ગુજરાતીઓ માટે સારા સમાચાર, હવે અગાઉથી રજીસ્ટ્રેશન કર્યા વગર પણ રસી મળશે, 21 જૂનથી નિયમ અમલી

આજે ગુજરાત માટે બે સારા સમાચાર સામે આવી રહ્યા છે. એક તો રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના મા6 262 નવા કેસ નોંધાયા છે અને એની સામે 776 દર્દીએ કોરોનાને માત આપી છે. જેને પગલે રિક્વરી રેટ સુધરીને 97.90 ટકા થયો છે. જ્યારે 5 દર્દીના મોત થયા છે. તેમજ 7 મહાનગર અને 30 જિલ્લામાં એકપણ મોત નોંધાયું નથી.

image source

અને બીજા એ કે ગુજરાતમાં 18 થી 44ની વયજૂથના લોકોને આગામી સોમવાર તારીખ 21 મી જૂન 2021 થી બપોરે 3 કલાકથી કોરોના વેક્સિન માટે અગાઉથી રજિસ્ટ્રેશન કરવાની કોઈ જ જરૂર રહેતી નથી. કારણ કે હવે સમગ્ર રાજ્યના વેક્સિનેશન સેન્ટર પરથી વોક ઈન વેક્સિનેશન સ્થળ પર જ રજિસ્ટ્રેશન કરી આપવામાં આવશે અને ત્યાંથી જ રસી મળી જશે.

જો આ રસીકરણને લઈ વાત કરવામાં આવે તો આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. આ નિર્ણય સાથે જ હવે તમામ લોકોને વેક્સિન માટે રજિસ્ટ્રેશન કરાવવાની જરૂરીયાત રહેશે નહીં ઓન ધ સ્પોટ જઈને તમે રસી લઈ શકો છો.

image source

હાલમાં 18 થી 44 વયજૂથમાં વેક્સિનેશન માટે અગાઉથી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી સ્થળ, સમય અને તારીખનો સ્લોટ SMS દ્વારા મળ્યા મુજબ વેક્સિનેશન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આવું પ્રાયર રજિસ્ટ્રેશન કરાવીને SMS મારફતે સ્લોટ મેળવેલા લોકોને વેક્સિનેશનમાં અગ્રતા અપાશે એ વાત પણ સરકારે જણાવી હતી.

જો હવે આ નવા નિયમ પ્રમાણે વાત કરવામાં આવે તો 21 જૂન વિશ્વ યોગ દિવસથી બપોરે 3 કલાક બાદથી પ્રાયર રજિસ્ટ્રેશન સિવાય એટલે કે, વોક-ઈન-રજિસ્ટ્રેશન અંતર્ગત રાજ્યભરના બધા જ રસીકરણ કેન્દ્રોએ સ્થળ પર તમને કોરોના વેક્સિન મળી શકશે. વેક્સિનના ડોઝની ઉપલબ્ધતાના આધારે વેક્સિનેશન કરવામાં આવશે એવું પણ સરકારે જણાવ્યું હતું.

image source

આ નિર્ણયનો એકમાત્ર હેતુ છે કે કોરોનાથી બચવાના અક્સિર શસ્ત્ર તરીકે વધુને વધુ લોકોને વેક્સિનમાં આવરી શકાય. આ સાથે જ ગુજરાત માટે તો વધારે મહત્વું છે કારણ કે ગુજરાતે અત્યાર સુધીમાં 2 કરોડ 15 લાખ વેક્સિન ડોઝ આપીને દેશભરમાં અગ્રીમ સ્થાન મેળવેલું છે. આરોગ્યકર્મીઓ, ફ્રન્ટલાઈન વોરિયર્સ, 45 થી વધુ વયના લોકો તેમજ કોમોર્બીડ વ્યક્તિઓના રસીકરણમાં પણ ગુજરાત અગ્રીમ રાજ્યોમાં રહ્યું છે.

ત્યારે ગુજરાતની આ દરેક વાતમાં અગ્રીમતાને ધ્યાનમાં રાખીને વધારે એક સારો નિર્ણય કરવામાં આવ્યો છે કે આગામી વિશ્વ યોગ દિવસ તારીખ 21મી જૂન 2021થી સમગ્ર રાજ્યમાં 18 થી 44 ની વયજૂથના લોકો માટે બપોરે 3 કલાકથી તમામ રસીકરણ કેન્દ્રો પરથી વોક-ઈન-વેક્સિન ઓન સ્પોટ રજિસ્ટ્રેશનથી વેક્સિન આપવાની શરૂઆત કરીને ગુજરાત આ ક્ષેત્રે પણ દેશના રાજ્યોમાં પ્રથમ પંક્તિમાં રહેવા સંકલ્પબદ્ધ છે. લોકોમાં પણ હવે આ નિર્ણયના કારણે ખુશીનો માહોલ છે અને હરખઘેલા જોવા મળી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!