણ હતો જયારે કેટલાક રાજવંશ પોતાના રજવાડાઓમાં મહારાજના નામના કે પછી તેમની છાપના સિક્કાને ચલણ તરીકે ઉપયોગમાં લેવાતા હતા.

image source

મહારાજ બ્રજરાજ મહાપાત્રએ પોતાના શાસનકાળમાં પોતાની મહેનત અને કાર્ય કુશળતા દ્વારા એક રાજા તરીકે પોતાના રજવાડાને પણ ખુશ કરી દીધા હતા. મહારાજ બ્રજરાજ મહાપાત્ર પાસે એક શાહી મહેલ, ઘોડાઓ અને ત્યારના સમયની લક્ઝુરીયસ ૨૫ કાર્સનો કાફલો ધરાવતા હતા. મહેલમાં રહેલ કાર કાફલાની મદદથી બ્રિટીશ અધિકારીઓ અને દેશના અન્ય નાના મોટા રજવાડાઓ બ્રજરાજ મહાપાત્રાના મહેલની મુલાકાત લેવા માટે આવતા હતા. ઉપરાંત મહેલને પણ એકદમ શાનદાર રીતે સજાવટ કરવામાં આવી હતી. આ સાથે જ મહેલમાં કેટલાક શાહી કાર્યક્રમોનું પણ આયોજન થવા લાગ્યું હતું.

મહારાજ બ્રજરાજ મહાપાત્રાએ અભ્યાસમાં સ્નાતકની ડીગ્રી છતીસગઢ રાજ્યનું પાટનગર રાયપુરની રાજકુમાર કોલેજમાંથી પ્રાપ્ત કરી હતી. રાજા બ્રજરાજ મહાપાત્રાના પૂર્વજોના ગામ વિષે નિષ્ણાંતો જણાવ્યું છે કે, મહારાજ બ્રજરાજ મહાપાત્રા રાજકુમાર હોવાના કારણે મહેલની બધી જ કાર તેમની સેવા માટે ઉપલબ્ધ રાખવામાં આવતી હતી અને બ્રજરાજ મહાપાત્રા હંમેશા કલકતા શહેરમાં કારમાં જ ફરવા માટે નીકળતા હતા. મહેલમાં ફોર્ડથી લઈને મર્સડીઝ જેવી કંપનીઓની બધી જ નવી કારનું કલેક્શન મહારાજ બ્રજરાજ મહાપાત્રાના મહેલમાં આવી જતી.

image source

આ દરમિયાન એક સમય એવો પણ આવ્યો જયારે એક બાજુ લોકશાહીના પાયા દેશમાં મજબુત થતા ગયા જેના પરિણામ સ્વરૂપ ઘણા બધા રજવાડાઓ લોકશાહીમાં ભળવા લાગ્યા ત્યારે મહારાજ બ્રજરાજ મહાપાત્રાએ પોતાનો રાજમહેલ ફક્ત ૭૫ હજારની કિમતમાં સરકારને વેચી દીધો. બ્રજરાજ મહાપાત્રા કે જેઓ શાહી ઠાઠમાઠ અને પરિવારમાં ઉછેર થયેલ મહારાજ બ્રજરાજ મહાપાત્રાને તેમનો રાજમહેલ વેચી દેવાનો નિર્ણય તેમને રસ્તા પર રખડતા કરી દેશે જેનો તેમને સપને પણ વિચાર્યું હતું નહી.

આ પેલેસની કીમત ૭૫ હજાર રૂપિયા મળી હતી આ રકમ તે સમયમાં એક નોંધપાત્ર રકમ ગણવામાં આવતી હતી.

image source

ખરેખરમાં, દેશમાં જયારે લોકશાહીનું આગમન થયું ત્યાર પછી મહારાજ બ્રજરાજ મહાપાત્રાના વંશજો અને મહેલના અધિકારીઓ ત્યારે તે સમયે દેશના રાજકારણમાં સામેલ થવા લાગ્યા, પણ મહારાજ બ્રજરાજ મહાપાત્રા આ બધાથી દુર રહ્યા. બ્રજરાજ મહાપાત્રા એક રાજવી સરદાર તરીકે સતત રાજ શરુ રાખ્યું.

ટીગરીયા રજવાડાના કેટલાક વ્યક્તિઓ મહારાજ બ્રજરાજ મહાપાત્રાને છુપી રીતે ‘આયુષ’ના નામથી સંબોધન કરવા લાગ્યા. ત્યાર પછી ધીરે ધીરે મહારાજ બ્રજરાજ મહાપાત્રાનો ખજાનો ખતમ થઈ ગયો અને અંતે બ્રજરાજ મહાપાત્રાને પોતાનો રાજમહેલ પણ વેચી દેવો પડ્યો. ત્યારની સરકારે મહારાજ બ્રજરાજ મહાપાત્રા પાસેથી તેમનો રાજમહેલ ૭૫ હજારની કિમતમાં ખરીદી લીધો હતો. રાજમહેલ વેચી દીધા પછી બ્રજરાજ મહાપાત્રા પૂરી રીતે કંગાળ થઈ ગયા અને રસ્તા પર આવી ગયા.

image source

મહારાજ બ્રજરાજ મહાપાત્રાએ પોતાના રાજમહેલ વેચી દીધા પછી તેઓ જે ઘરમાં રહેતા હતા તેમાં હવે કોઈ શાહી તલવાર કે પછી સિંહાસન નથી. ના તો રાજા કે મહારાજાઓની જેમ ઘરની દીવાલો પર સજાવેલ ટ્રોફી કે પછી તખ્તીઓ કે, જે તેમના ભૂતકાળમાં થઈ ગયેલ કાર્યક્રમ કે પછી બ્રજરાજ મહાપાત્રાએ મેળવેલ કોઈ સિદ્ધિની યાદ અપાવે. ટીગરીયા રાજવંશનો રાજમહેલ જ્યાં મહારાજ બ્રજરાજ મહાપાત્રા પોતાના પરિવારની સાથે વર્ષ ૧૯૬૦ સુધી પોતાની પત્ની અને પાંચ બાળકો નિવાસ કરતા હતા. હાલમાં એક કન્યા હાઈસ્કુલમાં પરિવર્તિત કરી દેવામાં આવી છે.

ત્રણ દીકરા, બે દીકરીઓ અને તેમના પત્ની પૂર્વ વિધાયક હતા.:

image source

રાજકુમાર બ્રજરાજ મહાપાત્રાના કોલેજ માંથી ડીપ્લોમા કરી લીધા પછી તેમના લગ્ન જયપથનની રાજકુમારી રસમંજરી સાથે કરવામાં આવ્યા. લગ્ન પછી મહારાજ બ્રજરાજ મહાપાત્રા અને તેમના પત્ની રસમંજરીને સંતાન રૂપમાં ત્રણ દીકરાઓને અને બે દીકરીઓને જન્મ આપ્યો હતો. બ્રજરાજ મહાપાત્રાના મોટાભાઈ મંદાસાથી બે કિલોમીટરના અંતરે તેમના પત્નીનું ઘર હતું, જે ટીગરીયાના પૂર્વ વિધાનસભ્ય છે, તેમ છતાં બંને ત્યારપછી ઘણા લાંબા સમય સુધી મળ્યા નહી.

મહારાજ બ્રજરાજ મહાપાત્રા હવે લોકોની દ્રષ્ટિમાં પહેલા જેવા રહ્યા હતા નહી. બ્રજરાજ મહાપાત્રાએ પોતાના જીવન નિર્વાહ માટે જીવનના અંતિમ દિવસોમાં રીક્ષા ચલાવવાની શરુઆત કરી દીધી. ઉપરાંત બ્રજરાજ ત્યારપછી ઝુપડીમાં રહેવા લાગે છે. બ્રજરાજ મહાપાત્રાનો જન્મ એક એક રાજમહેલમાં થયો હતો, ઉછેર પણ રાજશી ઠાઠમાઠ સાથે તેમજ લગ્ન પણ એક રાજકુમારી સાથે થયા હતા પરંતુ મહારાજ બ્રજરાજ મહાપાત્રાએ પોતાના રાજમહેલ વેચવાના એક ખોટા નિર્ણયના કારણે તેઓ પોતાના પરિવારથી દુર થઈ ગયા અને રસ્તે રઝળતા થઈ ગયા.

image source

ટીગરીયા રાજવંશના અંતિમ રાજાએ ૯૫ વર્ષની ઉમરે ૩૦ નવેમ્બર, ૨૦૧૫માં એક ઝુપડીમાં અંતિમ શ્વાસ લીધા હતા. ત્યારે બ્રજરાજ મહાપાત્રાને ઓળખીતાઓ કહે છે કે, તેમની અંતિમ ઈચ્છા હતી કે, ટીગરીયાના દરેક વ્યક્તિ ૧૦ રૂપિયા એકઠા કરીને તેમના અંતિમ સંસ્કાર કરે. પણ તેમની અંતિમ ઈચ્છા પણ પૂર્ણ થઈ શકી નહી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત