રાજકોટના યુવા ઉદ્યોગપતિના લગ્નનો પ્રથમ દિવસ પુર્ણ ,આજે રાત્રે બોલિવૂડ કલાકારો સંગીતના સુર પુરશે

આજે રાત્રે સંગીત નાઈટમાં બોલિવુડ થીમમાં દેશી ઠાઠ સાથે લોકગીતોના ઢાળ સાથેનું સંગીત બોલિવુડ કલાકારો દ્વારા સીરસવામાં આવશે. ગઈ કાલે રાત્રે ઐશ્વર્યા મંજુમદારના સુરો સાથે ગરબાના તાલે બધા રાસ રમ્યા હતા.

આજના બોલિવુડ સેશનમાં ખાસ કરીને સચીન – જીગરને આમંત્રણ અપાયુ છે જેથી લોકગીત કે લાડકી જેવા ગીતો વાગે તો પણ નવાઈ નહી.

Image Source

તમને જણાવી દઈએ કે મોલેશભાઈ ઊકાણીના પુત્રની જાન ઇન્ડિગો અને સ્પાઇસજેટના એક એક ૭૮ સીટોવાળા પ્લેન અને ૧૮૬ સીટની એરબસમાં રાજકોટ એરપોર્ટથી જોધપુર આવી હતી .ત્યારબાદ પરત ફરતી વેળા પણ મહેમાનોને ૩ ચાર્ટર્ડ પ્લેનમાં લાવવામાં આવશે.પુત્રના લગ્નમાં વૈભવી લગ્ન કંકોત્રી બનાવી છે. જેનું વજન 4 કિલો 280 ગ્રામ છે.

રાજકોટના ઉદ્યોગપતિ મૌલેશભાઈ પટેલના પુત્ર જયના લગ્ન મોરબીના જાણીતા ઉદ્યોગપતિની સુપુત્રી હેમાંગી સાથે ઉમેદભવન પેલેસ ખાતે થઈ  રહ્યા છે.કંકોત્રીની સાથોસાથ કાજુ, બદામ, કિસમિસ અને ચોકલેટ પણ રાખવામાં આવી છે. કંકોત્રી ઊપર પટારા પર શ્રીનાથજીનાં દર્શન થાય છે.

અંદર ખોલતા  લગ્નના કાર્યક્રમો સાથેનાં પાનાં રાખવામાં આવ્યાં છે. કંકોત્રીમાં કાપડ અને ધાતુનો ઉપયોગ પણ કરવામાં આવ્યા છે. 16મીએ લગ્ન યોજાશે.લગ્નનો મુખ્ય કાર્યક્રમ જાણીતા કિલ્લાે મહેરાનગઢમાં યોજાયેલ છે

લગ્નના અંદરના કેટલાક ફોટા સામે આવ્યા છે.

Image Source

ઊપરના ફોટોમાં મૌલેશ ઊકાણી, તેમનો પુત્ર તથા પરીવાર જનો જોવા મળે છે. જેમાં પુત્ર તથા પિતા આનંદમાં જોવા મળે છે.

Image Source

રાસ-ગરબા માટે તૈયાર થયેલ આ સેઠીયાઓ સેલ્ફી લેતા જોવા મળ્યા.

Image Source

આ ફોટોમાં વરવધુ જોવા મળે છે.