ખરેખર સારુ કામ કહેવાય, લોકડાઉન સમયે ટીવીની આ ફેમસ અભિનેત્રી દરરોજ 250 ગરીબ પરિવારોને કરાવે છે ભોજન

જાણીતી ટીવી એક્ટ્રેસ રકુલપ્રીત લોકડાઉન દરમ્યાન રોજ 250 જેટલા ગરીબ પરિવારોને ભોજન આપે છે.

image source

કોરોના વાયરસ (કોવિડ -19) ને કારણે લાગુ પડેલા લોકડાઉનથી દૈનિક વેતન મજૂરોની સામે આજીવિકાનું કમાવવાનું એક મોટું સંકટ ઉભું થયું છે. ઘણી સામાજિક સંસ્થાઓ અને લોકો પણ ગરીબોની મદદ કરવા માટે આગળ આવ્યા છે. હરિયાણાના ગુરુગ્રામમાં રહેતી જાણીતી ટીવી એક્ટ્રેસ રકુલપ્રીત પણ ગરીબોની મદદ કરી રહી છે. તે તેના ઘરની નજીકમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં રહેતા 250 જેટલા પરિવારોને બંને સમય ભોજન પૂરું પાડે છે.

કોરોના વાયરસ (કોવિડ -19) ને કારણે લાગુ પડેલા લોકડાઉનથી દૈનિક વેતન મજૂરોની સામે આજીવિકા કમાવવાનું એક મોટું સંકટ ઉભું થયું છે. કામ-ધંધા બંધ થઈ જવાના કારણેના ગરીબો માટે પોતાનું અને પોતાના પરિવાર માટે બે ટંકની રોટલી પણ એકત્ર કરવી પણ મુશ્કેલ બની રહી છે. આ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને કેન્દ્ર અને રાજ્ય સરકારો ખૂબ જ પ્રયાસ કરી રહી છે કે કોઈ જ વ્યક્તિ ભૂખ્યું સુવે નહિ. તેઓ ગરીબોના ખાતામાં પૈસા અને અન્ય ખાદ્ય ચીજો પૂરા પાડે છે. ઘણી સામાજિક સંસ્થાઓ અને લોકો પણ ગરીબોની મદદ માટે આગળ આવ્યા છે.

image source

આમાંના ઘણા ચહેરાઓને લોકો ઓળખે પણ છે, તો ઘણા અજાણ્યા છે. હરિયાણાના ગુરુગ્રામમાં રહેતી જાણીતી ટીવી એક્ટ્રેસ રકુલપ્રીત પણ ગરીબોની મદદ કરી રહી છે. પહેલીવાર લોકડાઉન અમલી બન્યું ત્યારથી જ તે પોતાના ઘરની નજીકની ઝૂંપડપટ્ટીમાં રહેતા 250 જેટલા પતિવારઓને બે સમયનું ભોજન પૂરું પાડે છે. આ ભોજન તેમના ઘરે જ બનાવવામાં આવે છે અને પછી પેકેટમાં ભરીને ઝૂંપડપટ્ટીમાં રહેતા દરેક પરિવારને પહોંચાડવામાં આવે છે. રકુલપ્રીતની માતા અને પરિવારના અન્ય સભ્યો પણ આ કામમાં તેની મદદ કરી રહ્યા છે.

પિતાએ જ્યારે આ સમસ્યા જોઈ ત્યાર થીજ મદદ કરવાનું નક્કી કર્યું:-

image source

રકુલપ્રીતના અનુસાર લોકડાઉન લાગુ થયા બાદ ગરીબોમાં નાસભાગ મચી ગઈ હતી. તેઓ કોઈપણ સંજોગોમાં તેમના ઘરે પહોંચવા માંગતા હતા. આનું મહત્વનું કારણ એ હતું કે અહીં તેમનો વ્યવસાય બંધ થઈ ગયો હતો. આવી સ્થિતિમાં રોજિંદા કમાનારાઓનું જીવન જીવવું મુશ્કેલ હતું. જ્યારે પિતા ઘરે આવીને આ વાત કહી ત્યારે, અમે બધાએ આ ગરીબ લોકોને મદદ કરવાનું નક્કી કર્યું. તે પછી, બીજા જ દિવસથી ઘરનો એક ભાગ અસ્થાયી રસોડું બની ગયું હતું, અને અમે એ પરિવારોની સંખ્યા મુજબ રસોઈ બનાવતા અને પેક કર્યા પછી, સવાર-સાંજ તેમના સુધી પહોંચાડવાનું શરૂ કરતા હતા. આ ક્રમ હજી પણ ચાલુ જ છે. લોકડાઉન ચાલુ રહે ત્યાં સુધી, અમે દરરોજ બંને સમયનું ભોજન બનાવીને ગરીબોને પહોંચાડવાનું ચાલુ રાખીશું.

લોકડાઉન હજી પણ આગળ વધે તો પણ હું મદદ કરીશ:-

image source

રકુલપ્રીત કહે છે કે અત્યારે તો અમે એપ્રિલના અંત સુધી ગરીબોને અન્ન આપવાનું નક્કી કર્યું છે. પરંતુ જો લોકડાઉન આગળ વધારવામાં આવે તો પણ હું આ પરિવારોને આગળ પણ અન્ન આપવાનો પ્રયત્ન કરીશ. બાકીનું બધું પરિસ્થિતિ પર આધારિત છે. રકુલે તેના ચાહકો સહિત તમામ દેશવાસીઓને અપીલ કરી છે કે જેઓ જેટલા સક્ષમ છે, તેટલા ગરીબોની મદદ કરે. આપણે ગરીબ અને જરૂરિયાતમંદોને મદદ કરવામાં પીછેહઠ ન કરવી જોઈએ.