ઘણી ખમ્મા રાજકોટના આ દંપતીને, કોરોનાગ્રસ્ત દર્દીઓને ઓક્સિજન પૂરો પાડીને મેરેજ એનીવર્સરી ઉજવી

આજે લોકોની સેવા એ ખરેખર અતૂલ્ય સાબિત થઈ છે. જો સેવાભાવી લોકો આગળ ન આવ્યા હોત તો આજે સરકાર બધે જ પહોંચી વળવા માટે અસક્ષમ હતી એ વાત નક્કી છે. કારણ કે કોરોનાનો પગ પેસારો જ એટલો વ્યાપી ગયો છે કે કોણ બાકી રહ્યું એ જ મોટો સવાલ છે. ત્યારે હાલમાં રાજકોટથી એક દાતારીનો કિસ્સો સામે આવ્યો છે અને જે ખુબ જ વખણાઈ રહ્યો છે.

image source

તો આવો વાત કરીએ આ કિસ્સા વિશે. કોરોનાગ્રસ્ત દર્દીઓને આજકાલ ઓક્સિસજનની અતિ આવશ્યકતા રહે છે. આવા સમયે હેમાંગભાઈ કલ્યાણી અને મૌસમીબેન કલ્યાણીએ મેરેજ એનિવર્સરીની ઉજવણી આવા કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા કરીને કરી છે અને હવે લોકો વખાણ કરી રહ્યા છે.

image source

જો આ દંપતીના કામ વિશે વાત કરીએ તો તેમણે રાધિકા સ્કૂલ સાથે જોડાયને રોજ 100થી વધુ લોકોને ઓક્સિજન સિલિન્ડર રિફીલ કરી આપે છે. જો કે આ જ વર્ષે તેઓ આગળ આવ્યા છે એવું નથી, ગત વર્ષે પણ આ દંપતીએ ગુણવત્તાયુક્ત કપડામાંથી 15 હજારથી પણ વધુ વોશેબલ માસ્ક બનાવીને જરૂરિયાતમંદ લોકોમાં ફ્રીમાં વિતરણ કર્યું હતું અને આ વખતે પણ આગળ આવ્યા છે. પોતાની આ સેવા અંગે વાત કરતા મૌસમીબેન જણાવે છે કે, કોરોનાની મહામારીમાં આજે ઓક્સિજનની ભારે જરૂર છે. ત્યારે અમારો એક જ હેતુ છે કે જરૂરિયાતમંદ લોકોને ઓક્સિજનની કમી ન થાય અને સાજા થઈને ઘરે પરત ફરે.

image source

આ સાથે જ આગળ વાત કરતાં મૌસમીબેન જણાવે છે કે અન્યને મદદરૂપ થવું એ જ સાચો માનવ ધર્મ છે. આ સમયમાં જરૂરિયાતમંદ લોકોની મારે સેવા કરવી હતી. માટે અમે આ સેવાયજ્ઞ શરુ કર્યો છે. આ જ રીતે વધુમાં વાત કરતાં તેમના પતિ હેમાંગભાઈએ વાત કરી હતી કે લોકોને મદદરૂપ થવું એ અમારો ધ્યેય છે. આ માટે અમને ત્રંબા ખાતે આવેલી રાધિકા સ્કૂલનો પણ સાથ મળ્યો છે. મારા પત્ની ત્યાં એડમિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ સંભાળે છે. હાલ અમે રાધિકા સ્કૂલના ચેરમેન ભરતભાઈ ઢોલરિયા સાથે જોડાયને રોજ 100થી વધુ લોકોને ઓક્સિજન રિફીલ કરી આપીએ છીએ.

image source

સૌથી સારી વાત તો એ છે કે આ દંપતી રાજકોટ જિલ્લા ઉપરાંત ભાવનગર અને અન્ય શહેરોમાં પણ ઓક્સિજન રિફીલિંગ માટે જઈએ છીએ. મૌસમીબેને વાત કરી કે કોરોનાની મહામારીમાં માસ્ક પહેરવું અતિ આવશ્યક છે. ગત વર્ષે મારો વોશેબલ માસ્ક બનાવવાનો એક જ હેતુ હતો કે જરૂરિયાતમંદ લોકો કોરોનાથી રક્ષણ મેળવી શકે. આ સમયમાં માસ્ક બનાવીને હું મારો માનવ ધર્મ નિભાવી રહી હતી. તેમની વાતમાં સહમત થતા તેમના પતિ હેમાંગભાઈ કલ્યાણી જણાવે છે કે, હું મારી પત્નીના કાર્યને બિરદાવું છું, આપણી આસપાસ ઘણાં એવા લોકો હશે જેમની પાસે આવશ્યક ચીજવસ્તુઓનો પણ અભાવ હોય. તેને પણ મદદ કરવી જોઈએ.

image source

જો આકડાં સાથે વાત કરીએ તો મૌસમીબહેને પહેલા અને બીજા લોકડાઉન દરમિયાન રૂ.1 લાખના સ્વખર્ચે માસ્ક બનાવીને 15 હજાર જેટલા લોકોને આપ્યા હતા. મૌસમીબેનના આ સેવાયજ્ઞમાં ઘણાં લોકો નાણાં પણ આપવા માંગતા હતા. પણ મૌસમીબેને બધાને એક જ વિનંતી કરી કે, જો કંઈ આપવું જ હોય તો ઉત્તમ ક્વોલિટીનું સુતરાઉ કાપડ આપો જેથી વધુને વધુ માસ્ક બની શકે.

image source

જો આ સિવાય વાત કરીએ તો ઘણા લોકોનો આ કામમાં ટેકો મળ્યો છે. જો વાત કરીએ તો તેમના આ ભગીરથ કાર્યમાં તેમને પોલીસ તંત્રનો પણ સહયોગ મળ્યો હતો. રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનના મહિલા પી.આઈ. સેજલબેન પટેલે મૌસમીબેનના ઉત્કૃષ્ટ કાર્યની સરાહના કરી અને તેમના ધ્યાનમાં જે જરૂરિયાતમંદ લોકો હતા તેમને મૌસમીબેનના માધ્યમથી માસ્ક પહોંચાડવાનું કામ કર્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!